ETV Bharat / state

મે તારી માતાની હત્યા કરી છે: કલોલમાં આડા સંબંધની શંકા રાખી પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા

author img

By

Published : Nov 1, 2021, 1:41 PM IST

Updated : Nov 1, 2021, 3:24 PM IST

કલોલ કલ્યાણપુરામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા નીપજાવી (husband killed his wife) હતી. હત્યા કરી પતિ દીકરીને કોલ કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કલોલ પોલીસ મથકે આ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મે તારી માતાની હત્યા કરી છે: કલોલમાં આડા સંબંધની શંકા રાખી પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા
મે તારી માતાની હત્યા કરી છે: કલોલમાં આડા સંબંધની શંકા રાખી પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા

  • વહેલી સવારે ઊંઘમાં જ પત્નીની હત્યા
  • હત્યા કરી પતિ દીકરીને કોલ કરી ફરાર થઈ ગયો
  • પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

ગાંધીનગર: કલોલ કલ્યાણપુરામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા નીપજાવી (husband killed his wife) હતી. હત્યા કરી પતિ દીકરીને કોલ કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કલોલ પોલીસ મથકે આ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પત્નીની હત્યા બાદ 27 વર્ષના લગ્નજીવનનો કરૂણ અંત આવ્યો હતો.

કલોલમાં આડા સંબંધની શંકા રાખી પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા

પતિ ભાનુપ્રસાદને પત્નીને અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાનો વહેમ હતો

ભાનુપ્રસાદ ખાનગી સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે. 45 વર્ષનાં ભાનુપ્રસાદ દારૂનો વ્યસની છે. જ્યારે મૃતક કેટરીંગમાં વ્યવસાય કરતા હતા. મૃતકને ત્રણ દીકરીઓ છે. જેમાં બે દિકરીના લગ્ન થઈ ચૂક્યા છે. ખુદ પિતાએ આ વાતની જાણ તેની દીકરીને કરી હતી. પતિ ભાનુપ્રસાદને પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાનો વહેમ હોવાથી હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાત્રિ દરમિયાન જ્યારે પત્ની સુતી હતી તે વખતે જ પતિ ભાનુપ્રસાદે ઓશિકા વડે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો: પત્નીની હત્યા કર્યા બાદ આરોપીએ પોલીસે ફોન કર્યો, હું ક્યાં હાજર થાઉં

મે તારી માતાની હત્યા કરી છે: ભાનુપ્રસાદ

હત્યા કર્યા બાદ ભાનુપ્રસાદે પોતાની દીકરીને ફોન કરીને જાણ કરી હતી કે મે તારી માતાની હત્યા કરી છે. જેથી દીકરીએ હિંમત કરી કલોલ પોલીસને ઘટના વિશે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પંચનામું હાથ ધર્યું હતું. ત્યાર બાદ તેની પત્ની ગીતાબેનની લાશને કલોલ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. હત્યા કરનાર ભાનુપ્રસાદની પોલીસ શોધખોળ કરી રહી છે.

આ પણ વાંચો: વિકલાંગ શિક્ષકની પ્રેમિકા અને તેના પતિએ કરી હત્યા

Last Updated :Nov 1, 2021, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.