ETV Bharat / state

ડિસ્કવર ઇન્ડિયા: જાણો કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ વિશે...

author img

By

Published : Mar 6, 2020, 4:49 AM IST

હિન્દૂ ધર્મની આસ્થાના પ્રતીક સમા બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મંદિરને 16 વખત લૂંટાયું હોવાનું માનવામાં આવે છે, પણ સોમનાથ દર વખતે વધુને વધુ ભવ્ય બનીને લોકો પર આશિષ વરસાવે છે. ત્યારે અત્યારના સોમનાથ મંદિરની વાત કરવામાં આવે તો સોમનાથ મંદિર મહા પ્રસાદ અને મેરુ પ્રસાદ એવી બે શૈલીને જોડીને મહંમેરુ પ્રસાદ નામની નવીન શૈલીમાં બનાવવામાં આવેલું છે. જેમાં કુલ 3 મંડપ આવેલા છે ગર્ભગૃહ, નૃત્યમંડપ અને સભામંડપ તો સાથે જ 3 માળના આ મંદિરમાં 251 થી વધુ સ્તંભો આવેલા છે. મંદિરના શિખરના કળશનો વજન આશરે 10 ટન જેટલો છે અને મંદિરની કુલ ઊંચાઈ 211ફૂટ અને 4 ઈંચ જેટલી થાઈ છે, ત્યારે સોમનાથનો ઇતિહાસ પણ આ આંકડાઓની જેમ ઉપર અને નીચે થતો ખુબ જ રસપ્રદ રહ્યો છે. તો ચાલો ઇટીવી ભારતના માધ્યમથી આપને સોમનાથના વિવિધ પાસાઓથી રૂબરૂ કરાવીએ...

Etv Bharat, Gujarati News, Somnath News
સોમનાથનો ઇતિહાસ

*શાસ્ત્રોક્ત ઇતિહાસ

શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષો પહેલા ચંદ્રએ પોતાને મળેલા શ્રાપમાંથી મુક્તિ મેળવવા આ જગ્યાએ મહાદેવની ઉગ્ર તપશ્ચર્યા કરી સોમનાથ મહાદેવને પ્રસન્ન કરી શ્રાપમાંથી આંશિક મુક્તિ મેળવી હતી. ચંદ્રનું બીજું નામ સોમ અને સોમના નાથ એટલે સોમનાથ. ચંદ્રએ બ્રહ્માજીની હાજરીમાં અહીં મહાદેવની સ્થાપના કરી હતી. ઇતિહાસમાં ઉલ્લેખ છે તે મુજબ આ મંદિર સુવર્ણ અને રત્નોથી જડિત હતું. વિધર્મીઓ દ્વારા લૂંટના ઈરાદાથી વારંવાર આક્રમણ કરી સોમનાથ મંદિ ને લૂંટી અને ખંડિત કરવામાં આવ્યું હતું.

સોમનાથનો ઇતિહાસ
*મધ્યકાલીન સોમનાથનો ઇતિહાસપ્રાગ ઐતિહાસિકકાળમાં નિર્માણ પામેલું સોમનાથ મંદિર અનેક વખત વિધર્મી આક્રમણખોરો સામે લડીને ખંડિત થઈને પુનઃ નિર્માણ બાદ ભારતના ઇતિહાસમાં આજે પણ અજયે અને અડીખમ જોવા મળી રહ્યું છે. ઈસ્વીસન પહેલા સૈકામાં લકુવિસે પ્રથમ મંદિરના નિર્માણમાં બહુમૂલ્ય ભાગ ભજવ્યો હતો. સોમનાથ ખાતે આવેલા છઠ્ઠા મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયેલું હોવાનું માનવામાં આવે છે. ત્યાર બાદ 1325 થી 1469ની વચ્ચે જૂનાગઢના રાખેંગારે મંદિરમાં લિંગનીની સ્થપના કર્યા બાદ 1469માં અમદાવાદનાના સુલતાન મહમદ બેગડાએ મંદિર પર ચડાઈ કરીને મંદિરને ધ્વસ કર્યું હતું. *પ્રવર્તમાન મંદિરનો ઇતિહાસ12 નવેમ્બરના 1947ના દિવસે સોમનાથ આવેલા ભારતના લોખંડી પુરૂષ સરદાર પટેલે સોમનાથ મંદિરની જીર્ણ હાલત જોઈને સમુદ્રના જળથી મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા લીધી હતી. 13 નવેમ્બર 1947ના દિવસે કનૈયાલાલ મુન્સીને મંદિર નિર્માણની જવાબદારી સોંપી હતી. ત્યાર બાદ ગાંધીજી દ્વારા આ મંદિરનું નિર્માણ લોકભાગીદારીથી કરવાનું સુચન આવતા સરદાર પટેલે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરીને 11મી મે 1951ના દિવસે દેશના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારે આ પ્રસંગે 1951માં 121 તોપોને દરિયામાં હોળીઓમાં સજાવવામાં આવેલી હતી. જેના ગોળાના નાદ સાથે જય સોમનાથના નાદ એકસુર મળીને ગુંજી રહ્યા હતા. આ મંદિર મહામેરુ પ્રાસાદ પૂર્ણ સ્વરૂપે બનીને આજે અડીખમ જોવા મળી રહ્યું છે. સદીઓ જૂનો ઇતિહાસ સાચવીને આજે પણ અડીખમ સોમનાથ મંદિર એનેકો વખત આક્રમણખોરો સામે લડીને અજેય રહેલા સોમનાથ મંદિરના સ્થાપનથી લઈને નવ નિર્માણ સુધીનો ઇતિહાસ આજે પણ જોવા મળી રહ્યો છે.* ઇટીવી સોમનાથની સખાતે પોતાના પ્રાણની આહુતિ આપનારા વિરોને એક ખાસ ઉલ્લેખ આપીને શ્રદ્ધાંજલિ આપશે... સોમનાથની સખાતે નીકળેલા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલની સેનાએ મહમદ બેગડાની સેનાએ સામે લડાઈ લડીને સોમનાથને તુટતું બચાવવાની લડાઈમાં વીરગતિ પામ્યા ત્યારથી સોમનાથની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને પણ યાદ કરવામાં આવે છે. આજે વેગડાજી ભીલની સોમનાથ ખાતે આવેલી ડેરીમાં તેમના વંશજો દ્વારા તેમની વીરગતિને યાદ કરવામાં આવે છે. સોમનાથના ગૌરવપૂર્ણ ઇતિહાસની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને આજે પણ યાદ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના આ બે વીર સપૂતોને કારણે સોમનાથ મંદિર આજે આસ્થાનું પ્રતીક બની રહ્યું છે.

સોમનાથ મહાદેવના દર્શને આવેલા દેશ વિદેશના શ્રધ્ધાળુઓને સોમનાથ મહાદેવના દર્શન કરવાનો લાભ મળે છે. તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાદેવના ભકતો અલૌકિક શાંતિની અનુભૂતિ કરે છે. તેમજ સોમનાથ મંદિરને હિન્દૂ ધર્મની આસ્થા અને એકતાનું પ્રતીક ગણાવે છે, ત્યારે જીવનમાં એકવાર સોમનાથની મુલાકાત ચોક્કસથી લેવી જ રહી...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.