ETV Bharat / state

ગુજરાત સરકારે વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચ્યું

author img

By

Published : Sep 21, 2022, 2:29 PM IST

Updated : Sep 21, 2022, 7:00 PM IST

Etv Bharatગુજરાત સરકારે વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પર ખેંચ્યું
Etv ગુજરાત સરકારે વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પર ખેંચ્યું

ગુજરાત સરકારે આજે વિધાનસભાના (Gujarat Assembly Monsoon Session 2022) ચોમાસું સત્રના પ્રથમ દિવસે ખૂબ ચર્ચાસ્પદ બનેલું ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચ્યું છે. ગત વિધાનસભા સત્રમાં આ બિલ બહુમતીથી પસાર (Gujarat Assembly bill discussion) કરવામાં આવ્યું હતું અને રાજ્યપાલને સહી સિક્કા માટે મોકલાયું હતું. જોકે, આ ઢોર નિયંત્રણ બિલનો અમલ થતા માલધારી નારાજ થયો હતો.

ગાંધીનગર: રાજ્યના મહાનગરો જેવા કે અમદાવાદ,બરોડા, જામનગર, ભાવનગર, ગાંધીનગરમાં રખડતા ઢોરનો ત્રાસનો (Gujarat Assembly Monsoon Session 2022) મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. એક મોટા દ્રશ્ય સામે આવ્યા ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રાજ્ય (Gujarat Assembly bill discussion) સરકારની રખડતાં ઢોર બાબતે જાટકણી કાઢવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કડક નિયમ લાવવામાં આવશે તેવી બાંહેધરી પણ ગુજરાત હાઇકોર્ટમાં આપી હતી. 31 માર્ચના રોજ વિધાનસભાગૃહમાં હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ બિલ બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યું હતું. પણ માલધારી સમાજના વિરોધ અને નારાજગીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર વિધાનસભા ગૃહના ચોમાસા સત્રમાં પ્રથમ દિવસે જ વિધાનસભામાં કોઈ પણ ચર્ચા કર્યા વગર બિલ સર્વ સંમતિથી બિલ પરત ખેંચવામાં આવ્યું છે.

કેસ પાછાં ખેંચવા માંગઃ કોંગ્રેસના ધારાસભ્ય અને માલધારી સમાજ સાથે સંકળાયેલા રઘુ દેસાઈએ બિલ ખેંચાયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પહેલા જ દિવસથી આ બિલ અંગેનો વિરોધ કરી કરી રહી હતી. જ્યારે શહેરમાં જે રીતે ગાય રખડી રહી છે તેને પકડવા માટે અત્યારે પણ નીતિ અને નિયમો અમલીકરણ છે. સાથે જ આ વધારાના નિયમો બનાવવામાં આવ્યા હતા. જ્યારે આજે વિધાનસભામાં આ બિલ પરત ખેંચવામાં આવ્યું છે ત્યારે હવે છેલ્લા 6 મહિનાથી માલધારી સમાજના યુવાઓ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું એનો અંત આવ્યો છે. પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે રાજ્ય સરકાર હવે આ યુવાઓ પર થયેલા કેસ પણ પરત લેવામાં આવે તેવી માંગ રઘુ દેસાઈ કરી હતી.

કાયદો છે આવોઃ ગુજરાત વિધાનસભામાં ગુજરાત શહેરી વિસ્તાર નિયંત્રણ રાખવા અને ફેરફાર કરવા બાબતના અધિનિયમ 2022 નો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જે બાબતે આ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ કરવામાં આવશે. આ અધિનિયમ પ્રમાણે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નગરપાલિકાઓમાં આ કાયદો લાગુ કરશે. જેમાં ઢોલ માલિકોએ લાયસન્સ લેવું ફરજિયાત રહેશે. આ સાથે જ લાયસન્સ વાળી જગ્યા પણ દર્શાવવાની રહેશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ ઇસ્પેક્ટર અથવા તો સમકક્ષ અધિકારીઓની નિમણૂંક કરીને તે સમયસર ચકાસવામાં પણ આવશે. જ્યારે લાયસન્સમાં વસ્તુઓ રાખવા શા કારણથી રાખવા તે પણ દર્શાવવું પડશે. તેવી જોગવાઈ કરવામાં આવી હતી.

લાયસન્સ અંગેઃ લાયસન્સ માટેની વાત કરવામાં આવે તો જ્યારે આ કાયદો આરંભ થશે. ત્યારથી તેની તારીખથી અથવા કોઈ વ્યક્તિ ઢોલ મેળવે તે તારીખથી 90 દિવસની મુદતની અંદર વ્યક્તિએ લાયસન્સ મેળવવા માટેની અરજી કરવી પડશે. જ્યારે લાયસન્સ રીન્યુ કરાવવા માટે લાયસન્સ પૂરું થાય તે પહેલા 60 દિવસની અંદર અરજી કરવાની રહેશે. લાઇસન્સની અંદર ઢોર રાખવાની અરજી માં સ્થળ ઢોરની સંખ્યા, પીવાના ધોવાના અને સફાઈ માટેના પાણી પુરવઠા ની વ્યવસ્થા, પાલન પોષણ ની વ્યવસ્થા, ગર્ભાસ્થા દરમિયાનની વ્યવસ્થા, આમ તમામ વિષય વસ્તુઓ જોડવાની રહેશે. આ ઉપરાંત તમામ મહત્ત્વના દસ્તાવેજો સાથે ફી ભરીને અરજી કર્યા બાદ સમયમર્યાદાની અંદર અધિકારી દ્વારા લાયસન્સ આપવામાં આવશે. જ્યારે લાયન્સસ મેડવાના 15 દિવસ સુધીમાં ઢોર ને ટેગ મારવું ફરજીયાત કરવામાં આવ્યું છે. જો કોઈ વિગતો કે દસ્તાવેજ ખોટો આપવામાં આવશે તો અધિકારી લાયસન્સ રદ કરી દેવામાં આવશે. પણ હવે આ કાયદો જ રદ કરી દેવામાં આવ્યો છે.

ફેરફારની વાતઃ કાયદામાં ફેરફાર માટે ની વાત કરવામાં આવતા કોઈપણ વ્યક્તિએ સ્થાનિક સત્તામંડળની પૂર્વ મંજૂરી વિના અને પરવાનગી શરતો અનુસાર હોય તે સિવાય કતલખાના માટે હોય તે સિવાય બહારથી કોઈ ઢોરને આ નિયમ હેઠળ જાહેર થયેલા કોઈ શહેરી વિસ્તારમાં લાવવાના રહેશે નહીં. જ્યારે કોઈપણ કિસ્સામાં તમામ તો જ મહત્વ વાહનોમાં હેરફેર કરવાની રહેશે. પ્રતિબંધિત કરેલા વિસ્તારમાંથી કોઈપણ ટોચની હેરફેર કરવી અથવા તો તેને પસાર કરવા ના રહેશે નહીં. જો આવું કરવામાં આવશે તો કાયદા પ્રમાણે ગુનો ગણાશે. જ્યારે પ્રતિબંધિત વિસ્તારમાં કોઇ પણ પ્રકારનો લાયસન્સ આપવામાં આવશે નહી. રાજ્ય સરકાર ગમે તે સમયે કોઈપણ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી શકશે અથવા તો પ્રતિબંધિત વિસ્તાર તરીકે રદ કરી શકશે.

Last Updated :Sep 21, 2022, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.