ETV Bharat / state

Presidential Election 2022: ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન પૂર્ણ, આ ધારાસભ્યએ કર્યું ક્રોસ વોટિંગ

author img

By

Published : Jul 18, 2022, 6:20 PM IST

ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન કારવામાં (Presidential Election 2022) આવ્યું છે. રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં 100 ટકા મતદાન થયું છે. ગુજરાતમાં 178 ધારાસભ્ય( Voting in Gujarat in Presidential elections)અને એક સાંસદ સભ્ય પરિમલ નથવાણીએ મતદાન કર્યું છે. જ્યારે આગામી 21 જુલાઈના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.

Presidential Election 2022: જાણો ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું કેટલું મતદાન
Presidential Election 2022: જાણો ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું કેટલું મતદાન

ગાંધીનગર: આજે 18 જુલાઇના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ( Presidential Election 2022 )યોજાઈ છે. ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું 4 વાગ્યા પહેલા જ ગુજરાતનું મતદાન 100 ટકા પૂરું થઈ ( Voting in Gujarat in Presidential elections)ગયું હતું, ગુજરાતમાંથી 178 ધારાસભ્ય અને 1 રાજ્યસભાના સંસદ પરિમલ નથવાણીએ ગુજરાત વિધાનસભા ખાતે મતદાન કર્યું હતું.

આ પણ વાંચોઃ Presidential Election 2022: ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યા પછી કહી ચોંકાવનારી વાત

તમામ સભ્યોએ કર્યું મતદાન - રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત હંમેશાથી લોકશાહીમાં દાખલા ઉપડ્યું છે. દેશમાં પ્રથમ પદ રાષ્ટ્રપતિનું હોય છે. લોકશાહી દેશમાં સમગ્ર વિશ્વમાં ભારત દેશ પ્રથમ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ મતદાન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં 178 ધારાસભ્ય અને એક સાંસદ સભ્ય પરિમલ નથવાણીએ(Presidential Election Gujarat MLA)મતદાન કર્યું છે, અમને શ્રદ્ધા છે કે અમારા જ ઉમેદવાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવશે, જ્યારે કોંગ્રેસના દંડક સીજે ચાવડા જણાવ્યું હતું કે ભારતીય લોકશાહીમાં બંધારણીય વડાની ચૂંટણી હતી ગુજરાતમાં સો ટકા મતદાન થયું છે અને આજે પણ લોકશાહી પ્રણાલીમાં ગુજરાતની પ્રજાએ મત આપી દીધો છે.

આ પણ વાંચોઃ Presidential Election 2022: CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ કર્યું મતદાન

5 વાગે મતપેટી શીલ કરાવામાં આવી - રાષ્ટ્રપતિની ચૂંટણી પાંચ વાગ્યે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા માટે મતદાન પેટી સીલ કરવામાં આવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો હવે આ મતદાન પેટી દિલ્હી ફ્લાઈટ મારફતે મોકલવામાં આવશે અને 21 જુલાઈના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.

ગુજરાત ધારાસભ્યોના મતનું મૂલ્ય - ગુજરાતના ધારાસભ્યના મતના મૂલ્યોની વાત કરવામાં આવે તો આ બાબતે પંકજ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 1971 ની જન સંખ્યા માં 1000 સાથે ગુણાકાર કરવામાં આવે છે, અને જે સંખ્યા આવે તેમાં 182 થી ભાગાકાર કરવામાં આવે છે. આમ ગુજરાતના ધારાસભ્યનું મૂલ્ય કુલ 147 થાય છે, જ્યારે મત મૂલ્યમાં હજુ પણ 1971 માં કરવામાં આવેલ જનસંખ્યાનો આંકડા માન્ય રાખવામાં આવે છે. જ્યારે એ રાજ્ય સભાના અને લોકસભાના સાંસદના મતનો મૂલ્ય કુલ દેશની સંખ્યા સાથે ભાગાકાર કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.