ETV Bharat / state

Balvatika 2023 : નવી શિક્ષણનીતિને લઈને બાલવાટિકામાં બાળકોને શું ભણાવશે શિક્ષકો જુઓ

author img

By

Published : May 27, 2023, 8:55 PM IST

Updated : Jul 18, 2023, 11:31 AM IST

રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણનીતિને લઈને બાળકો માટે શાળાઓમાં બાલવાટિકા શરૂ કરવાની જાહેરાત કરી છે. શાળામાં શિક્ષકોની ભરતીને લઈને જોગવાઈ પણ સરકારે કરી છે, પરંતુ નવી શિક્ષણનીતિ બાલવાટિકાના અભ્યાસક્રમમાં બાળકો પહેલા ચિત્રના માધ્યમથી અભ્યાસ તેમજ આમાં સેમેસ્ટર સિસ્ટમ રાખવામાં આવી છે. ત્યારે શું છે બાલવાટિકા અભ્યાસક્રમમાં જાણો.

Balvatika 2023 : નવી શિક્ષણનીતિને લઈને બાલવાટિકામાં બાળકોને શું ભણાવશે શિક્ષકો જુઓ
Balvatika 2023 : નવી શિક્ષણનીતિને લઈને બાલવાટિકામાં બાળકોને શું ભણાવશે શિક્ષકો જુઓ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા નવા સત્રથી નવી શિક્ષણનીતિનો અમલ શરૂ કરવાનું નક્કી કર્યું છે. નવા સત્રથી નવી શિક્ષણનીતિ અમલીકરણ થશે ત્યારે નવી શિક્ષણનીતિ અનુસાર જે બાળકને છ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકને જે ધોરણ એકમાં એડમિશન મળે છે, પરંતુ રાજ્ય સરકારના આંકડા મુજબ 9,77,513 જેટલા બાળકોને ધોરણ-1માં એડમિશન નહીં મળે, ત્યારે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓમાં બાલવાટિકા શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે, બાલવાટિકાના અભ્યાસ અંગેનો એક અહેવાલ ETV Bharat પહેલા અહેવાલ રજુ કર્યો હતો. ત્યારે હાલ બાલવાટિકાનો અભ્યાસક્રમ પણ સરકાર દ્વારા શું માળખું તૈયાર કરવામાં આવ્યું છે જૂઓ.

બાલવાટિકાના અભ્યાસક્રમ શું : 12 જૂનથી ગુજરાતમાં નવા શિક્ષણ ક્ષેત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પ્રથમ વખત 9,77,515 જેટલા બાળકો બાલવાટિકામાં અભ્યાસ કરશે. બાલવાટિકા અભ્યાસની વાત કરવામાં આવે તો તેમાં બાળકોને ચિત્રના માધ્યમથી ફળ, ફૂલ, પશુઓ અને પક્ષીઓને ઓળખવા ચિત્રોમાં રંગ પુરવા આંકડાઓને ઘુટવા અને લખવાનું શિક્ષણ આપવામાં આવશે, જ્યારે આ બાબતે રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક વિભાગ દ્વારા પુસ્તકો પણ તૈયાર કરી લેવામાં આવ્યા છે. પુસ્તકની અંદર શિક્ષકોને બાળકોને કઈ રીતે ભણાવવા તે બાબતની સૂચનાઓ આપવામાં આવી છે.

બાલવાટિકામાં સેમેસ્ટર સિસ્ટમ : શિક્ષણ પદ્ધતિની વાત કરવામાં આવે તો, બાલવાટિકામાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલી માહિતી અને છપાયેલા પુસ્તક મુજબ બાળવાટિકામાં પણ સેમેસ્ટર પ્રમાણેનું શિક્ષણ આપવામાં આવશે. પ્રથમ સેમેસ્ટર જૂન મહિનાથી ડિસેમ્બર સુધીનું હશે અને ત્યારબાદ બીજું સેમેસ્ટર ડિસેમ્બરથી એપ્રિલ મહિના સુધીનું રહેશે, જ્યારે ધોરણમાં 1માં બાળક પ્રવેશે તે પહેલાં તમામ પશુ પક્ષી, કલર, અક્ષરો લખતા આવડે તે રીતનું શિક્ષણ આપવામાં આવશે.

નવી શિક્ષણ નીતિનો અમલ : સરકારના પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલે પ્રવેશોત્સવ બાબતે જણાવ્યું હતું કે, જૂન-2023ના શરૂ થતા ચાલું શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ માટે દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેથી આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોનો પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓન મધ્યાહન ભોજનનો લાભ આપવામાં આવે છે. તેવી જ રીતે બાલવાટિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ મધ્યાહન ભોજનનો લાભ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બાલવાટિકાનો સમય પણ પ્રાથમિક શાળાના સમય જેટલો જ રાખવામાં આવ્યો છે.

બાલવાટિકા માટે સરકારે કર્યો પરિપત્ર : છ ફેબ્રુઆરી 2023ના રોજ ETV Bharat દ્વારા બાલવાટિકાના અભ્યાસ અંગેનો એક અહેવાલ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે એપ્રિલ માસના અંતિમ દિવસોમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બાલવાટિકાના અભ્યાસ બાબતનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં આવેલી સરકારની તથા અનુનાદિત પ્રાથમિક શાળાઓ કે જે ધોરણ 1થી શરૂ થતી હોય તે તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2023-24થી બાલવાટિકાના વર્ગો શરૂ કરવામાં આવશે. જ્યારે સ્વ નિર્ભર શાળાઓ પણ સરકાર નિયત કરે તે વસ્તી બાલવાટિકાના વર્ગો ફરજિયાત શરૂ કરવામાં આવશે. આમ શૈક્ષણિક વર્ષ 2023-24ની પહેલી જૂનના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને જ બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આમ સરકારી અને ખાનગી શાળામાં બાલવાટીકાના વર્ગ શરૂ થશે પણ આશ્રમશાળામાં વર્ગ શરૂ નહીં થાય.

શાળામાં શિક્ષકો ભરતી બાબતે સ્પષ્ટતા : નવી શિક્ષણનીતિ નિયમને ધ્યાનમાં લઈને પાંચ વર્ષ પૂર્ણ થયા હશે, તેવા બાળકને બાલવાટિકામાં અને છ વર્ષ પૂર્ણ થયા હશે, તેવા બાળકને ધોરણ એકમાં પ્રવેશ માટેની જોગવાઈ છે, ત્યારે રાજ્યની તમામ સરકારી અને અનુનાદિત શાળાઓમાં બાલવાટિકા વર્ગ શરૂ કરવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બાલવાટિકામાં શિક્ષકની જરૂરિયાત ઉપસ્થિત થાય તો ઓછામાં ઓછી પ્રાથમિક શિક્ષણ પ્રમાણપત્ર એટલે કે પી.ટી.સી કરેલા અને બી.એડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોને જ શિક્ષક તરીકેની નિમણૂંક આપવી તેવી પણ જોગવાઈ રાજ્ય સરકારે કરી છે.

  1. Vadodara Protest: વડોદરામાં નવી શિક્ષણનીતિ સામે વાલીઓનો વિરોધ, બાળકો પણ જોડાયા
Last Updated : Jul 18, 2023, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.