ETV Bharat / state

Rain in Gujarat: વરસાદને લઈને તંત્ર એલર્ટ, છેલ્લા 15 વર્ષ કરતા આ વર્ષે કચ્છ-ઉત્તર ગુજરાતમાં પાણીનો સ્ટોક પૂરતો

author img

By

Published : Jun 21, 2023, 11:53 AM IST

Updated : Jun 21, 2023, 12:05 PM IST

ચોમાસુ હવે થોડા જ દિવસમાં ગુજરાતના આંગણે આવી જશે તેવું વાતાવરણ જોઇને લાગી રહ્યું છે. ત્યારે વરસાદને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં તમામ આયોજન અને ચર્ચા કરવામાં આવ્યા હતા.

વરસાદને લઈને તંત્ર એલર્ટ ; છેલ્લા 15 વર્ષ કરતા આ વર્ષે કચ્છ-ઉત્તર ગુજરાતમાં પાણી નો જથ્થો સારો
વરસાદને લઈને તંત્ર એલર્ટ ; છેલ્લા 15 વર્ષ કરતા આ વર્ષે કચ્છ-ઉત્તર ગુજરાતમાં પાણી નો જથ્થો સારો

ગાંધીનગર: ગુજરાતમાં 22 જૂનથી સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ રહી છે. ત્યારે ચોમાસાની સિઝન ધ્યાનમાં લઈને સરકારી તંત્ર પણ આવ્યું છે. હવે દર અઠવાડિયે વેધર વોચ કમિટીની બેઠક પણ મળશે. ત્યારે આજે મળેલી વેધર વોચ કમિટીની બેઠકમાં બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન સંદર્ભે તમામ વિભાગો પાસે વિગતો મેળવી કામગીરીની સમીક્ષા કરાઇ હતી. ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો છેલ્લા 15 વર્ષોની સ્થિતિએ સૌથી વધુ હોવાનું વિગતો સામે આવી છે.

પાણીનું આયોજન: રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા બિપરજોય સાયક્લોન અને વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સિંચાઇ વિભાગના અધિકારીશ્રીએ જળાશયોની સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો છેલ્લા 15 વર્ષોની સ્થિતિએ સૌથી વધુ છે. રાજયમાં 206 જળાશયો પૈકી 04 જળાશય હાઈ એલર્ટ, 01 એલર્ટ, 03 વોર્નિંગ પર છે.

તોફાની બેટિંગ: વાવેતર સારું, NDRF SDRF એલર્ટ પર વરસાદની સીઝનમાં ગમે ત્યારે ગમે તે જિલ્લામાં વરસાદ તોફાની બેટિંગ કરે છે. ત્યારે કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો આપતા જણાવવામાં આવ્યું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય વાવેતર વિસ્તારની સામે 12.54 ટકા વાવેતર થયું છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ. ના દ્વારા જણાવાયુ કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે તથા તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે.

કોણ કોણ રહ્યા હાજર: આ બેઠકમાં રાહત કમિશનર દ્વારા કૃષિ વિભાગ, સિંચાઇ અને સરદાર સરોવર નર્મદા નિગમ, NDRF, SDRF , ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, BISAG, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, આરોગ્ય, ફોરેસ્ટ, કમિશનર(મ્યુનિસિપાલિટી), આર્મી તથા શહેરી વિકાસ, પંચાયત, શિક્ષણ, ફિશરીઝ, નેવી, કોસ્ટ ગાર્ડ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, એર ફોર્સ, આર્મી, મરીન તેમજ ઈસરો સહિતના તમામ વિભાગોના અધિકારીઓ પાસેથી બિપરજોય વાવાઝોડાને પરિણામે અસરગ્રસ્ત જિલ્લાઓમાં થયેલા નુકસાનની વિસ્તૃત વિગતો મેળવી તેની સમીક્ષા કરી હતી. તે ઉપરાંત વાવાઝોડા દરમિયાન કરવામાં આવેલી રાહત બચાવ કામગીરી અંગે પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી.

  1. Rajkot Rain: છેલ્લા 24 કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ, આજીડેમ 2 છલોછલ
  2. Rain News : સાબરકાંઠામાં મેઘ મલ્હાર, રોડ રસ્તાથી લઈને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા
Last Updated :Jun 21, 2023, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.