ETV Bharat / state

ગુજરાતમાં અત્યાર સુધીમાં H3N2ના 6 કેસ, જૂના વાયરસથી એકનું મૃત્યુ

author img

By

Published : Mar 17, 2023, 4:43 PM IST

Updated : Mar 17, 2023, 9:40 PM IST

ગુજરાત રાજ્યમાં જુદા જુદા વાયરસને લઈને એક પ્રકારનું જોખમ તોળાઈ રહ્યું છે. એવામાં સરકારે એ વાત ગૃહમાં સ્પષ્ટ કરી છે કે, ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં H3N2ના 6 કેસ નોંધાયા છે. જોકે, આ સ્પષ્ટતા સાથે સરકારે સ્વાઈન ફ્લૂને લઈને પણ પોતાની તૈયારીઓનો એક રીપોર્ટ જાહેર કર્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં H3N2ના 2 કેસ, નવા વાયરસથી એકનું મૃત્યુ
ગુજરાતમાં અત્યાર સુધીમાં H3N2ના 2 કેસ, નવા વાયરસથી એકનું મૃત્યુ

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં એક જાન્યુઆરી 2023 થી 13 માર્ચ 2023 સુધી 80 H1N1 અને H3N2 ના 6 કેસ નોંધાયા છે, જ્યારે નવા વાઈરસ H3N2 થી એક પણ મૃત્યું નોંધાયું નથી પણ H1N1થી 1 મૃત્યુ નોંધાયું છે. સરકારે વિધાનસભામાં આ વાત સ્પષ્ટ કરી છે. સદનમાં 116ના નોટીસ અંતર્ગત સરકાર પાસેથી આ અંગેનો જવાબ માંગવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Corona Update : કોરોનાના કેસ 100ને પાર, 24 કલાકમાં 119 કેસ નોંધાયા,

સરકારની સ્પષ્ટતાઃ રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે સીઝનલ બાબતે જણાવ્યું હતું કે અગાઉ વર્ષ 2009માં વાયરસના બંધારણમાં ફેરફાર થવાના કારણે સમગ્ર વિશ્વ સાથે ભારતમાં પણ એન્ટ્રી થઈ હતી. 2009 જુલાઈમાં ગુજરાતમાં પ્રથમ સ્વાઈન ફ્લૂનો કેસ નોંધાયો હતો ત્યારબાદ 2010 માં સ્વાઈન ફ્લૂના કેસ તથા મૃત્યુ પણ નોંધાયા હતા આમ, આ પછીના વર્ષોમાં કેસ સતત ઘટતા ગયા હતા.

વાયરસનો કહેરઃ ગુજરાતમાં હાલમાં નવા ઈન્ફ્લુએન્ઝા H3N2 વાયરસનો કહેર સામે આવ્યો છે. જ્યારે બરોડામાં એક શંકાસ્પદ દર્દીનું પણ નવા વાયરસ મૃત્યુ થયું છે. ત્યારે ગુજરાત વિધાનસભા ગ્રુહમાં પ્રશ્નોત્તરી બાદ કોંગ્રેસ ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, રમણલાલ વોરા, પાયલ કુકરાણી અને હર્ષદ પટેલે 116 ની નોટિસ મુજબ રાજ્ય સરકારે નવા વાયરસ બાબતે કઈ રીતનું આયોજન કર્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly: રાજ્યમાં આજે પણ 2.70 લાખ શિક્ષિત બેરોજગાર

ખાસ વૉર્ડ તૈયારઃ લોકોને આ રોગથી દૂર રાખવા માટેની સુવ્યવસ્થા છે તે બાબતના વિષય ઉપર નોટિસ આપી હતી જેમાં રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલો જનરલ હોસ્પિટલમાં ખાસ isolation વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે જરૂરી દવાઓ વેન્ટિલેટર્સ પીપી કીટ અને માસ્કનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

ખાસ તાલીમ અપાઈઃ જ્યારે આયસોલેશન બોર્ડમાં ફરજ બજાવતા તમામ સ્ટાફને સિઝનલ અંગેની તાલીમ આપવામાં આવી છે જ્યારે બિઝનેસ લો બાબતની મહત્વની અને ખૂબ અસરકારક દવા એવી ઓસેલ્ટામાવીર નામની દવાઓ કુલ 2,74,400 જથ્થો વેરહાઉસ માં ઉપ્લબ્ધ છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly : ગટરમાં સફાઈ કરતા 11 કર્મીઓના મૃત્યુ, વારસદારને નોકરીના હુકમ પર સરકારમાં વિચારણા

13 લેબોરેટરી માં ટેસ્ટીગઃ રાજ્યની હોસ્પિટલોમાં ઓપીડી ની સંખ્યામાં 10 થી 15 ટકાનો વધારો જોવા મળેલ છે અને ઇન ડોર દર્દીમાં 3 થી 5 ટકાનો વધારો થયો છે. જેથી હવે રાજ્ય સરકારે સીજનલ સોના લક્ષણો ધરાવતા દર્દીઓને પોઝિટિવ છે કે નહીં તે માટે રાજ્યની 13 સરકારી લેબોરેટરીમાં વિનામૂલ્ય કરી આપવામાં આવે છે જ્યારે 60 ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટીંગ શરૂ છે અને પરિસ્થિતિ મુજબ જો જરૂર જણાય તો 200થી વધુ લેબોરેટરીમાં ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે.

સીઝનલ ફ્લુના નીચે મુજબના લક્ષણોજણાતા શું કરવું જોઈએ

કેટેગરી- એ

શરીરનો દુખાવો, માથાનો દુખાવો, ઝાડા અને ઉલ્ટી સાથે અથવા હળવો તાવ અનેઉધરસ તેમજ ગળામાં દુખાવો.

કેટગરી – એ ના લક્ષણો દેખાય તો શુંકરવું?

જેમાં ઓસેલ્ટામાવીર દવા લેવાની જરૂરનથી

આઈસોલેશનમાં રહેવું તેમજ અન્યવ્યક્તિઓનો સંપર્ક ટાળવો

સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.

કેટેગરી- બી ૧

કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત ભારેતાવ અને ગળામાં સખત દુખાવો અને ખાંસી

કેટેગરી- બી ૨

કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત હાઇરીસ્ક સ્થિતિ

ઉંમર ૬૫ વર્ષથી વધુ

ગર્ભાવસ્થા

5 વર્ષથી નાની વયના બાળકો

શ્વસનતંત્રની બીમારી

લાંબાગાળાનાં હૃદય, કિડની, લીવર અને કેન્સરની બીમારી ધરાવતા દર્દી

ડાયાબિટીસ ના દર્દી

એચઆઇવી/એઇડ્સ

કેટેગરી - બી ના લક્ષણોમાં શું કરવું?

ઓસેલ્ટામિવીર આપવાની હોય છે.

આઈસોલેશનમાં રહેવાનું.

અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો

સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.

કેટેગરી-સી

કેટેગરી- એ અને બી ના લક્ષણો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા ગભરામણ, ગળફામાં લોહીપડવું અથવા બી.પી ઘટી જવું, ન્યુમોનીયાની અસર

કેટેગરી - સી ના લક્ષણોમાં શું કરવું?

હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી

સિઝનલ ફ્લુ પરીક્ષણ કરાવવું જરૂરી

ઓસેલ્ટામિવીર આપવાની હોય છે.

Last Updated : Mar 17, 2023, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.