ETV Bharat / state

Liquor Permit In Gift City: 'ગાંધી'નગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, વિપક્ષે કહ્યું - ગુજરાતીઓનું અપમાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 23, 2023, 12:40 PM IST

Updated : Dec 23, 2023, 12:50 PM IST

ગાંધીના કહેવાતા ગુજરાતમાં દારૂબંધી હવે નામની જ રહી જશે તેવું રાજ્ય સરકારના ગઈકાલના નિર્ણય પરથી લાગી રહ્યું છે. રાજ્ય સરકારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની સત્તાવાર છૂટ આપી છે.

Liquor Permit In Gift City
Liquor Permit In Gift City

ગાંધીનગર: ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં " વાઈન એન્ડ ડાઈન" ફેસિલિટી હેઠળ રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાંથી મુક્તિ આપી છે.

ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ કોને મળશે ?

  • સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ અને માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી " વાઈન એન્ડ ડાઈન" આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે.
  • ગિફ્ટ સિટીમાં આવેલ દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં દારૂનું સેવન કરી શકશે.
  • GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં " વાઈન એન્ડ ડાઈન" એટલે કે એફ.એલ.૩ લાયસન્સ મેળવી શકશે.
  • GIFT City ખાતે રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ હોટેલ/કલબ રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.
  • સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ એફ.એલ.૩ લાયસન્સ ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટ કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

પાછલા બારણેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું ષડ્યંત્ર:

'આ ગુજરાત મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભગવાન સ્વામિનારાયણની ભૂમિ છે. ભાજપ સરકાર પાછળના બારણેથી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ કરી રહી છે. ગુજરાતમાં દારૂબંધી છે એટલે જ વિકાસ થઈ રહ્યો છે. નવરાત્રીના સમયમાં બહેન દીકરીઓ રાતે બે કે ત્રણ વાગે પોતાના સ્કૂટર ઉપર એકલા ઘરે જઈ શકે છે. દારૂબંધી હોવાના કારણે જ ઉદ્યોગપતિઓ ગુજરાતમાં આવે છે કારણ કે ઉદ્યોગપતિઓને પણ ખબર હોય છે કે કારીગરો બીજા આડાઅવળાં રસ્તે ચડશે નહીં. દારુબંધી હોવાના કારણે જ 1992માં ગુજરાતમાં ખૂબ સારું મૂડી રોકાણ થયું અને એશિયાની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ અને એસઆર ગુજરાતમાં આવી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી. ગુજરાતમાં પહેલાથીને જે હપ્તારાજથી દારૂ વેચાય છે તે બંધ કરાવવું જોઈએ અને આ નિર્ણય મુદતવી રાખવામાં આવે.' - શક્તિસિંહ ગોહિલ (પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ)

  • ગુજરાતમાં પાછલા બારણે દારૂ બંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ છે . ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂબંધી હટાવવાના નિર્ણય પર મારી પ્રતિક્રિયા 👇. pic.twitter.com/da1Cs2ZUZv

    — Shaktisinh Gohil MP (@shaktisinhgohil) December 22, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપ સરકારે ગાંધીજીનું અપમાન કર્યું:

'ભાજપ સરકારે ફક્ત ગાંધીનું નહીં પરંતુ ગાંધીજીનું અપમાન કર્યું છે. મહાત્મા ગાંધીએ જ ગુજરાતમાં દારૂબંધીની ભલામણ કરી હતી. ત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાનથી ફક્ત 15 KMની રેન્જમાં જ દારૂની છૂટ આપવામાં આવી છે. હવે ત્યાં જઈને અધિકારીઓ પણ દારૂ પીશે અને ત્યારબાદ ધીમે ધીમે આખા ગુજરાતમાં દારૂબંધી મુક્ત કરવાનો આ પ્રયાસ છે. આ ગુજરાત અને ગુજરાતીનું અપમાન છે અને જો રાજ્ય સરકાર આ નિર્ણય પાછો નહીં લેતો આમ આદમી પાર્ટી આંદોલન કરશે.' - ઇસુદાન ગઢવી (પ્રદેશ પ્રમુખ, આપ)

  • महात्मा गांधी के गुजरात में गिफ्ट सिटी में शराब की छुट्टी !? ये तो ना सिर्फ़ बापू का अपमान है ! सभी गुजरातियों का भी अपमान है ! ग़ज़ब की भाजपा सरकार है ! pic.twitter.com/BLWLGXysxA

    — Isudan Gadhvi (@isudan_gadhvi) December 22, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">
  1. Vadodra news: વિકાસના પંથે વડોદરા, શહેરને રૂ.૭૨૨ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી
  2. Gift city of Gandhinagar: ગિફ્ટ સિટીમાં એશિયાની સૌથી મોટી કંપની થશે કાર્યરત, CM ભુપેન્દ્ર પટેલે CtrlS ગ્રુપના ગાંધીનગર-૧ 'ડેટા સેન્ટર'નું કર્યુ ભૂમિપૂજન
Last Updated : Dec 23, 2023, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.