ETV Bharat / state

ચૂંટણીમાં માટે તૈયાર કરાયો સુરક્ષાનો અભેદ કિલ્લો, શાંતિપૂર્ણ માહોલમાં થશે મતદાન

author img

By

Published : Nov 30, 2022, 10:18 AM IST

Updated : Nov 30, 2022, 12:03 PM IST

ચૂંટણીમાં માટે તૈયાર કરાયો સુરક્ષાનો અભેદ કિલ્લો, શાંતિપૂર્ણ માહોલમાં થશે મતદાન
ચૂંટણીમાં માટે તૈયાર કરાયો સુરક્ષાનો અભેદ કિલ્લો, શાંતિપૂર્ણ માહોલમાં થશે મતદાન

રાજ્યમાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) પહેલા તબક્કાનું મતદાન થશે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી (Tight Security Arrangements For Voting Day) દેવાયો છે. આ સાથે જ વધુ સુરક્ષા માટે કેન્દ્રમાંથી પણ ટીમ મગાવવામાં આવી છે.

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે (1 ડિસેમ્બરે) થશે. ત્યારે ચૂંટણીના બંને તબક્કાના મતદાન દરમિયાન પોલીસ સુરક્ષાનો (Tight Security Arrangements For Voting Day) અભેદ કિલ્લો તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસના જવાનો પહેલા તબક્કાની ચૂંટણીની (Gujarat Election 2022) કામગીરી પૂર્ણ કર્યા પછી બીજા તબક્કાના મતદાનમાં પણ ફરજ બજાવશે. આ માટે ચૂંટણી પંચ (Election Commission of Gujarat) દ્વારા ટ્રાન્સપોર્ટનું ભથ્થું ચૂકવવામાં આવશે.

કેન્દ્રમાંથી 700 ટીમ આવી ગુજરાત ચૂંટણીમાં વિધાનસભાની (Gujarat Election 2022) પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની (Central Reserve Police Force) 700 જેટલી કંપનીઓને તહેનાત કરવામાં આવી છે, જેમાં એક ટીમમાં 100 જેટલા જવાનોનો સમાવેશ થાય છે. આમ, કુલ 70,000 જેટલા જવાનો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તહેનાત કરવામાં આવ્યા છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે, BSF, CRPF, CISF, ITPB અને CAPFની 150થી વધુ કંપનીઓ ગુજરાત ચૂંટણીમાં તહેનાત કરવામાં આવ્યા છે.

ચૂંટણી અગાઉ જ બંદોબસ્તની જવાબદારી મળતી માહિતી પ્રમાણે, ચૂંટણીની (Gujarat Election 2022) જાહેરાત થયા બાદ તાત્કાલિક ધોરણે પ્રથમ તબક્કાનું મતદાન જ્યાં થવાનું છે. તેવા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સોસાયટી જેટલી કંપનીઓને પહેલાથી બંદોબસ્તની જવાબદારી સોંપી દેવામાં આવી હતી. આમાં 16,000 જેટલા જવાનો હાજર છે. જ્યારે કેન્દ્રિય ગૃહ વિભાગ દ્વારા તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. તો વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) દરમિયાન પણ વધુ પોલીસ ફોર્સ સાથે સ્થાનિક પોલીસનું તંત્ર પણ કામે લાગી જશે.

ચૂંટણી ફરજમાં આટલા જવાનો તહેનાત 32,000 CAPFના જવાનો, 10,000 BSF જવાનો, 15,000 CRPF જવાન (Central Reserve Police Force), 15,000 ITBP અને RAF જવાન, 1,45,248 ગુજરાત પોલીસના જવાન, 16,282 SRP જવાન, 51,674 હોમગાર્ડ જવાન મળી કુલ 2,94,002 જવાનો ચૂંટણી ફરજમાં તહેનાત રહેશે.

સ્થાનિક પોલીસ એક તબક્કાથી બીજા તબક્કામાં ફરજ પર હાજર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠક પર 1 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે ગુજરાતમાં SRPના 18 જૂથ, કમાન્ડો ફોર્સ, બોર્ડર વિંગ હોમગાર્ડ, જીઆરડી, એસ.આર.ડી. સહિત કુલ 1,37,002 જેટલા પોલીસ કર્મચારીઓ અને જવાનોને પણ ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, એક તબક્કાની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ પોલીસ કર્મચારીઓ બીજા તબક્કાના મતદાન ક્ષેત્રમાં આવીને સુરક્ષાની (Tight Security Arrangements For Voting Day) જવાબદારી સંભાળશે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના EVM સ્ટ્રોન્ગ રૂમ પર ત્રણ લેયરમાં સુરક્ષાની (Gujarat Election 2022) જવાબદારી ગણતરીના જવાનો અને અમૂક ફોર્સ ઉપરાંત સ્થાનિક પોલીસ તંત્રને જવાબદારી સોંપવામાં આવશે.

Last Updated :Nov 30, 2022, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.