ભરૂચની 5 બેઠક પર કાલે થશે મતદાન, 1359 EVM VVPAT મશીન મૂકાશે

author img

By

Published : Nov 30, 2022, 10:04 AM IST

Updated : Nov 30, 2022, 11:58 AM IST

ભરૂચની 5 બેઠક પર કાલે થશે મતદાન, 1359 EVM VVPAT મશીન મૂકાશે

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે આવતીકાલે મતદાન (Polling vote in Bharuch Assembly Constituency) થશે. અહીં ચૂંટણી પંચે (Election Commission of Gujarat) મતદાનની તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરી દીધી છે. જિલ્લામાં કુલ 1359 EVM મશીન અને 1359 VVPAT મશીનથી મતદાન (EVM VVPAT Machine in Bharuch) કરવામાં આવશે.

ભરૂચ રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે આવતીકાલે (1 ડિસેમ્બરે) પહેલા તબક્કાનું મતદાન (Polling vote in Bharuch Assembly Constituency) થશે. ત્યારે ભરૂચમાં પણ કાલે મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં વાગરા (vagra assembly constituency), ભરૂચ (Bharuch Assembly Constituency), જંબુસર (Jambusar Assembly Constituency), અંકલેશ્વર-હાંસોટ (ankleshwar assembly constituency) અને ઝઘડિયા (Jhagadiya assembly constituency) એમ કુલ 5 વિધાનસભા બેઠકો આવેલી છે.

EVM મશીન સુસજ્જ જિલ્લાના મતદારો આ પાંચેય બેઠકો (Bharuch Assembly Constituency) પરના ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ કરશે. આ માટે ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા પણ કરી છે. અહીં 5 બેઠકો માટે કુલ 1359 EVM અને 1359 વિવીપેટ મશીન (EVM VVPAT Machine in Bharuch) મૂકવામાં આવશે.

કાંટાની ટક્કર જિલ્લાની પાંચેય બેઠકો પર કાંટાની ટક્કર જોવા મળશે. વાગરા બેઠક પર કૉંગ્રેસ અને ભાજપની ટક્કર જોવા મળશે. જ્યારે ભરૂચ વિધાનસભાની બેઠક (Bharuch Assembly Constituency) પરથી ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ટક્કર જોવા મળશે અને વાત રહી અંકલેશ્વરની તો અંકલેશ્વર વિધાનસભાની બેઠક પર 2 સગા ભાઈઓ સામસામે ઊભા રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ટક્કર જોવા મળશે.

વાગરા અને જંબુસરની વિધાનસભાની બેઠક પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 વાર પ્રચાર કરી ચૂક્યા છે. જ્યારે ઝઘડિયા વિધાનસભાની બેઠક પર (Jhagadiya assembly constituency)વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. ઉપરાંત અંકલેશ્વર વિધાનસભાની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા દ્વારા પ્રચાર કરવામાં આવ્યું હતું.

Last Updated :Nov 30, 2022, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.