ETV Bharat / state

ચૂંટણી જીત્યા પછી કોઈ મારી પર આક્ષેપ ન કરે એટલે બધી મિલકત બતાવી દીધીઃ જી. એસ. પટેલ

author img

By

Published : Nov 22, 2022, 11:22 AM IST

ગાંધીનગરની માણસા બેઠક (mansa assembly constituency) પર ભાજપે જી. એસ. પટેલને ટિકીટ (bjp candidate g s patel for mansa ) આપી છે. ત્યારે બીજા તબક્કાના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં મારો વિજય થશે અને ત્યારબાદ કોઈ પણ મારી પર આક્ષેપ ન કરે તે માટે મેં મારી (gujarat election 2022) તમામ પ્રોપર્ટી જાહેર કરી છે.

ચૂંટણી જીત્યા પછી કોઈ મારી પર આક્ષેપ ન કરે એટલે બધી મિલકત બતાવી દીધીઃ જી. એસ. પટેલ
ચૂંટણી જીત્યા પછી કોઈ મારી પર આક્ષેપ ન કરે એટલે બધી મિલકત બતાવી દીધીઃ જી. એસ. પટેલ

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat election 2022) અંતિમ ઘડીમાં આગળ વધી રહી છે. ત્યારે સોમવારે બીજા તબક્કાના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાનો છેલ્લા દિવસે માણસા બેઠક પર ભાજપના ઉમેદવાર જી. એસ. પટેલે મહત્વનું નિવેદન (bjp candidate g s patel for mansa) આપ્યું હતું. તેઓ 182 વિધાનસભાના તમામ ઉમેદવારોમાં સૌથી વધુ પ્રોપર્ટી ધરાવતા ઉમેદવાર છે.

કોઈ આક્ષેપ ન કરે તે માટે મિલકત બતાવી માણસાના (mansa assembly constituency) ભાજપના ઉમેદવાર જી. એસ. પટેલે (bjp candidate g s patel for mansa) મીડિયા સાથેની વાતચીતમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મારો વિજય થશે અને ત્યારબાદ 5 વર્ષ પછી કોઈ પણ મારા ઉપર આક્ષેપ ન કરે તેને ધ્યાનમાં લઈને મેં મારી તમામ પ્રોપર્ટીની જાહેરાત કરી છે.

1

કોણ છે જી.એસ. પટેલ ગાંધીનગર જિલ્લાની માણસા વિધાનસભા બેઠક (mansa assembly constituency) પરથી ભાજપે જનસંઘથી જોડાયેલા જયંતિ પટેલને ઉમેદવાર તરીકેની જાહેરાત કરી છે. અનેક ચિંતન બેઠક કર્યા બાદ જંયતી પટેલને માણસા વિધાનસભાની બેઠકની (mansa assembly constituency) ઉમેદવારી પ્રાપ્ત થઈ છે. ત્યારે જયંતિ પટેલે પોતાની ઉમેદવારીપત્રમાં એફિડેવિટ દરમિયાન તેમની પાસે કુલ 691.20 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું જાહેર કર્યું છે. જ્યારે જયંતિ પટેલ જનસંઘથી કાર્યકર્તા તરીકે જોડાયા છે. તેઓ 20 વર્ષથી વધુના સમયથી ભાજપ સાથે જોડાયેલા છે.

શુ કહ્યું જયંતિ પટેલે? માણસમાં ભાજપ ગણતરીના મતથી હારે છે તેમણે ઉમેર્યું હતું કે, હું નાનો હતો ત્યારથી જ જનસંઘમાં જોડાયી ગયો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઇ અને ભાજપમાં આવી ગયા. મહત્વની વાત કરીએ તો, માણસામાં (mansa assembly constituency) પ્રોફેસર મંગલભાઈ 3 વખત ધારાસભ્ય બન્યા હતા. તેમની સાથે રહીને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને ચૂંટણીનો પ્રચાર કર્યો છે. તેમણે ત્રણ વખત ધારાસભ્ય બનાવવામાં ફાળો છે. આ ચૂંટણીમાં મારે 25 ટકા જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચારપ્રસાર કાર્ય પૂર્ણ થયું છે. છેલ્લા 2 ચૂંટણીમાં માણસામાં ભાજપ ફક્ત 500 સુધી 700 જેટલા મતોથી હારે છે. ત્યારે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં માણસાના રહેવાસીઓએ ભાજપને જીતાડવાનું નક્કી કર્યું છે.

ગુજરાતના સૌથી મોટા અમીર ઉમેદવાર પર એક નજર માણસા બેઠક (mansa assembly constituency) પરથી ભાજપના ઉમેદવાર જયંતી પટેલ (bjp candidate g s patel for mansa) પાસે 661.29 કરોડ રૂપિયાની મિલકત, સિદ્ધપુરથી ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત પાસે 447 કરોડ રૂપિયાની મિલકત, દ્વારકાથી ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 178.58 કરોડ રૂપિયાની મિલકત, રાજકોટ પૂર્વ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 159.84 કરોડ રૂપિયાની મિલકત, ભાજપના ઉમેદવાર રમેશ ટિલાળા પાસે 124.86 કરોડ રૂપિયાની મિલકત અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે 111.97 કરોડ રૂપિયાની (A rich candidate of Gujarat Election ) મિલકત છે.

માણસાના ભાજપના ઉમેદવાર જયંતિ પટેલે (bjp candidate g s patel for mansa) વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે, મેં આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (gujarat election 2022) 600 કરોડ રૂપિયાથી વધુની રકમની પ્રોપર્ટી એફિડેવિટમાં જાહેર કરી છે. ત્યારે કાલે કોઈ કઈ પણ બોલી ના જાય. જ્યારે હું રાજકારણમાં જવું છું ત્યારે હું પ્રજાની સેવા કરવા જઉં છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.