ETV Bharat / state

ભાજપે સુરક્ષિત બેઠક ગાંધીનગર દક્ષિણમાં અલ્પેશ ઠાકોરને મેદાને ઉતાર્યા તો AAP કૉંગ્રેસનું પાટીદાર કાર્ડ

author img

By

Published : Nov 21, 2022, 2:30 PM IST

ભાજપે આ વખતે પોતાની સુરક્ષિત ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી (Gandhinagar South Assembly Constituency) અલ્પેશ ઠાકોરને (Alpesh Thakor BJP Candidate) ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. તો કૉંગ્રેસે અહીંથી ડો. હિમાંશું પટેલ (Dr Himanshu Patel Congress candidate) અને આમ આદમી પાર્ટીએ દોલત પટેલને (Dolat Patel AAP Candidate) મેદાને ટિકીટ આપી છે. તો હવે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે તે નક્કી છે. કોણ કોને મ્હાત આપે છે તે તો 8 ડિસેમ્બરે ખબર પડશે.

ભાજપે સુરક્ષિત બેઠક ગાંધીનગર દક્ષિણમાં અલ્પેશ ઠાકોરને મેદાને ઉતાર્યા તો AAP કૉંગ્રેસનું પાટીદાર કાર્ડ
ભાજપે સુરક્ષિત બેઠક ગાંધીનગર દક્ષિણમાં અલ્પેશ ઠાકોરને મેદાને ઉતાર્યા તો AAP કૉંગ્રેસનું પાટીદાર કાર્ડ

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનો માહોલ (Gujarat Election 2022) જામ્યો છે. ત્યારે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક એ (Gandhinagar South Assembly Constituency) ભાજપ માટે સુરક્ષિત બેઠક ગણવામાં આવે છે. તેમ છતાં આ વખતે ફરી આ બેઠક પોતાના કબજામાં લેવા માટે ભાજપે પ્રયાસ શરૂ કર્યા છે. આ બેઠક પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે ભાજપે અલ્પેશ ઠાકોર, કૉંગ્રેસે ડૉ. હિમાંશુ પટેલ (Dr Himanshu Patel Congress candidate) અને આમ આદમી પાર્ટીએ દોલત પટેલને (Dolat Patel AAP Candidate) આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. એટલે આ બેઠક પર બીગ ફાઈટ જોવા મળશે તે નક્કી છે.

છેલ્લા 20 વર્ષ થી કરી રહ્યા છે મહેનત કૉંગ્રેસના ઉમેદવાર ડો. હિમાંશુ પટેલની (Dr Himanshu Patel Congress candidate) વાત કરીએ તો, તેઓ સૌપ્રથમ NSUIમાં સક્રિય રહ્યા હતા. ત્યારબાદ વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) કૉંગ્રેસ કાર્યાલયમાં પ્રવક્તા તરીકેની પણ મહત્વની જવાબદારી સંભાળી હતી. છેલ્લા 20 વર્ષથી તેઓ ગાંધીનગર દક્ષિણ બેઠક (Gandhinagar South Assembly Constituency) પર દાવેદારી કરી રહ્યા હતા, પરંતુ વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં તેમને ઉમેદવાર તરીકે તક મળી છે.

ભાજપના ઉમેદવાર ઠાકોર સમાજના પ્રતિનિધિ છે ભાજપે ગાંધીનગર દક્ષિણની બેઠક પર (Gandhinagar South Assembly Constituency) ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરની જાહેરાત કરી છે. જ્યારે નામ જાહેર થયું નહતું. ત્યારે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ વિરોધ જેવા દ્રશ્યો જોવા મળતા નથી. ઉપરાંત ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે અલ્પેશ ઠાકોર પોતાનું ઠાકોર સમાજનું સંગઠન પણ ચલાવી રહ્યા છે અને દરેક ઘરમાં ઠાકોર સેનાના 2 સભ્ય જોડાયેલા છે. જ્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક ભાજપ પક્ષ માટે સંપૂર્ણ સુરક્ષિત બેઠક છે અને છેલ્લી અનેક ટર્મથી આ બેઠક ઉપર ભાજપનું જ શાસન જોવા મળી રહ્યું છે.

આમ આદમી પાર્ટીએ આપી છે સ્થાનિકને ટિકીટ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં (Gujarat Election 2022) પ્રથમ વખત આમ આદમી પાર્ટી 182 બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ગાંધીનગર દક્ષિણ બેઠકની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી એ સ્થાનિક નેતા દોલત પટેલને (Dolat Patel AAP Candidate) ટિકીટ આપી છે. દક્ષિણ વિધાનસભાના અનેક વિસ્તારો ચાંદખેડા અને મોટેરામાં દોલત પટેલનું નામ ચર્ચામાં રહ્યું છે. તેઓ ઘરે ઘરે પ્રચાર પણ કરી રહ્યા છે.

બેઠક પર મતદારોની સંખ્યા આ બેઠક પર 60,000 ઠાકોર, 50,000 પટેલ, 20,000 ક્ષત્રિય, 20,000 મુસ્લિમ અને 20,000 દલિત મતદારો છે.

આ બેઠકનું મહત્વ ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકની (Gandhinagar South Assembly Constituency) ચર્ચા કરવા જોઈએ તો, આ બેઠક વર્ષ 1967થી ભાજપે 5 વખત જીતનો સ્વાદ ચાખ્યો છે, જ્યારે કૉંગ્રેસે માત્ર 4 વખત જીતનો સ્વાદ ચાખ્યો છે, પરતું આ બેઠક ભૂતકાળના રાજકીય પક્ષોએ એક એક વખત શાસન કર્યું છે, પરંતુ આ બેઠક પહેલાથી ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યો છે, પરંતુ આ વખતે ગઢમાં વાદ વિવાદના વાદળો જોવા મળી રહ્યા છે.

3 ટર્મથી ભાજપનો દબદબો છેલ્લી ત્રણ ટર્મથી અહીં ભાજપનો ભગવો લહેરાયો છે. એટલે કે, વર્ષ 2007થી વર્ષ 2017 સુધી આ બેઠક પર શંભુજી ઠાકોર જીત હાંસલ કરતા આવ્યા છે. જ્યારે વર્ષ 2002માં આ બેઠક (Gandhinagar South Assembly Constituency) પર કૉંગ્રેસના સિનીયર નેતા એવા ડૉ. સી. જે. ચાવડાએ જીત હાંસલ કરી હતી અને તે પહેલાં એટલે કે 1990 અને 1998માં આ આ બેઠક પર ભાજપના ઉમેદવાર વાડિભાઈ પટેલે જીત મેળવી હતી. આ ઉપરાંત 1980થી 1985ની 2 ટર્મમાં કૉંગ્રેસે જીત હાંસલ કરી હતી.

AAP વિલન બની શકે છે મહત્વનું છે કે, અત્યાર સુધી આ બેઠક (Gandhinagar South Assembly Constituency) પર ભાજપ અને કૉંગ્રેસની લડાઈ જોવા મળતી હતી, પરંતુ હવે આમ આદમી પાર્ટી આ બને પક્ષોના વોટ પર સીધી અસર પાડી પરિણામમાં ફેરબદલી કરી શકે તેમ છે. બેઠક પર જાતિ સમીકરણ વધુ જોવા મળ્યું છે. છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ઠાકોર સમાજના આગેવાનને કમાન સોંપવામાં આવી છે અને તે જીત હાંસલ કરી છે, પરંતુ આ વખતે આ બેઠક માટે ભાજપમાં ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે. ભાજપ પક્ષ આ બેઠક આયાતી ઉમેદવાર એવા અલેપશ ઠાકોરને આ બેઠક પરથી ચૂંટણી લડાવવાના તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.