ETV Bharat / state

Gujarat Education : જર્જરીત શાળાઓમાં સમારકામ શરુ, 3267 શાળાના 9667 ઓરડા નવા બનાવશે, 20899 ઓરડાનું રીપેરીંગ શરુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 6:36 PM IST

ગુજરાતમાં શિક્ષણની ખસ્તા હાલતમાં નમૂના તરીકે વારંવાર કલાસરુમની સ્થિતિ પણ દર્શાવવામાં આવતી હોય છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો ફરી વિપક્ષના હાથે ન ચડે તે માટે આખરે સરકારે શાળાઓમાં સમારકામ અને નવા બનાવવાની પ્રક્રિયાના ટેન્ડર પાસ કરી દીધાં છે અને કામ શરુ કરાયું છે.

Gujarat Education : જર્જરીત શાળાઓમાં સમારકામ શરુ, 3267 શાળાના 9667 ઓરડા નવા બનાવશે, 20899 ઓરડાનું રીપેરીંગ શરુ
Gujarat Education : જર્જરીત શાળાઓમાં સમારકામ શરુ, 3267 શાળાના 9667 ઓરડા નવા બનાવશે, 20899 ઓરડાનું રીપેરીંગ શરુ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષ દ્વારા શાળા, જર્જરીત ઓરડાઓ, શિક્ષકોની ઘટના મુદ્દાઓને ચૂંટણીના મુદ્દા બનાવવામાં આવ્યા હતાx. રાજ્યમાં ભાજપ પક્ષ 2022 ની ચૂંટણીમાં 156 બેઠક સાથે જીત મેળવી છે ત્યારે ફરી વિપક્ષ દ્વારા શિક્ષણને મુદ્દો બનવીને સરકાર પર પ્રહાર ન કરે તેને લઇને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્યની સરકારી શાળાઓના જર્જરીત ઓરડાઓને રીપેર અને નવા બાંધકામની શરુઆત કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે 757 ટેન્ડર પાસ કરીને રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.

મૂળ કેટલી શાળાઓના કેટલા ઓરડાઓ જર્જરીત : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં કુલ 6,895 જેટલી શાળાઓના 21,910 જેટલા સંપૂર્ણ જર્જરીત પરિસ્થિતિમાં હતા અને 28,475 ઓરડામાં રીપેરીંગની જરૂર હતી. જેમાં સરકાર દ્વારા હાલમાં કુલ 1524 જેટલા ટેન્ડર શાળા અને ઓરડાઓના રીપેરીંગ માટે બહાર પાડવામાં આવ્યા છે. જેમા 757 જેટલા ટેન્ડર સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યા છે. જ્યારે આ 757 જેટલા ટેન્ડરમાં કુલ 3267 શાળાઓના 9667 ઓરડાઓ નવા બનાવવાનું અને 20,899 ઓરડાઓનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે હજુ 127 ટેન્ડરો પ્રક્રિયા હેઠળ છે.

757 ટેન્ડર પાસ કરીને રીપેરીંગ કામ શરૂ
757 ટેન્ડર પાસ કરીને રીપેરીંગ કામ શરૂ

અંતરિયાળ વિસ્તારમાં જવા કોઈ કોન્ટ્રાક્ટર તૈયાર નહીં : રાજ્ય સરકાર દ્વારા ઓરડાઓના રીપેરીંગનું કામ હાથ પર લેવામાં આવ્યું છે ત્યારે સરકાર દ્વારા પોકેટમાં શાળાના ઓરડાઓના રીપેરીંગના કામ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં તમામ શાળામાં જર્જરીત શાળાના ઓરડાઓને નવા બનાવવા ઉપરાંત જ્યાં રીપેરીંગની જરૂર છે ત્યાં રીપેરીંગનું કામ આપી દેવામાં આવ્યું છે. જ્યારે અમુક અંતરિયાળ વિસ્તારમાં કોન્ટ્રાકરોએ જવા તૈયાર નથી તેવા વિસ્તારમાં નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ટૂંક સમયમાં તમામ જર્જરિત શાળાઓના રીપેરીંગ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકારે બજેટ 2023-24માં 937 કરોડની જોગવાઈ કરી છે. જયારે હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2023માં જાહેર કરવામાં આવેલ શિડયુલ ઓફ રેટ્સ( SOR) પ્રમાણે 1 ઓરડાની યુનિટ કોસ્ટ 19 લાખ ની આસપાસ રાખવામાં આવી છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ સજ્જ વર્ગ ખંડ બનાવવામાં આવશે...કુબેર ડીંડોર (શિક્ષણપ્રધાન)

385 રિટેન્ડર કરવામાં આવ્યા : રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1524 જેટલામાંથી 385 તરીકે રીટેન્ડર કરવામાં આવ્યા છે. જેમાં 1989 શાળાના ઓરડાનો રીપેરીંગ આ ટેન્ડરમાં સમાવેશ થયો છે. ઉલ્લેખનીય છે કે અમુક અંતરે વિસ્તારમાં કોન્ટ્રાક્ટર જવા તૈયાર ન થવાના કારણે ફરીથી ટેન્ડર કરવામાં આવ્યા છે.
9667 ઓરડાઓ સંપૂર્ણ નવા બનશે : ગુજરાતની સરકારી શાળાઓમાં અમુક શાળાના ઓરડાઓ સંપૂર્ણ પણે જર્જરિત થઈ ગયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ તમામ ઓરડાઓને તોડી પાડીનેે નવેસરથી તૈયાર કરવામાં આવશે. જેમાં શિક્ષક વિભાગે આપેલ માહિતી મુજબ હાલમાં 9667 ઓરડાઓ સંપૂર્ણપણે નવા તૈયાર કરવામાં આવશે. જ્યારે 20,899 ઓરડાઓઓનું સમારકામ કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં કુલ 6895 શાળાના 21,910 ઓરડાઓ સંપૂર્ણ નવા અને 24,475 ઓરડાઓ રીપેરીંગ કરવામાં આવશે.

સૌથી વધુ જર્જરીત ઓરડા બનાસકાંઠામાં : સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 1133 નવા ઓરડાઓ અને 1478 ઓરડાઓના રીપેરીંગ કરવામાં આવશે. જ્યારે સૌથી ઓછા ઓરડાઓની વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લામાં ફક્ત 27 જેટલા જ ઓરડાઓ નવા તૈયાર કરવામાં આવશે. ઉપરાંત મહીસાગર જિલ્લામાં એક પણ ઓરડા જર્જરીત ન હોવાનો રાજ્ય સરકારના સર્વેમાં બહાર આવ્યું છે.

  1. Valsad News : આ રીતે ભણશે ગુજરાત તો આગળ કેવી રીતે વધશે ગુજરાત, 248 શાળાના 787 નવા ઓરડાની લાંબી રાહ
  2. Gujarat Education System: ક્યાંક શિક્ષકો તો ક્યાંય ઓરડાની અછત, શિક્ષકો પાસે જ નથી યોગ્ય લાયકાત, શું પતરા અને જર્જરિત ઓરડા નીચે ભણશે ગુજરાત ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.