ETV Bharat / state

ગુજરાત બજેટ 2020-21ઃ જુઓ શિક્ષણ માટે કેટલું ફાળવાયું બજેટ...

author img

By

Published : Feb 26, 2020, 5:42 PM IST

ગુજરાત શિક્ષણ બજેટ 2020-2021
ગુજરાત શિક્ષણ બજેટ 2020-2021

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, કેળવણી એટલે બાળકના શરીર, મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ, વર્ગખંડોમાં ઘડાઇ રહેલા ભારતના ભાવિને ઉજ્જવળ બનાવવા અમારી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા સ્કૂલ ઑફ એકસલન્સ યોજનાની જાહેરાત કરૂ છું, જે અંતર્ગત ઉત્કૃષ્ટ શાળાઓ બનાવી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરાશે.

  • શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા 31,955 કરોડની જોગવાઇ

    રાજયની શાળાઓ પૈકી 500 શાળાઓને સ્કૂલ ઑફ એકસલન્સ તરીકે વિકસાવવામાં આવશે. તાલુકાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને આ સ્કૂલમાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે. આવી શાળાઓમાં તમામ અદ્યતન માળાખાકીય સુવિધાઓ, સ્માર્ટ કલાસરૂમ, કોમ્યુટર લેબ, એમ તે અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે રૂ.250કરોડની જોગવાઇ
  • મને જણાવતા આનંદ થાય છે કે, આ વર્ષે પ્રાથમિક શાળાઓના નવા 7,000વર્ગખંડોનું બાંધકામ હાથ ધરવામાં આવશે, જે માટે રૂ.650 કરોડની જોગવાઈ
    શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અને યોજનાઓના ઑનલાઇન રિયલ ટાઇમ મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ સુદઢ બનાવવામાં આવશે, જે માટે રૂ.188 કરોડની જોગવાઈ
    ગુજરાત બજેટ 2020-21ઃ જુઓ શિક્ષણ માટે કેટલું ફાળવાયું બજેટ...

  • શાળાની શૈક્ષણિક કામગીરી અને માળખાકીય સુવિધાઓના મૂલ્યાંકન માટે ગુજરાત સ્કૂલ કવોલિટિ એક્રેડીટશન કાઉન્સીલ માટે રૂ.5 કરોડની જોગવાઇ
  • ધોરણ 1થી 8 ના આશરે 43 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે રૂ.980 કરોડની જોગવાઈ
    ગુજરાત શિક્ષણ બજેટ 2020-2021
    ગુજરાત શિક્ષણ બજેટ 2020-2021
    ગુજરાત શિક્ષણ બજેટ 2020-2021
    ગુજરાત શિક્ષણ બજેટ 2020-2021

  • સાત જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓના ૪૦૪ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કિચનશેડ બનાવવા રૂ.10 કરોડની જોગવાઈ, જેનાથી અંદાજે ૫૫ હજાર બાળકોને લાભ થશે
  • રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા અંદાજે 4 લાખ 22 હજાર વિદ્યાર્થીઓની ફી , યુનિફોર્મ, સ્કૂલ બેગ વગેરે માટે સહાય આપવા કુલ રૂ.550 કરોડની જોગવાઇ
  • પ્રાથમિક શાળાના 15,000 વર્ગખંડોમાં અંદાજિત 6 લાખ બાળકોને ઉપયોગી થાય તેવા વર્ચ્યુઅલ કલાસરૂમ અને જ્ઞાનકુંજ સવલત ઊભી કરવારૂ.125 કરોડની જોગવાઇ
  • રાજયના અંતરિયાળ વિસ્તારોમાં 240 કસ્તુરબા ગાંધી વિદ્યાલય રેસીડેન્સીયલ હોસ્ટેલ કમ સ્કૂલોમાં અભ્યાસ કરતી 22,000 કન્યાઓ માટે વિના મૂલ્ય રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે રૂ.85 કરોડની જોગવાઈ
  • ઘરથી સ્કૂલનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં1,50,000 કરતા વધુ બાળકોના પરિવહન માટે રૂ.66 કરોડની જોગવાઈ
  • સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આરે 1,22,450 દિવ્યાંગ બાળકો માટે દશ્ય શ્રાવ્ય સાધનો પૂરાં પાડવા રૂ.50 કરોડની જોગવાઈ
  • વ્યારા ખાતે રૂ 14 કરોડના ખર્ચે નવું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બાંધવામાં આવશે, જેનાથી આદિજાતિ વિસ્તારના શિક્ષકો અને વિદ્યાર્થીઓને લાભ થશે, તેમજ તાલીમ તથા શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે, જે માટે રૂ 4 કરોડની જોગવાઈ
  • ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કોલેજમાં પ્રવેશ મેળવતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ આપવા રૂ.200 કરોડની જોગવાઇ
  • ટેકનિકલ શિક્ષણ હસ્તકની સંસ્થાઓમાં બાંધકામ તેમજ મરામત માટે રૂ.155 કરોડની જોગવાઇ
  • સરકારી યુનિવર્સિટીઓના નવા બાંધકામ તથા સરકારી કોલેજોના ભવનોના બાંધકામ માટે રૂ.246 કરોડની જોગવાઈ
  • યુનિવર્સિટી ખાતે સંશોધન કરતાં વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત જોગવાઈ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, લેકાવાડા, ગાંધીનગર ખાતે વિવિધ બાંધકામ માટે રૂ.75 કરોડની જોગવાઇ
  • ટેકનિકલ શિક્ષણ હેઠળની સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેકનિકોમાં લેબોરેટરી સાધનો, પુસ્તકો, જરૂરી ભૌતિક સંશાધનો વસાવવા તેમજ બાંધકામ અને મરામત રૂ.59 કરોડની જોગવાઇ
  • સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત, રાજયની શૈક્ષણિક સંસ્થાઓનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યાપ વધારવા રૂ.10 કરોડની જોગવાઈ
  • કાછલ - મહુવા , ડેડીયાપાડા અને ખેરગામ ખાતે હયાત સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા તેમજ નવી સાત ગ્રાન્ટ - ઇન - એઇડ વિજ્ઞાન પ્રવાહ કોલેજ શરુ કરવા માટે રૂ 2 કરોડની જોગવાઇ
  • અમારી સરકાર વિદ્યાર્થીઓને અત્યાધુનિક શિક્ષણ આપવા માટે સદા અગ્રેસર રહી છે, એ દિશામાં આગળ વધતા ગુજરાત યુનિવર્સિટી ખાતે D . R . D . 0 સાથે MoU કરી સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડીઝ શરૂ કરવા માટે રૂ.7 કરોડની જોગવાઈ
  • આઇ.આઇ.ટી. રામ ખાતે D . R . D . Oના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઑફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજીનો અભ્યાસક્રમ શરૂ કરવા માટે રૂ.12 કરોડની જોગવાઈ
  • ડિજિટલ એજયુકેશન ડેવલપમેન્ટ ફંડ અંતર્ગત કુલ ૨૨૧ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં ડિજિટલ ટેકનોલોજિ અંગેની પ્રવૃત્તિઓ હાથ ધરવા રૂ.30 કરોડની જોગવાઇ
  • સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી અંતર્ગત અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓ માટે રૂ.20કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી યુવા - સ્વાવલંબન યોજના અમે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવતા લાખો વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ જ્ઞાતિના ભેદભાવ વિના, વાલીની આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પુસ્તકો તથા ગણવેશ વિનામૂલ્ય પૂરા પાડવામાં છે. ઉપરાંત, ટ્યુશન ફી, ભોજનાલય અને છાત્રાલય જેવી સુવિધાઓ માટે સહાય આપ આવે છે, જે માટે કુલ રૂ 935 કરોડની જોગવાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.