ETV Bharat / state

રાજ્યમાં 5011 કોરોના પોઝિટિવ કેસ અને 49 મોત નોંધાયા

author img

By

Published : Apr 10, 2021, 11:12 PM IST

કોરોનાના આંકડાઓ ભયાજનક રીતે વધી રહ્યા છે. શનિવારના રોજ સતત બીજા દિવસે કોરોનાના 5011 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 5 હજારથી વધુ કેસ ભયજનક સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યા છે. જેમાં અમદાવાદમાં એક જ દિવસમાં 1409 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 49 કોરોના દર્દીઓના મોત થયા છે.

કોરોના પોઝિટિવ કેસ
કોરોના પોઝિટિવ કેસ

  • રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના નવા 5011 કેસ નોંધાયા
  • કોરોનાને કારણે 49 લોકોના મોત
  • સૌથી વધુ 16 મોત સુરતમાં અને અમદાવાદમાં 14 મોત નોંધાયા

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કોરોનાના 4 હજારથી પણ વધુ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આજે શનિવારના રોજ કોરોનાના નવા 5011 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાથી 49 કોરોના દર્દીના મૃત્યુ થયા છે.

આ પણ વાંચો - કોરોના નામનો અજગર 42 લોકોને ભરખી ગયો, જાણો વિવિધ જિલ્લાની પરિસ્થિતિ

રાજ્યના દર્દીઓની શું છે સ્થિતિ?

હાલ અમદાવાદમાં કુલ 25 હજાર 129 એક્ટિવ કેસ છે. જેમાંથી 192 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે બાકીના 24 હજાર 937 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3 લાખ 12 હજાર 151 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે આજ દિન સુધી કુલ 4746 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. શનિવારના રોજ રાજ્યમાં 2 લાખ 87 હજાર 617 લોકોને રસી આપવામાં આવી હતી.

કોરોના પોઝિટિવ કેસ
રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના નવા 5011 કેસ નોંધાયા

આ પણ વાંચો - ગુજરાતમાં વિકરાળ બનતો કોરોના, નવા 4,541 કેસ, કુલ 42 લોકોના થયા મોત

કયા જિલ્લામાં કેટલા મોત?

કોરોનાને કારણે શનિવારે કુલ 49 લોકોના મોત થયા હતા. જેમાંથી સુરત મનપા હદ વિસ્તારમાં 15 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1 મોત થયું હતું. આ ઉપરાંત અમદાવાદ મનપાના હદ વિસ્તારમાં 14 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 , વડોદરામાં 4, રાજકોટમાં 8 ગાંધીનગરમાં 2, સુરેન્દ્રનગરમાં 2 અને છોટા ઉદયપુરમાં 1 કેસ નોંધાયો હતો.

તારીખકોરોના દર્દીના મોતની સંખ્યા
1 એપ્રિલ9
2 એપ્રિલ11
3 એપ્રિલ13
4 એપ્રિલ14
5 એપ્રિલ15
6 એપ્રિલ17
7 એપ્રિલ22
8 એપ્રિલ35
9 એપ્રિલ42
10 એપ્રિલ49
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.