ETV Bharat / state

Gujarat Corona Update : 24 કલાકમાં 486 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 1419 દર્દીઓ કોરોનાને માત આપી, 13 દર્દીના મૃત્યુ

author img

By

Published : Feb 19, 2022, 8:49 PM IST

Gujarat Corona Update : 24 કલાકમાં 486 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 1419 દર્દીઓ કોરોનાને માત આપી, 13 દર્દીના મૃત્યુ
Gujarat Corona Update : 24 કલાકમાં 486 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 1419 દર્દીઓ કોરોનાને માત આપી, 13 દર્દીના મૃત્યુ

ગુજરાત રાજ્યમાં કોરોના હવે ધીમાં પગલે ચાલી Gujarat Corona Update)રહ્યો છે.આજે કોરોનાના નવા 486 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 1419 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 12,03,508 દર્દીઓ સાજા થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.63 ટકાએ પહોંચ્યો હતો.

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં કોરોના એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો (Gujarat Corona Update)છે કોરોનાની પ્રથમ અને બીજી લહેર માં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા ત્યારે 25 હજારની આસપાસ પોઝિટિવનો આંકડો( Third Wave of Coronavirus )જતાં હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફેબ્રુઆરીની 19 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 486 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1419 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 13 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં બરોડામાં 04 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવેતો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 192 જેટલા કેસો નોંધાયા છે. સુરત શહેરમાં 21 બરોડા શહેરમાં 62 અને રાજકોટમાં 12 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 1419 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આ પણ વાંચોઃ India Corona Update : ભારતમાં કોરોનાના 22,270 નવા કેસ, 325 દર્દીઓના મોત

આજે 1,60,094 નાગરિકોને રસીકરણ થયું

આજ રોજ 19 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 1,60,094 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે જ્યારે 18 થી 45 વર્ષ થી વયના 11,076 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 49,307 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15 થી 18 વર્ષના 13,591 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે. 52,835 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 18,634 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે રાજ્યમાં કુલ 10,20,84,403 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 5790

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 5790 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 42 વેન્ટિલેટર પર અને 5748 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,887 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 12,03,508 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.63 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ Core Committee Decision : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની મોટી જાહેરાત, 21મીથી પ્રત્યક્ષ શિક્ષણ જ ચાલશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.