ETV Bharat / state

Gujarat Budget Session: ખોટી માહિતી આપવા બદલ 8,90,500 નો દંડ, 99 કેસમાં વિગત ખોટી હોવાની સ્પષ્ટતા

author img

By

Published : Mar 25, 2023, 8:39 PM IST

Updated : Mar 25, 2023, 9:31 PM IST

જેમાં ગુજરાત વિધાનસભામાં માહિતી આયોગ નો વાર્ષિક અહેવાલ 2021- 22 રજૂ થયો છે તેમાં અનેક વિભાગમાં સતત રાઈટ ટુ ઇન્ફોર્મેશન માટેની અરજીઓ આવતી રહે છે ઉપરાંત ખોટી માહિતી પૂરી પાડવા બદલ અધિકારીઓને પણ દંડ થયા હોવાની વિગતો સામે આવી છે.

Gujarat Budget Session: ખોટી માહિતી આપવા બદલ 8,90,500 નો દંડ, 99 કેસમાં વિગત ખોટી હોવાની સ્પષ્ટતા
Gujarat Budget Session: ખોટી માહિતી આપવા બદલ 8,90,500 નો દંડ, 99 કેસમાં વિગત ખોટી હોવાની સ્પષ્ટતા

ગાંધીનગર: વર્ષ 2005 માં કેન્દ્ર સરકારે માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત માહિતી આયોગની રચના કરી હતી અને તમામ નાગરિકો સરકારની કામગીરીથી અજાણ ન રહે અને સરકારની તમામ કામગીરી ની માહિતી સરળતાથી મળી રહે તે માટે લાઈફ ટુ ઇન્ફોર્મેશન એક્ટ લાવવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે પણ ગુજરાત માહિતી આયોગની રચના કરી છે.

આ પણ વાંચોઃ Paper Checking: 61,500 શિક્ષકો પેપર તપાસીને વિધાર્થીઓનું લખશે ભવિષ્ય, સંસ્કૃતનું પેપર લેવાશે ફરી

અધિકારીઓને દંડઃ જાહેર માહિતીમાં જો અધિકારી ખોટી માહિતી અથવા તો અધૂરી માહિતી અથવા તો સમયસર આપે તો માહિતી અધિકારીને દંડ થાય છે. વિધાનસભા રજુ કરાયેલા ગુજરાત માહિતી આયોગના વાર્ષિક અહેવાલમાં 20021 22 માં કુલ 99 કેસોમાં અધિકારીઓને દંડ કરવામાં આવ્યા છે. જેમાં 68 અપીલના અને 31 ફરિયાદ સંબંધિત હતા. કુલ 8,90,500 ના દંડ પણ અધિકારીઓ પાસેથી વસૂલવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2021-22માં કુલ 7435 અપીલો અને ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતી. જે પૈકી 6547 અપીલો અને 888 ફરિયાદ હતી.

આ પણ વાંચોઃ Salicornia Herb: સૌરાષ્ટ્રની ખારાશવાળી જમીન ઘટાડવા માટે સેલિકોર્નિયા બની શકે છે વિકલ્પ

સ્પષ્ટતા કરવામાં આવીઃ માહિતી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, જુદા જુદા વિભાગો અને જાહેર સત્તા મંડળોને મળેલ અરજીઓની માહિતીનો વિશ્લેષણ કરતા ત્રણ વિભાગો અને તેના જાહેર સત્તા મંડળોને વર્ષ દરમિયાન કોઈ 70,634 જીઓ મળી હતી. આ અરજીઓમાં સંખ્યાનું પ્રમાણ કુલ મળેલ અરજીઓના 72 ટકા જેટલું થાય છે. જેમાં ગૃહ વિભાગની વાત કરવામાં આવે તો ગૃહ વિભાગ અંતર્ગત મુખ્ય વિભાગ માં 855 અરજીઓ, જાહેર સત્તા મંડળ 31,868 મળીને કુલ 32,723 અરજીઓ પ્રાપ્ત થઈ છે.

Gujarat Budget Session: ખોટી માહિતી આપવા બદલ 8,90,500 નો દંડ, 99 કેસમાં વિગત ખોટી હોવાની સ્પષ્ટતા
Gujarat Budget Session: ખોટી માહિતી આપવા બદલ 8,90,500 નો દંડ, 99 કેસમાં વિગત ખોટી હોવાની સ્પષ્ટતા

અરજી પ્રાપ્તઃ જ્યારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં 28,791 અરજીઓ અને મહેસુલ વિભાગમાં કુલ 9120 RTI ની અરજીઓ નિગમ ને પ્રાપ્ત થઈ છે. આમ નાણાકીય વર્ષ 2021 22 દરમિયાન સરકારના જુદા જુદા વિભાગો અને તેમના નિયંત્રણ હેઠળના જાહેર સત્તા મંડળે એકંદરે કુલ 97,999 અરજીઓ વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે પ્રાપ્ત થઈ હતી જે પૈકી 6,317 અરજીઓ સીધી વિભાગને મળી હતી જ્યારે બાકીની 91,682 અરજીઓ તેમના હેઠળના જાહેર સત્તા મંડળોને મળી હતી. જ્યારે વર્ષ 2020-21 કરતા વર્ષ 2021-22માં 3003 અરજીઓ વધુ પ્રાપ્ત થઈ હતી.

આ પણ વાંચોઃ Bhuj Food: ભુજમાં 2.65 કિલોનું સૌથી મોટું વડાપાવ તૈયાર કરી રેકોર્ડ બનાવ્યો

નકારવામાં આવીઃ રાજ્ય સરકારના ગુજરાત માહિતી આયોગના વાર્ષિક અહેવાલમાં વર્ષ 2021-22માં 2332 અરજીઓ આયોગ દ્વારા જુદી જુદી કલમો હેઠળ નકારવામાં આવી હતી. જેમાં દેશની સલામતી વૈધાનિક આર્થિક હિતોને ધ્યાનમાં લઈને 411 જેટલી અરજીઓ સ્વીકારવામાં આવી નથી અને 40 એવી હતી જેમાં રાજ્ય વિધાન મંડળ નો વિશેષ અધિકાર ભંગ થઈ શકે તેથી અરજીઓ સ્વીકારી નથી. 69 અરજીઓ કેબીનેટ ની ચર્ચા, 126 અરજીઓ કોપી રાઈટ નો ભંગ, 143 અરજીઓ ગુપ્તચર અને સલામતી ,212 અરજીઓ ગુનેગારો બાબત ની છે જે તપાસમાં વિક્ષેપ પાડી શકે તેવું હોવાથી કુલ 2332 અરજીઓ રદ કરવામાં આવી હતી.

RTI ફી વધારો કરવાની રજુઆતઃ ગુજરાત વિધાનસભામાં ગુજરાત માહિતી આયોગ ના વાર્ષિક અહેવાલ 2021 22 માં આયોગ દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત ફી વધારવા બાબતની પણ ભલામણો સરકારને કરવામાં આવી છે ગુજરાતમાં વર્ષ 2005 થી માહિતી અધિકાર અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યારથી છેલ્લા 17 વર્ષથી અરજી કરવાની ફી માત્રક ₹20 જ છે ત્યારે હવે અરજી કરવાની ફી રૂપિયા 50 થી 100 રાખવામાં આવે અને અરજદારની અરજી અન્વયે ઉપલબ્ધ રેકોર્ડ આધારિત આપવા પાત્ર માહિતી 15 પાનાની મર્યાદામાં હોય તો તેવી વિગતો વિનામૂલ્ય પૂરી પાડવામાં આવે તેવી પણ ભલામણો અને સૂચના માહિતી અધિકાર અધિનિયમ દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવી છે.

Last Updated : Mar 25, 2023, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.