ETV Bharat / state

Gujarat Budget 2023: જૂના પુલના મેકઓવર માટે રુપિયા 550 કરોડની કરાઈ જાહેરાત

author img

By

Published : Feb 24, 2023, 3:23 PM IST

ગુજરાત સરકારે પોતાની બીજી ટર્મનું બજેટ રજૂ કરી દીધું છે. જેમાં ગુજરાત બજેટ 2023માં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુજરાતમાં પાંચ હાઈવેને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટે રૂપિયા 1,500 કરોડ ફાળવ્યા હતા.

Gujarat Budget 2023: જૂના પુલના મેકઓવર માટે રુપિયા 550 કરોડની કરાઈ જાહેરાત
Gujarat Budget 2023: જૂના પુલના મેકઓવર માટે રુપિયા 550 કરોડની કરાઈ જાહેરાત

ગાંધીનગર: ઓક્ટોબર, 2022 માં મોરબી જિલ્લામાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડવાને પગલે બચાવ કામગીરી. ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ શુક્રવારે રજૂ કરેલા રૂ. 3.01 લાખ કરોડના બજેટ હેઠળ જૂના પુલોના પુનઃનિર્માણ અને મજબૂતીકરણ માટે રૂ. 550 કરોડની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: Gujarat Budget 2023: શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધશે, હવે કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા માટે શ્રમિક બસેરા પણ બનશે

જૂના પુલનું પુનઃનિર્માણ: જૂના પુલના પુનઃનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરુરી છે કારણ કે, ગુજરાતમાં ભાજપની આગેવાની હેઠળની સરકારને સદીઓ જૂના મોરબીના ઝૂલતા પુલના તુટી પડવા પર ભારે પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. જેણે ગયા વર્ષે ઓક્ટોબરમાં 135 લોકોના જીવ લીધા હતા. રિનોવેશનની કામગીરી બાદ પુનઃ ખુલ્લો મુકવામાં આવ્યાના પાંચ દિવસ બાદ જ પુલ તૂટી પડ્યો હતો. દિવાલ ઘડિયાળો અને ઈ-બાઈકનું ઉત્પાદન કરતી એક ખાનગી કંપની - ઓરેવા - એ નવીનીકરણ હાથ ધર્યું અને સ્થાનિક મ્યુનિસિપાલિટી પાસેથી ફિટનેસનું પ્રમાણપત્ર મેળવ્યા વિના બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.

ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા સુપરત કરવામાં આવેલા 'મોરબી બ્રિજ દુર્ઘટના અંગેના પ્રાથમિક અહેવાલ'ના તારણો, બ્રિજના સમારકામ, જાળવણી અને કામગીરીમાં લગભગ અડધા વાયરો પર કાટ લાગવા સહિત અનેક ક્ષતિઓ જોવા મળી હતી.

આ પણ વાંચો: Gujarat Budget 2023 : ગંગા સ્વરૂપા યોજના સહાયમાં 1897 કરોડ સહિત કુલ 6064 કરોડ ફાળવ્યાં, મહિલા અને બાળવિકાસમાં બીજું શું તે જૂઓ

વિધાનસભાનું બજેટ સત્ર: બુધવારે, ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રુપને ચાર અઠવાડિયાની અંદર દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 10 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 2 લાખનું વચગાળાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પછીનું પ્રથમ બજેટ જેમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી હતી અને દેસાઈનું સતત ત્રીજું બજેટ ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે તેવી અપેક્ષા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેના ખર્ચ હેઠળ, દેસાઈએ હાઈ-સ્પીડ કોરિડોર તરીકે પાંચ હાઈવે વિકસાવવા માટે રૂ. 1,500 કરોડ અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ માટે રૂ. 150 કરોડ ફાળવ્યા હતા, જેમાં અન્ય જાહેરાતો પણ સામેલ હતી. વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારે શરૂ થયું હતું અને 29 માર્ચ સુધી ચાલશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.