ETV Bharat / state

Gujarat Budget 2022: હર ઘર જલ યોજના હેઠળ પાણી પુરવઠાની જોગવાઈ

author img

By

Published : Mar 3, 2022, 3:09 PM IST

જલ જીવન મિશન (Water Life Mission)અંતર્ગત હર ઘર જલ યોજના( Every home water plan)દ્વારા દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા કેન્દ્ર સરકારના રૂપિયા 2500કરોડ અને રાજ્ય સરકારના (Gujarat Budget 2022)રૂપિયા 3040 કરોડ સહિત કુલ રૂપિયા 5540 કરોડનું આયોજન.

Gujarat Budget 2022: હર ઘર જલ યોજના હેઠળ પાણી પુરવઠાની જોગવાઈ
Gujarat Budget 2022: હર ઘર જલ યોજના હેઠળ પાણી પુરવઠાની જોગવાઈ

ગાંધીનગરઃ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સલામત અને પર્યાપ્ત પીવાનું પાણી આપવા રાજ્યવ્યાપી પાણી પુરવઠાગ્રીડનું નિર્માણ કરવામાં આવેલ છે. જેનાથી 238 શહેરો અને 14 હજારથી વધુ ગામોને જોડવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) અમલમાં મૂકેલ નલ સે જલ યોજના(Nal Se Jal Yojana) દ્વારા 93 ટકાથી વધુ(Gujarat Budget 2022)ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ મેળવેલ છે. આવનારા સમયમાં બાકી રહેલા ઘરોને પીવાનું પાણી પહોંચાડી 100 ટકાની સિદ્ધિ મેળવવા સરકારનો સંકલ્પ છે. શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને ગટરનાં પાણીને શુદ્ધ કરી તેને પુન: ઉપયોગમાં લઈ પર્યાવરણની જાળવણી અને પાણીના સ્ત્રોતોનો યોગ્ય ઉપયોગ કરવાની દિશામાં સરકાર અગ્રેસર છે.

હર ઘર જલ યોજના

જલ જીવન મિશન (Water Life Mission)અંતર્ગત હર ઘર જલ યોજના( Every home water plan)દ્વારા દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા કેન્દ્ર સરકારના રૂપિયા 2500કરોડ અને રાજ્ય સરકારના રૂપિયા 3040 કરોડ સહિત કુલ રૂપિયા 5540 કરોડનું આયોજન. આદિજાતિ વિસ્તારના 6627 ગામ-ફળીયાને પીવાના પાણીની સુવિધા આપવા પ્રગતિ હેઠળની રૂપિયા 6653 કરોડની જુથ પાણી પુરવઠા યોજના હેઠળના 123 કામો માટે રૂપિયા 709 કરોડ જોગવાઈ.

પાણીનો વધારાનો જથ્થો ઉપલબ્ધ થશે

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ કરવા નાવડા-બોટાદ-ગઢડા ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની 143 કિલોમીટર બલ્ક પાઇપલાઇનના (Water bulk pipeline)અંદાજિત રૂપિયા 1020 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. જે માટે જોગવાઇ રૂપિયા 310 કરોડ. ભાવનગર, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાઓને પાણી પૂરું પાડવા ઢાંકીથી નાવડા સુધીની 97 કિલોમીટર 500 એમ.એલ.ડી ક્ષમતાની નવી બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે જેની અંદાજિત કિંમત રૂપિયા 1044 કરોડ છે. જેનાથી આ યોજનામાં સમાવિષ્ટ જિલ્લાઓ માટે 50 કરોડ લીટર પાણીનો વધારાનો જથ્થો ઉપલબ્ધ થશે. કામ માટે 500 કરોડની જોગવાઈ.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022 : બજેટમાં કૃષિલક્ષી મહત્ત્વની જોગવાઇઓ શું છે તેના પર એક નજર

છેવાડાના ગામોમાં ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં જળસલામતી પ્રદાન કરવા માટે ચાર જુદી જુદી જગ્યાએ 27 કરોડ લીટર (270 એમ.એલ.ડી.) ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાના કામો માટે જોગવાઈ રૂપિયા 400 કરોડ. રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત શહેરી વિસ્તારોનાં સુએઝ વોટરને ટ્રીટ કરી તેના પુન:ઉપયોગ માટે રૂપિયા 100 કરોડ જોગવાઈ.

આ પણ વાંચોઃ નાણાં પ્રધાન કનુ દેસાઈએ કહ્યું, "આ સરકારનું છેલ્લું બજેટ, દરેક સમાજને સુખાકારી આપનારુ"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.