ETV Bharat / state

ભાજપે ઉમેદવારો માટે અપનાવી જીતે તે લડેની નીતિ, આજથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ

author img

By

Published : Nov 3, 2022, 12:52 PM IST

ગાંધીનગરમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની Amit Shah Home Minister) અધ્યક્ષતામાં ત્રણ દિવસીય પાર્ટીની બેઠક (Gujarat BJP Parliamentary Board Meeting) યોજાશે. તેમાં તેમાં 182 બેઠક પરના ઉમેદવારોના ભાવિ નક્કી કરવામાં આવશે. જોકે, આજે બેઠકના પ્રથમ દિવસે 47 બેઠકો પર ચર્ચા કરવામાં આવશે.

ભાજપે ઉમેદવારો માટે અપનાવી જીતે તે લડેની નીતિ, આજથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ
ભાજપે ઉમેદવારો માટે અપનાવી જીતે તે લડેની નીતિ, આજથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ

ગાંધીનગર કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર (Gujarat Assembly Election 2022) જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે ભાજપના 182 વિધાનસભાની બેઠક પરના ઉમેદવારો અંગે ચર્ચા કરવા માટે ગાંધીનગરમાં ત્રણ દિવસીય બેઠક યોજવામાં આવી છે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં (Amit Shah Home Minister) યોજાયેલી આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં 182 ઉમેદવારોના ભાવિ નક્કી કરાશે. જ્યારે આજે બેઠકના (Gujarat BJP Parliamentary Board Meeting) પ્રથમ દિવસે માત્ર 47 બેઠકો પર ચર્ચા કરવામાં આવશે.

પ્રતિ બેઠક 3 ઉમેદવારો નામ નક્કી કરાશે

પ્રતિ બેઠક 3 ઉમેદવારો નામ નક્કી કરાશે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જિલ્લા અને મહાનગરના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોએ 10 જેટલા સંભવિત ઉમેદવારોના લિસ્ટ પ્રતિ વિધાનસભા ગુજરાતના મહુડી મંડળ પાસે મૂક્યું છે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં (Amit Shah Home Minister) ત્રણ દિવસીય આ બેઠક (Gujarat BJP Parliamentary Board Meeting) યોજાશે, જેમાં જિલ્લા પ્રમાણેની વિધાનસભા બેઠકો ઉપર નામની ચર્ચા કરવામાં આવશે અને ગુજરાતમાંથી પ્રતિ બેઠક 3 જેટલા નામ કેન્દ્રિય મહુડી મંડળને મોકલવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાના ભાજપના 182 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.

જિલ્લામાં બેઠકની સંખ્યા અરવલ્લીમાં 3, સાબરકાંઠામાં 4, મહીસાગરમાં 3, બનાસકાંઠામાં 9, સુરેન્દ્રનગરમાં 5, પોરબંદરમાં 2, ડાંગમાં 1, વલસાડમાં 5, તાપીમાં 2, નર્મદામાં 2, મોરબીમાં 3, રાજકોટ જિલ્લામાં 5, રાજકોટ શહેરમાં 3 બેઠક.

ઝોન પ્રમાણે દાવેદારીની વિગતો ઉત્તર ગુજરાતમાં 1490, સૌરાષ્ટ્રમાં 1163, મધ્ય ગુજરાતમાં 962, દક્ષિણ ગુજરાતમાં 725 દાવેદારો છે.

બેઠકમાં આ મહાનુભાવો રહેશે ઉપસ્થિત આ ત્રણ દિવસીય પાર્ટીની બેઠકમાં (Gujarat BJP Parliamentary Board Meeting) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સાંસદ રાજેશ ચુડાસમા, સાંસદ ડો કિરીટ સોલંકી, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્ર પટેલ, સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ મેયર કાનાજી ઠાકોર ઉપરાંત મહિલા અધ્યક્ષ દિપીકા સર્દવા ઉપસ્થિત રહેશે.

ઉત્તર ગુજરાત, રાજકોટ અને પોરબંદર બેઠક પર ચર્ચા ગુજરાતની 182 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક (Gujarat BJP Parliamentary Board Meeting) શરૂ થતા જ પ્રથમ બેઠકમાં જ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાની 16 બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister), મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel CM) તેમ જ પ્રભારીની ઉપસ્થિતિમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો પ્રારંભ થયો છે.

પ્રથમ બેઠકમાં ચર્ચા પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રથમ બેઠકમાં જ ઉત્તર ગુજરાતની 3 જિલ્લાની 16 બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી માટે બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ સાંસદ, ધારાસભ્ય સહિત જિલ્લાના આગેવાનો સાથે સંભવિત ઉમેદવારો અંગે અને નિરીક્ષકોના અહેવાલો પર ચર્ચા વિચારણા કરીને તેમના મંતવ્યો મેળવવામાં આવ્યા હતાં. બપોરે 12 વાગ્યા સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરીને ત્યારબાદ બપોરના રાજકોટ જિલ્લાની વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

યુવા નેતા ઋત્વિજ પટેલે શું કહ્યું જૂઓ ભાજપ નેતા ઋત્વિજ પટેલે (Dr Rutvij Patel BJP) ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીત પણ જણાવ્યું હતું કે આજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ત્રણ દિવસ સુધી 182 જેટલા વિધાનસભાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં આવશે નિરીક્ષકો જે તમામ જિલ્લાઓમાં ગયા હતા તે તમામ નિરીક્ષકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અંતિમ નામ નક્કી કરવામાં આવશે અને કેન્દ્રીય પાર્લામેન્ટ તે નામ પર મહોર મારશે, જ્યારે ભાજપ ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે તૈયાર છે અને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ઉપરાંત મેનિફેસ્ટો પણ લોકોની માંગ પ્રમાણે તૈયાર કરવામાં આવશે તેવું નિવેદન પણ ઋત્વિજ પટેલે આપ્યું હતું.

જીતે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય મળતી માહિતી પ્રમાણે, કમલમ ખાતે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં એકએક બેઠક માટે નિરક્ષકોના અહેવાલના આધારે જીતે તેવા ઉમેદવારના નામ અલગ તારવીને છઠ્ઠી અથવા તો સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને (Gujarat BJP Parliamentary Board Meeting) મોકલવામાં આવશે. સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડમાં 14 સભ્યોનો સમાવેશ થયો હતો. જ્યારે છેલ્લી ઘડીએ તેમાં કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા તેમ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ લોકો જે બેઠક પર ઉમેદવાર મજબૂત હોય અને જીતનો પ્રબળ દાવેદાર હશે તેને જ ભાજપ મેન્ડેટ આપશે. 10 નવેમ્બરની આસપાસ પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર 182 વિધાનસભાના ઉમેદવારોના નામ જાહેર કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.