ETV Bharat / state

Gujarat Assembly : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ મળશે, બે મહત્વના બિલ આવશે

author img

By

Published : Aug 7, 2023, 10:10 PM IST

Gujarat Assembly : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ મળશે, બે મહત્વના બિલ આવશે
Gujarat Assembly : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ મળશે, બે મહત્વના બિલ આવશે

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 13 સપ્ટેમ્બરે બોલાવવા માટે રાજ્યપાલે આહ્વાન કર્યું છે. જાણકારી મળ્યા મુજબ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ત્રણ દિવસનું રહશે. આ ચોમાસુ સત્રમાં બે મહત્વના બિલ રજૂ થશે.

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરને બપોરે 12 વાગ્યે બોલાવવા માટે આહ્વાન કર્યું છે. આ સત્ર ત્રણ દિવસનું ટૂંકુ સત્ર હશે, તેવી માહિતી મળી રહી છે.

ચોમાસુ સત્રમાં બે વિધેયક : ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં બે વિધેયક રજૂ કરાશે. એક મેડિકલ યુનિવર્સિટીનું બિલ અને કોમન યુનિવર્સિટીનું બિલ વિધાનસભાના ટેબલ પર રજૂ થશે. રાજ્યની તમામ મેડિકલ અને પેરામેડિકલ કોલેજોને એક છત્ર નીચે આવરી લેવાશે. જો કે ગુજરાતની ખાનગી યુનિવર્સિટીઓને મેડિકલ યુનિવર્સિટી નીચે લવાશે કે કેમ તે પ્રશ્ન હજુ તેમનો તેમ છે.

13 સપ્ટેમ્બરે મળશે સત્ર
13 સપ્ટેમ્બરે મળશે સત્ર

કોમન યુનિવર્સિટી એક્ટ : બીજું બિલ કોમન યુનિવર્સિટી એક્ટ છે, જેમાં એવી જોગવાઈ કરાઈ છે કે તમામ સરકારી યુનિવર્સિટીઓમાંથી વિદ્યાર્થી સેનેટ અને સિન્ડિકેટ નીકળી જશે. યુનિવર્સિટીના કુલપતિને તમામ સત્તા મળશે. તેમજ કુલપતિની મુદત ત્રણને બદલે પાંચ વર્ષની કરાશે.

સરકારને ઘેરવાની પૂરી તૈયારીઓ : ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિરોધ પક્ષ સરકારને ઘેરવાની પૂરી તૈયારીઓ કરી રહ્યો છે. સરકારની નબળી નીતિઓને લઇને મોંઘવારીનો વિકરાળ પ્રશ્ન છે. ટામેટાંના અતિશય વધી ગયેલા ભાવનો મુદ્દો હાથવગો છે. તો, બિપરજોય વાવાઝોડા પછી નુકસાનીનો સર્વે, ખેડૂતોને સહાય અને ભાજપના પત્રિકાકાંડ મુદ્દે વિરોધપક્ષ સરકારનો વિરોધ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

સંપૂર્ણ કાર્યવાહી પેપરલેસ 13 સપ્ટેમ્બરથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર મળશે તે સત્ર સંપૂર્ણ પેપરલેસ હશે. તેવી માહિતી મળી રહી છે. એટલે કે વિધાનસભાની પ્રશ્નોતરી અને તેના જવાબ પણ ઓનલાઈન જોવા મળી જશે. જેથી વિધાનસભાની સંપૂર્ણ કાર્યવાહી પેપરલેસ હશે.

  1. Monsoon Session 2023 Live: મણિપુર મુદ્દે હંગામાને કારણે બંને ગૃહો બે વાગ્યા સુધી સ્થગિત
  2. Common Universities Act : ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં આવશે ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ, કોમન યુનિવર્સિટી એક્ટનો અમલ
  3. MONSOON SESSION OF PARLIAMENT : સરકારે સંસદના ચોમાસુ સત્ર પહેલા 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.