ETV Bharat / state

ગુજરાતના રાજકારણમાં કોણ સોશિયલ મીડિયાનું કિંગ? ક્યાં નેતાઓને કેટલા ફોલોઅર્સ

author img

By

Published : Nov 8, 2022, 10:27 PM IST

ગુજરાતના રાજકારણમાં કોણ સોશિયલ મીડિયાનું કિંગ? ક્યાં નેતાઓને કેટલા ફોલોઅર્સ
ગુજરાતના રાજકારણમાં કોણ સોશિયલ મીડિયાનું કિંગ? ક્યાં નેતાઓને કેટલા ફોલોઅર્સ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. 2022ની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષ અને રાજકારણીઓ દ્વારા સોશિયલ મીડિયા પોતાના પ્રતિભાવો અને ટીકા ટીપ્પણી સાથે એક પક્ષ બીજા પક્ષના આક્ષેપો કરવામાં પણ આવી રહ્યા છે. ત્યારે એ ખુબ મહત્વનું છે કે કોણ છે સોશિયલ મીડિયમાં કીંગ.(King of Social Media in Gujarat Politics) ક્યાં નેતાઓને કેટલા ફોલોઅર્સ વધુ છે. જોઈએ આ ETV Bharatના ખાસ અહેવાલમાં.

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષ અને રાજકારણીઓ દ્વારા સોશિયલ મીડિયા પર પોતાના પ્રતિભાવો અને એક પક્ષ બીજા પક્ષના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના દિગ્ગજ નેતાઓ સોશિયલ મીડિયાના સહારે પોતાના કાર્યકર્તાઓ અને ફોલોઅર્સને પોતાનો મેસેજના વ્યાપ વધારવા માટે અગ્રેસર રહ્યા છે, ત્યારે ETV Bharatના એહવાલમાં જોવો ક્યાં નેતાઓને કેટલા ફોલોઅર્સ છે.

ભાજપ કોંગ્રેસ અને આપની સોશિયલ મીડિયા સેલ વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં એક પક્ષ અન્ય પક્ષ ઉપર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે તે આક્ષેપ ગતિ આક્ષેપનો જવાબ પણ સોશિયલ મીડિયામાં ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આપી રહી છે. તેને લઈને સોશિયલ વોલ પણ જોવા મળી રહ્યું છે. આમ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પણ પોતાની સ્પેશિયલ સોશિયલ મીડિયા ટીમ ઊભી કરીને સોશિયલ મીડિયામાં (Politics in Social Media Medium) જ જવાબ આપવાનો ટ્રેન્ડ (Answering in social media trend ) પણ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે.

ભાજપનું સોશિયલ મીડિયા કેવી રીતે કરે છે કામ? ભાજપના સોશિયલ મીડિયા બાબતે ભાજપ સોશિયલ મીડિયાના કન્વીનર (Convener of BJP Social Media) મનન દાણીએ ETV Bharat સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપનું સોશિયલ મીડિયાનું સંગઠન (Social media organization of BJP) છે. જેમાં 15,000 જેટલા કાર્યકર્તાઓ છે, જે પણ ગુજરાત પ્રદેશથી મટીરીયલ બને છે. તે 15,000 કાર્યકર્તાઓના માધ્યમથી લોકો સુધી પહોંચાડીએ છીએ. વિપક્ષ જે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે છે. તેનું અમે સાચું બતાવીએ છીએ કે ખરેખર હકીકત શુ હોય તેની માહિતી અમે આપીએ છીએ.

ભાજપનું સોશિયલ મીડિયા ફોલોઈંગ
ભાજપનું સોશિયલ મીડિયા ફોલોઈંગ

20,000 વોરિયર્સ આપ પાર્ટીમાં આપ પાર્ટીના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ (Social media in charge of AAP party) સફિન હસન ભાજપ અને કોંગ્રેસ કરતા નાની ટીમ છે, એન્જીનીયર, ડોકટર વકીલની ટીમ તૈયાર કરવામાં આવી છે નાની ટીમ અને ઓછા રિસોર્સમાં વધુ લોકો સુધી પહોંચ્યા છે. યુવાઓ આઇડિયા આપી રહ્યાં છે. અમારી પાસે 20,000 વોરિયર્સ છે. જેઓ પોતાની નોકરી સાથે જ આમ આદમી પાર્ટીનું કામ કરી રહ્યા છે. તમામ પ્લેટફોર્મમાં ભાજપ અને કોંગ્રેસ કરતા વધુ રિચ છે. આગામી સમયમાં સોશિયલ મીડિયા કેમ્પેઈન પણ ખૂબ લોન્ચ કરીશું.

AAP સોશિયલ મીડિયા ફોલોઈંગ
AAP સોશિયલ મીડિયા ફોલોઈંગ

કોંગ્રેસ સોશિયલ મીડિયા કેયુર શાહ સોશિયલ મીડિયા ચેરમેન (Congress Social Media Chairman) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગેસનું સોશિયલ મીડિયા 2 ભાગમાં વેચવામાં આવ્યું છે. જેમાં સ્ટેટ લેવલ અને જિલ્લા લેવલે શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે તમામ વિધાનસભા સોશિયલ મીડિયા પેજ (Assembly social media page) ઉભું કરવામાં આવ્યું છે. એક સેન્ટ્રલ વોર રૂમ પણ તૈયાર કર્યો છે. 150 બેઠકો પર 4 લોકોની વોટ્સએપમાં ટીમ તૈયાર કરે છે. 2 વ્યક્તિ પેજ ચલાવવા માટે કામ કરે છે. 182 વિધાનસભા બેઠકના પેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેથી સ્થાનિક કક્ષાએ લોકોને દેખાઈ શકે. આમ 10,000 જેટલા કાર્યકર્તાઓ જોડાયેલા છે. પાલડી ખાતે 50,000 ગ્રુપ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જે બુથ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યા છે.

કોંગ્રેસનું સોશિયલ મીડિયા ફોલોઈંગ
કોંગ્રેસનું સોશિયલ મીડિયા ફોલોઈંગ

પીએમ મોદી આપી હતી સૂચના 11 માર્ચના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ કમલમ ખાતે પીએમ મોદીએ તમામ કોર્પોરેશનના મેયરો, ભાજપના ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં પ્રચાર ખૂબ જ પહોળો થયો હતો.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની સૂચના સોશિયલ મીડિયાના પ્રચારથી લોકો સુધી સંદેશ પહોંચ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં(Uttar Pradesh Assembly Elections) ભાજપ પક્ષે જે પેટન્ટ અપનાવી હતી. તે જ પેટનથી સોશિયલ મીડિયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી કરવાની પણ તૈયારીઓ કરવામાંની સૂચના આપી હતી. તમામ ધારાસભ્યોને સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહેવાની સૂચના પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ આપી હતી, ત્યારે નામ ન આપવાની શરતે રાજ્યકક્ષાના એક પ્રધાને ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પક્ષ તરફથી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે અત્યારના ફાસ્ટ જમાનામાં તમામ લોકો સુધી પહોંચી શકાય તેમ નથી. એટલે જ સોશિયલ મીડિયામાં વધુમાં વધુ ફોલોવર્સ કરો સાથે જ તમામ જે સરકારની માહિતી કે જાહેરાત છે. તે સોશિયલ મીડિયામાં પણ કરવામાં આવે જેથી લોકો સરળતાથી સમજી શકે અને સહકારની વાત લોકો સુધી સારી રીતે પહોંચી શકે.

સોશિયલ મીડિયા ટીમ
સોશિયલ મીડિયા ટીમ

સોશિયલ મીડિયા ડેવલોપર્સ આપી રહ્યા છે ઓફર સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર પણ ધારાસભ્યોને ખાસ ઓફર આપી રહ્યા છે. જેમાં 10,000 રૂપિયાની રકમ 30,000 જેટલા ફોલોઅર્સ કરી આપવાની સ્કીમ પણ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાના બજેટ સત્રમાં આવા બેથી ત્રણ જેટલા ડેવલોપર્સ ધારાસભ્યો સાથે મુલાકાત કરી કરી હતી, પરંતુ ધારાસભ્યોની માંગણી હતી કે જે પણ ફોલોઅર્સ હોય તે ગુજરાતના જ હોવા જોઈએ. જ્યારે એક સાઈબર એક્સપર્ટ નામના આપવાની શરતે જણાવ્યું હતું કે અમુક પેમેન્ટ કર્યા બાદ ફોલોઅર્સની સંખ્યામાં અનેક ગણો વધારો થઈ શકે છે, જે પેડ હોય છે.

શુ માની રહ્યા છે રાજકીય પંડિતો રાજકીય પક્ષોની સોશિયલ મીડિયા ટીમ બાબતે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે ETV Bharat સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ સોશિયલ મીડિયાથી રાજકીય પક્ષને ખૂબ ફાયફો થાય છે. જ્યારે ભૂતકાળમાં મનસુખ માંડવિયાની કલીપ પણ બહાર આવી હતી કે આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં આગળ થઈ ગયું, એટલે ભાજપ ચિંતામાં મુકાયું હતું. જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પ્રચાર ઓછો પણ દુષ્પ્રચાર વધ્યો છે, દૂર ઉપયોગ વધુ થયો, જ્યારે મીડિયા પોતાની રીતે સમાચાર અને માહિતી આપે છે પણ સોશિયલ મીડિયામાં ફાવે તેવી રીતે પ્રચાર કરી શકો છો. જેથી બધા પક્ષો પોતાની રીતે પ્રચાર શરૂ કર્યો છે. તમામ રાજકીય પક્ષોના આઈ.ટી. સેલ ગંદકી ફેલાવવાનું કામ કરે છે. જય રાજકીય નેતાઓ પોતાના કરેલા કામ અને પોતે કોને મળી રહ્યા છે. તે પણ મૂકીને સીધી રીતે માહિતી આપે છે. લોકોને માહિતી આપે છે કે તેઓ લોકો માટે કામ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.