ગાંધીનગરઃ ગુજરાતનો દરિયા કિનારો ગેટ વે ઑફ ડ્રગ્સ બન્યો છે. ત્યારે ગુજરાત પોલીસ, ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા ગુજરાતના 1,600 કિલોમીટરના દરિયા કિનારે ખાસ નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં 4,000 કરોડ રૂપિયાથી વધારાના મુદ્દામાલના ડ્રગ્સને ઝડપ્યો છે. તે અંગે કૉંગ્રેસે વિધાનસભા ગૃહમાં સરકારને ગૃહના નિયમ 116 મુજબ નોટિસ પાઠવી હતી. ત્યારે આ મામલે ગૃહમાં ચર્ચા થઈ હતી.
આ પણ વાંચોઃ Vadodara Drugs Crime : એસઓજીએ મુંબઈના ડ્રગ્સ સપ્લાયર સાથે વડોદરાના ઇસમને ઝડપ્યો, 29 લાખનું ડ્રગ્સ પકડાયું
ગૃહ રાજ્યપ્રધાને કરી સ્પષ્ટતાઃ ગૃહમાં ડ્રગ્સ મામલે થયેલી ચર્ચામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની કામગીરી અંગે અનેક સ્પષ્ટતા કરી હતી. જ્યારે વર્ષ 2022માં 350.477 કિલોગ્રામ ડ્રગ્સ, જેની કિંમત 1741 કરોડ રૂપિયાની કિંમતના ડ્રગ્સ ઝડપવામાં આવ્યા છે તેવું જણાવ્યું હતું.
આ મુદ્દો ખૂબ જ ઉપયોગી એટલે ચર્ચા માટે મંજૂરી આપવામાં આવીઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ડ્રગ્સ બાબતે નિવેદન આપ્યું હતું કે, ગુજરાત અને ગુજરાતના યુવાઓને માટે આ પ્રશ્ન ખૂબ જ જરૂરી છે. તેથી જ 116ની નોટિસ મુજબ આ મુદ્દા પર ચર્ચા કરવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ગુજરાત પોલીસે એટીએસ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પકડવામાં આવેલા ડ્રગ્સ મુદ્દે કેવી કામગીરી કરી છે, તે બાબતે પણ વીડિયો પ્રેઝન્ટેશન માટેની મંજૂરી માગી હતી.
અધ્યક્ષે આપી સૂચનાઃ ત્યારે વિધાનસભાના અધ્યક્ષે તાત્કાલિક ધોરણે મંજૂરી આપતા જણાવ્યું હતું કે, ગૃહ વિભાગના પોલીસ અધિકારીઓ પ્રેઝન્ટેશન બાબતની તૈયારીઓ કરે, જેથી ગૃહના તમામ સભ્યોને જાણકારી મળે કે, ડ્રગ્સનો જથ્થો કેવી રીતે પકડવામાં આવે છે. સૂચના આપતા જ ATS અધિકારી દિપેન ભદ્રેન 4 વાગ્યાની આસપાસ અધ્યક્ષ શંકર ચૌધરી સાથે મુલાકાત કરી હતી.
મુંબઈના ફ્રૂટ સેલરે 2,000 કરોડનું ડ્રગ્સ પાકિસ્તાનથી મગાવ્યુંઃ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કૉંગ્રેસને જવાબ આપતા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, જ્યારે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને શિવસેનાની સંયુક્ત સરકાર હતી. ત્યારે મુંબઈના એક ફ્રૂટના વેપારીએ પાકિસ્તાનથી 2,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મગાવ્યું હતું, જેની બાતમી ગુજરાત પોલીસને મળી હતી અને એટીએસે 5 દિવસ સુધી ભિખારી, ચાની કીટલી ઉપર અથવા તો અન્ય કોઈ પ્રકારે વેશ પલટો કરીને સુધી રેકી કરી હતી. સલીમ અને સેજાદે આ 2,000 કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી મગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત એટીએસને આપણને આરોપીઓને ઝડપી લઈને કામગીરી પણ હાથ ધરી હતી. આ ડ્રગ્સ ગુજરાત માટે નથી, પરંતુ મુંબઈના લોકો માટે ડ્રગ્સ મગાવવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી.
મહિલાઓ અને બાળકો કરી રહ્યા છે ડ્રગ્સની હેરાફેરીઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ હાલની પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં મહિલા બાળકો અને વિદ્યાર્થીઓ દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહ્યા હોવાનું નિવેદન કર્યું હતું. ઉલ્લેખનીય છેકે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ બાબતે સુઓમોટો દાખલ કરવામાં આવી છે. ત્યારે વિધાનસભા ગૃહમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. તેવામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો કે, રાજ્ય સરકાર છેલ્લા દોઢ વર્ષથી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે. જેમાં કોઈ વિદ્યાર્થી અથવા તો બાળક પકડાય તો આ સમગ્ર કાંડમાંથી કઈ રીતે બહાર લાવવો તે બાબતના પ્રયાસો ચાલુ છે. જ્યારે મહિલાઓ માટે પણ આ જ પ્રયાસો રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવે છે.
ડ્રગ્સ મુદ્દે અનેક રાજ્ય સરકારે કરી ગુજરાત સરકારની મુલાકાતઃ ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સ બાબતની ચર્ચામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં નિવેદન આપ્યું હતું કે, મારે કૉંગ્રેસના નેતા અમિત ચાવડાનો આભાર માનવો છે કે, જેમણે 116ની નોટિસ મુજબ ગૃહમાં ડ્રગ્સની ચર્ચા કરવાનો મોકો મળ્યો. જ્યારે છેલ્લા 1.5 વર્ષમાં કૉંગ્રેસની અનેક રાજ્ય સરકારો દ્વારા ગુજરાતમાં ઓફિશિયલ પ્રવાસે આવી છે અને ગુજરાતે ડ્રગ્સ મુદ્દે કેવી રીતે કામ કરે છે તેનો અભ્યાસ પણ કર્યો છે.
ડ્રગ્સ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએઃ ગૃહ રાજ્યપ્રધાને ઉંમેર્યુ હતું કે, જ્યારે આ મુદ્દા ઉપર કોઈ પ્રકારની રાજનીતિ ના હોવી જોઈએ અને ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ રિવોર્ડસ પૉલિસી પણ બનાવી છે, જે સમગ્ર દેશમાં એક પણ રાજ્યએ આ પૉલિસી તૈયાર કરી નથી. ઉપરાંત ગુજરાતના 1,600 કિલોમીટરના દરિયાકિનારા ઉપરથી જે ડ્રગ્સ આવે છે. તે પાકિસ્તાન ઈરાન અને અફઘાનિસ્તાનથી આવતું હોવાનું નિવેદન આપ્યું હતું.
5 કલાક પ્રશ્ન પૂછો, જવાબ આપીશ: હર્ષ સંઘવીઃ રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ગૃહમાં કૉંગ્રેસના ધારાસભ્યોને કોઈ રાજનીતિ ન કરવા બાબતની ટિપ્પણી કરી હતી. જ્યારે કૉંગ્રેસના ધારાસભ્યો જો 5 કલાક અથવા તો આખો દિવસ પ્રશ્ન પૂછવા માગતા હોય તો હું 5 કલાક અને આખો દિવસ પણ જવાબ આપવા માટે તૈયાર છું, પરંતુ આ મુદ્દા ઉપર રાજનીતિ ન થવી જોઇએ તેવું પણ નિવેદન સાથે કોંગ્રેસના ધારાસભ્યોને ટકોર કરી હતી.
આઈ.બી. નેટવર્ક કાચું?: કૉંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ ગૃહમાં નિવેદન સાથે સવાલ કર્યા હતા કે, ગુજરાતના જ દરિયા કિનારે કેમ ડ્રગ્સ આવે છે. ત્યારે શું ગુજરાતમાં સ્પેશિયલ બાતમીદારનું નેટવર્ક ઓછું છે? ડ્રગ્સ માટે આઈબીની કોઈ સ્પેશિયલ ટીમ નથી? પેડલરને એરેસ્ટ કર્યા કે નહીં?. આ બાબતે કોઈ જવાબ આપ્યો નહતો, પરંતુ ગુજરાતના ગોસાબારા ખાતે RDXના જથ્થા બાબતનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યારે કેન્દ્રમાં અને ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર હતી અને મુંબઈ બ્લાસ્ટ થયા હતા. તે ઘટનાને વિધાનસભા ગૃહમાં ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ગુજરાત પોલીસ હાલમાં પંજાબ જેલમાં અને કલકત્તાના પોર્ટ ઉપરથી પણ ડ્રગ્સ બાબતની કાર્યવાહી કરતી હોવાનું નિવેદન ગૃહમાં આપ્યું હતું.
આ પણ વાંચોઃ Gujarat Budget Session: સરકારે 4268.89 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 2,978 આરોપીની ધરપકડ થઈ નથી
10 ટકા ડ્રગ્સ પકડાયુંઃ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા વિધાનસભા ગ્રુહમાં નિવેદન આપ્યું હતું કે, ડ્રગ્સ એ આ સદીનું સૌથી મોટું દૂષણ છે. 6થી 7 વર્ષ દરમિયાન ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે, જેમાં વર્ષ 2017માં 3,500 કરોડ, વર્ષ 2019માં 4,700 કરોડ, 2022માં 2,000 કરોડ ડ્રગ્સ ગુજરાતના દરિયાકિનારે ઝપડવામાં આવ્યું છે. ત્યારે NCB મુજબ, 45,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પહેલા પસાર થયું હતું. જ્યારે 10 ટકા ડ્રગ્સ પકડવામાં આવતું હોવાનું નિવેદન અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં આપ્યું હતું. જ્યારે મુખ્ય વ્યક્તિ વિદેશમાં છે. તેને ધરપકડ થવી જોઈએ તેવી પણ માગ તેમણે કરી હતી.
ડ્રગ્સને નેસ્તાનાબૂદ કરવા સરકાર કટિબદ્ધઃ આ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની વિશાળ દરિયાઈ સીમા તેમ જ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમાથી જોડાયેલું હોવાથી પડકાર પરિસ્થિતિ ધરાવતું રાજ્ય ગુજરાત છે. તેમ જ ગુજરાત સરકારી નાર્કોટિક્સ ડ્રગ્સ બાબતે ઝીરો ટોલરન્સની નીતિના ભાગરૂપે રાજ્ય સરકાર તેની તમામ એજન્સી સહિત સંકુલિત અને પરિણામલક્ષી અમલવારી કરી નાર્કોટિક્સને નેસતનાબૂદ કરવા કટીબદ્ધ છે.