ETV Bharat / state

Gujarat Budget Session: સરકારે 4268.89 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 2,978 આરોપીની ધરપકડ થઈ નથી

author img

By

Published : Mar 11, 2023, 1:38 PM IST

Updated : Mar 11, 2023, 4:13 PM IST

આજે રાજ્યમાંથી 4269.89 કરોડના ડ્રગ્સ સહિત નશીલા પદાર્થ ઝડપાયા હોવાનું ગુજરાત વિધાનસભા ગૃહમાંથી બહાર આવ્યું છે. સૌથી વધુ સુરતમાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તેમજ બરોડા જિલ્લો નશીલા પદાર્થના વેચાણ મામલે પ્રથમ સ્થાને છે. તો બીજી તરફ 2,978 જેટલા આરોપીની ધરપકડ બાકી હોવાની માહિતી મળી રહી છે.

Gujarat Budget Session : સરકારે 4268.89 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 2,978 આરોપીની ધરપકડ બાકી
Gujarat Budget Session : સરકારે 4268.89 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 2,978 આરોપીની ધરપકડ બાકી

ગુજરાતમાં દારૂ બાબતે કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન

ગાંધીનગર : રાજ્યના નાણાં પ્રધાન કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભા ગૃહમાં 24 ફેબ્રુઆરી 2023ના રોજ સરકારનું 3,01,022.61 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જ્યારે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ગૃહ વિભાગ દ્વારા 25 જિલ્લા, અદાણી પોર્ટ અને ગુજરાતના દરિયાઈ વિસ્તાર મળીને કુલ 4269.89 કરોડનું ડ્રગ્સ, દારૂ, ચરસ, હેરોઈન ઝડપ્યું હોવાની વિગતો ગૃહમાં સામે આવી છે.

અદાણી પોર્ટ પર 75 કિલો ડ્રગ્સ ઝડપાયું : ગુજરાત વિધાનસભામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અદાણી પોર્ટ પર કેટલી કિંમતનો અને કયા પ્રકારનો જથ્થો પકડવામાં આવ્યો છે. તેવો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, કચ્છના અદાણી પોર્ટ પરથી હેરોઇન ડ્રગ્સનો 75 કિલો જથ્થો ગૃહ વિભાગ દ્વારા ઝાપડવામાં આવ્યો છે. જેની કુલ કિંમત 375,50,00,000 કરોડ થાય છે, જ્યારે 2 આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે પકડાયેલા જથ્થો હજુ સુધી નાશ કરવામાં આવ્યો ન હોવાનું સરકારે જાહેર કર્યું છે.

નશીલા પદાર્થનું લિસ્ટ
નશીલા પદાર્થનું લિસ્ટ

દરિયાઈ સીમામાંથી 184 કિલો ડ્રગ્સ જપ્ત : ગુજરાતના 1600 કિલોમીટર દરિયા કિનારો ગેટવે ઓફ ડ્રગ્સ બન્યો છે, ત્યારે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન છેલ્લા કેટલાય દિવસથી શરૂ કરવામાં આવ્યું છે. જે આ અંતર્ગત માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન કર્યો હતો કે, ભારતીય જળ સીમામાંથી કેટલો ડ્રગ્સનો જથ્થો ચડાવવામાં આવ્યો છે. તેમાં રાજ્ય સરકારે 31 ડિસેમ્બર 2022ની પરિસ્થિતિએ કુલ 924,97,00,000 કરોડની કિંમતનો 184.994 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, આ સમગ્ર ઘટનામાં 7 ભારતીય, 32 પાકિસ્તાની અને 1 અફઘાનિસ્તાનના આરોપીની ધરપકડ કરી હોવાની ગૃહની પ્રશ્નોત્તરીમાં સરકારે જણાવ્યું છે.

25 જિલ્લામાં દારૂ, ડ્રગ્સની રેલમછેલ : ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના અલગ અલગ ધારાસભ્યો દ્વારા દારૂ, બિયર, બોક્સ, ચરસ, ગાંજા જેવા માદક પદાર્થોના બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યના 25 જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં કુલ 1,66,03,737 વિદેશી દારૂની બોટલ જેની કિંમત 197,45,21,059 કરોડ થાય છે. જ્યારે 23,11,353 લીટર દેશી દારૂ જે 3,94,37,903 કરોડ, 10,47,99,853 કરોડની બિયરના ટીન અને બોટલ ગૃહ વિભાગ દ્વારા પકડવામાં આવી છે. જ્યારે 4058,01,71,046 રૂપિયાની કિંમતનું અફીણ ચરસ ગાંજો હિરોઈન પાવડર અને અન્ય પ્રકારના બોક્સ પણ પકડવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા

ગેરકાયદેસરનો જથ્થો : આમ છેલ્લા બે વર્ષમાં 25 જિલ્લાઓમાંથી કુલ 4269,89,29,861 કરોડની કિંમત વિદેશી દારૂ દેશી દારૂ અને અન્ય નશીલા પદાર્થ પકડવામાં આવ્યા છે. જ્યારે આ ગુનાઓમાં આવેલા 200987 આરોપીઓની ધરપકડ પણ હજુ થઈ નથી, ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ અને સરકારની રહેમ નજર હેઠળ રાજ્યની સરહદોથી દારૂનો ગેરકાયદેસરનો જથ્થો રાજ્યમાં ઠાલવવામાં આવે છે. રાજ્યના યુવા તમને નશામાં રાખીને રોજગારીના બદલે બરબાદીમાં ધકેલવાનું ષડયંત્ર અને રાજ્ય સરકાર ચલાવી રહી છે.

આ પણ વાંચો : Gujarat Drugs Case: ATS-કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાંથી 425 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, 5 ઈરાનના શખ્સો ઝડપાયા

સૌથી વધુ સુરતમાં આરોપી પોલીસ પકડથી બહાર : ગુજરાત વિધાનસભામાં બહાર આવેલી માહિતી અનુસાર ગુજરાતના 25 જિલ્લાઓમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 671 આરોપીઓ હજુ પણ પોલીસ પકડની બહાર છે. ત્યારબાદ અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 376 જેટલા આરોપીઓ કે જે બોક્સ, દેશી દારૂ વિદેશી દારૂ અને માદા પદાર્થોનો ધંધો કરે છે તેવા લોકોને પણ પોલીસે હજુ સુધી ધરપકડ કરી નથી. આમ, ગુજરાતમાં 25 જિલ્લામાં કુલ 2987 આરોપીઓ ધરપકડ બાકી હોવાનો આંકડો ગૃહમાં સામે આવ્યો છે.

આ પણ વાંચો : Vadodara Drugs Crime : એસઓજીએ મુંબઈના ડ્રગ્સ સપ્લાયર સાથે વડોદરાના ઇસમને ઝડપ્યો, 29 લાખનું ડ્રગ્સ પકડાયું

ક્યાં જિલ્લામાં સૌથી વધુ નશાનો વેપાર : ગુજરાત વિધાનસભામાં 25 જેટલા જિલ્લાઓમાં નશા વ્યાપારની પોલ ખુલ્લી છે, ત્યારે સૌથી વધુ નશાના વેપારી જિલ્લાની વાત કરવામાં આવે તો, બરોડા જિલ્લામાં અફીણ, ચરસ, ગાંજો, હેરોઇન, પાવડર અને અન્ય ડ્રગ્સના વેપારમાં બરોડા જિલ્લો પ્રથમ સ્થાને છે. જેમાં ફક્ત બરોડામાં 1620,68,58,391 કરોડની કિંમતનો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો છે. ત્યારબાદ ભરૂચ જિલ્લા 1389,91,89,313 કરોડના દારૂ, ડ્રગ્સ, અફીણ જેવા માદક દ્રવ્યો ગુજરાત પોલીસે ઝડપ્યા છે.

ગૃહ વિભાગ
ગૃહ વિભાગ

ગુજરાત ઉડતું ગુજરાત બન્યું : અમિત ચાવડા : ગુજરાતમાં દારૂ બાબતે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, સરકારે જે જવાબ આપ્યા એનાથી સ્પષ્ટ થાય છે કે, 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ગુજરાતમાં દારૂબંધી છે કોઈપણ નશાકારક દ્રવ્યનો ઉપયોગ વેચાણ કે ફેરફાર થઈ શકતી નથી. તેવા ગાંધીના ગુજરાતનો ઉડતા ગુજરાતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ યુવાઓને શિક્ષણ લીધા પછી રોજગાર નથી મળતી. જાહેર પરીક્ષાના પેપરો ફૂટી રહ્યા છે. સરકારી નોકરીમાં પૈસા આપતા જ નોકરી મળતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોય છો.

200 કરોડનો દારૂ આવ્યો : વધુમાં કહ્યું હતું કે, આજે એક જ દિવસની ગુજરાતના 25 જિલ્લાઓના આંકડા બહાર આવ્યા છે. જે આપણા સૌના માટે ચોંકાવનારા અને ચિંતાજનક છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં વિદેશી દારૂ ઝડપાયો છે. આ દારૂ ગુજરાતની બોર્ડર પરથી જ 200 કરોડનો દારૂ આવ્યો, દેશી દારૂ ચાર કરોડ રૂપિયા અને બિયર 10:30 કરોડ રૂપિયાની કિંમતનો ઝડપ્યો છે. જ્યારે ડ્રગ્સ અને ગાંજો પણ ઘરે-ઘરે પહોંચાડવાનું એક વ્યવસ્થિત રેકેટ ગુજરાતમાં ચાલતો હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો.

Last Updated :Mar 11, 2023, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.