ETV Bharat / state

Gujarat Assembly 2022: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 283 સિંહ પ્રજાતિના મૃત્યુ, વિધાનસભામાં આંકડા થયા રજૂ

author img

By

Published : Mar 14, 2022, 8:28 PM IST

Updated : Mar 15, 2022, 6:53 PM IST

કોંગ્રેસના ધારાસભ્યે વિધાનસભામાં (Gujarat Assembly 2022)ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સિંહના મૃત્યુ અંગે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં સરકારે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં કુલ 283 સિંહના (Death of lion in Gujarat)મૃત્યુ થયા છે. જેમાંથી 254 સિંહોના કુદરતી મૃત્યુ થયા છે. જ્યારે સિંહ પ્નજાતિના 29 અકુદરતી મૃત્યુ થયા છે.

Gujarat Assembly 2022: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 68 સિંહોના મૃત્યુ, વિધાનસભામાં આંકડા રજૂ થયા
Gujarat Assembly 2022: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 68 સિંહોના મૃત્યુ, વિધાનસભામાં આંકડા રજૂ થયા

ગાંધીનગરઃ વિધાનસભામાં કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય પૂંજા વંશે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સિંહ અને સિંહ બાળના મૃત્યુ(Death of lion in Gujarat) અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ સરકારે રજૂ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ 283 સિંહ પ્રજાતિના (Gujarat Assembly 2022) મૃત્યુ થયા છે. જેમાંથી 254 સિંહોના કુદરતી મૃત્યુ થયા છે. જ્યારે સિંહ પ્રજાતિના 29 અકુદરતી મૃત્યુ થયા છે. જ્યારે દીપડા સાથે કુલ 616 બિલાડી કુળના વન્યજીવના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં સિંહના મોત

સરકાર સિંહોના અકુદરતી મૃત્યુ અટકાવવા પગલાં લે : પૂંજા વંશ - પૂંજા વંશે સિંહોના મૃત્યુ પર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર સિંહોના સંવર્ધન પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. જે બિનઅસરકારક સાબિત થઈ રહ્યા છે. સિંહ ખેડૂતોના ખુલ્લા કૂવામાં પડીને મૃત્યુ પામે છે. ગીર બોર્ડરમાં આવા 4.5 હજાર જેટલા ખુલ્લા કૂવા છે. સિંહોના વાસવાટના વિસ્તારમાંથી રેલવે પસાર (number of lions in Gir)થતી હોવાને કારણે પણ સિંહોના મૃત્યુ થાય છે. રોગોથી પણ સિંહોના મૃત્યુ થઈ ગયા છે. સરકાર સિંહોના મૃત્યુ અટકાવવા પગલાં લે.

આ પણ વાંચોઃ ગુજરાતના ગીરમાં સિંહો સુરક્ષિત રીતે જોવા મળે છે

સરકારની સ્પષ્ટતા - સિંહોના અકુદરતી મૃત્યુ અંગે સરકારે વિધાનસભામાં જવાબ રજૂ કર્યો હતો કે, સિંહ તથા વન્ય પ્રાણીઓને બીમારી તથા તાત્કાલિક સારવાર માટે વેટનરી ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. લાયન એમ્બ્યુલન્સ પણ વસાવવામાં આવેલ છે. અભ્યારણ વિસ્તારમાંથી પસાર થતા માર્ગો ઉપર સ્પીડ બ્રેકર અને સાઈન બોર્ડ મુકવામાં આવેલ છે. ફોરેસ્ટ સ્ટાફ દ્વારા નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવે છે. તે માટે તમામ સાધનો પૂરા પાડવામાં આવ્યા છે. સિંહોને રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે. અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. રાજુલા પીપાવાવ રેલવે ટ્રેકની આજુબાજુ ફેંસિંગ કરવામાં આવેલ છે. જો કે સરકારે સ્વીકાર્યું હતું કે, રાજ્યમાં વર્ષ 2018થી 334 વન રક્ષક ભરતીની પરીક્ષા યોજવાની બાકી છે.
આ પણ વાંચોઃ Gir Safari Park : ગીરમાં સિંહોની થતી પજવણી મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, લાયન સફારીમાં ઘટાડો કરવા સૂચન

Last Updated :Mar 15, 2022, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.