ETV Bharat / state

Gujarat CM Security : મુખ્યપ્રધાનની ગાડી બદલ્યા બાદ હવે સિક્યુરીટીના 5 DYSP અધિકારીઓ બદલાયા

author img

By

Published : Apr 26, 2023, 7:01 PM IST

Updated : Apr 26, 2023, 7:09 PM IST

રાજ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સલામતી વિભાગના 5 DYSP અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સીએમ સિક્યોરિટીમાં ફરજ બજાવતા હતા તેઓને પોલીસ દળ જૂથ વિશ્વ રાજ્ય માલ મિલકતની સુરક્ષા માટે બટાલીયન ગાંધીનગર ખાતેની જવાબદારી સોંપવામાં આવી છે.

Gujarat CM Security : મુખ્યપ્રધાનની ગાડી બદલ્યા બાદ હવે સિક્યુરીટીના 5 DYSP અધિકારીઓ બદલાયા
Gujarat CM Security : મુખ્યપ્રધાનની ગાડી બદલ્યા બાદ હવે સિક્યુરીટીના 5 DYSP અધિકારીઓ બદલાયા

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે. છેલ્લા 15 દિવસમાં 109 જેટલા IAS અધિકારીઓની બદલી ઉપરાંત અનેક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં આજે અચાનક જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સલામતી વિભાગના 5 DYSP અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ અધિકારીઓ વર્ષોથી રાજ્યના મુખ્યપ્રધાનની સલામતીની જવાબદારી સંભાળી રહ્યા હતા.

ક્યાં અધિકારીઓની બદલી કરી : કુલદીપ શર્મા DYSP CM SECURITY 1, ડી.વી. પટેલ CM સિક્યુરિટી, પી.ડી. વાઘેલા CM સિક્યુરિટી-3, એચ.વી. ચૌધરી CM સિક્યુરિટી અને આર.એલ. બારડ CM સિક્યુરિટી-2ની બદલી કરાય છે.

ક્યાં અધિકારીઓને CMની સુરક્ષામાં રાખવામાં આવ્યા : એસ.કે. શાહ, પી.પી. વ્યાસજીએ. જાડેજા, પી.આર. સંઘાણી અને ડી.વી.ગોહિલને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Rahul Gandhi Twitter: રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટર પ્રોફાઇલ બદલી, લખ્યું - DisQualified MP

તાત્કાલિક ધોરણે છુટા અને હાજર થવાની સૂચના : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સલામતીની જવાબદારી પાંચ Dysp કક્ષાના અધિકારી ઉપર આપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશ મુજબ જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે તેમની બદલી વાળી જગ્યાએ હાજર થવા અને છૂટા થવાની જાણ પણ કરવાની સૂચના જે તે અધિકારીઓને આપવામાં આવી છે. આ ઉપરાંત એસ.બી. બારોટ કે જેઓ મુખ્યપ્રધાન સિક્યોરિટીમાં ફરજ બજાવતા હતા. તેઓને રાજ્ય અનામત પોલીસ દળ જૂથ વિશ્વ રાજ્ય માલ મિલકતની સુરક્ષા માટે બટાલીયન ગાંધીનગર ખાતેની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો : Vadodara Constable : પ્રેમી સાથે ઝડપાયેલાં ડભોઈના મહિલા કોન્સ્ટેબલની તાત્કાલીક અસરે બદલી

ચૂંટણી પહેલા 17 IPS અધિકારીઓની બદલી : ઉલ્લેખનીય છે કે, વિધાસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે બદલીનો ગંજીપો ચાંપી દીધો હતો. જેમાં કુલ 17 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ખાસ કરીને આઇપીએસ લોબીમાં જાણીતા કહેવાતા ચહેરાઓની બદલી થતા કરવામાં આવી હતી.

Last Updated :Apr 26, 2023, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.