ETV Bharat / state

Junior Clerk Exam 2023: જુનિયર કલાર્કની પરીક્ષા તંત્ર માટે પરીક્ષાની ઘડી, તંત્રએ ગોઠવી ફુલપ્રુફ વ્યવસ્થા

author img

By

Published : Apr 8, 2023, 4:22 PM IST

Updated : Apr 8, 2023, 6:07 PM IST

જુનિયર ક્લાર્કની પરીક્ષા આવતી કાલે રવિવારે 9મી એપ્રિલે લેવાશે. જેને લઇને પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે પરીક્ષાલક્ષી જરૂરી માહિતી આપી છે. જેમાં ઉમેદવારો એ શું કરવું અને શેનું ધ્યાન રાખવું એની ચોખવટ કરી છે. રાજ્યના 9 લાખ 58 હજાર ઉમેદવારો 3 હજાર કેન્દ્રો પરથી કસોટી આપશે. જેની તૈયારીને આખરી ઓપ અપાયો છે. ઉમેદવારોનો મુશ્કેલીઓ ના પડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Junior Clerk Exam 2023: જુનિયર કલાર્કની પરીક્ષા તંત્ર માટે પરીક્ષાની ઘડી, તંત્રએ ગોઠવી ફુલપ્રુફ વ્યવસ્થા
Junior Clerk Exam 2023: જુનિયર કલાર્કની પરીક્ષા તંત્ર માટે પરીક્ષાની ઘડી, તંત્રએ ગોઠવી ફુલપ્રુફ વ્યવસ્થા

ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ ચેરમેન હસમુખ પટેલનું નિવેદન

અમદાવાદ: ગુજરાતમાં જુનીયર કલાર્કની પરીક્ષા 9 એપ્રિલને રવિવારે યોજાવાની છે. જેન લઇને GPSSBના ચેરમેન હસમુખ પટેલએ માહિતી આપી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે તમામ તૈયારીએ પુર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી અધિકારીએ પણ તૈયારી કરી લીધી છે. ઉમદવારોની મુંઝવણ દૂર કરવા માટે GPSSBના ચેરમેન હસમુખ પટેલે તમામ માહિતી આપી હતી.

સીસીટીવી કેમેરા: દરેક શાળા અને વર્ગખંડ માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. દરેક શાળા લોબીમાં સીસીટીવી રાખવામાં આવ્યા છે. આ વખતે ખાસ વાત એ છે કે પરીક્ષામાં બોડી વોર્ન કેમેરા રાખવામાં આવ્યા છે. જેના કારણે ખોટો(ડમી) ઉમેદવાર કોઇ પરીક્ષા આપી ના શકે. બોડી વોર્ન કેમેરાથી ડમી ઉમેદવાર કેન્દ્ર સુધી નહીં પહોંચી શકે. હસમુખ પટેલએ વધુમાં જણાવ્યું કે તંત્રએ ખુબ સારી કામગીરી કરી છે. ઉમેદવારોને સગવડ આપવામાં આવી છે. ઉમેદવાર પાસેથી વધુ ભાડુ ના લેવામાં આવે તે પણ કહી દેવામાં આવ્યું છે. જો વધારે ભાડુ લઇ રહ્યું છે તો તેના માટે પણ હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે. પરીક્ષાઓને લઇને એસટી વિભાગએ પણ તૈયારી બતાવી છે અને એક્સટ્રા બસો મુકવામાં આવી છે.

હેલ્પલાઈન નંબરની યાદી
હેલ્પલાઈન નંબરની યાદી

સાર્વજનિક સંસ્થા આવી મદદએ: પરીક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર જે સંસ્થાઓ છે તે પણ ઉમદેવારોની વ્હારે આવી છે. હસમુખ પટેલે વધુમાં જણાવ્યું કે આ પરીક્ષા માટે વહીવટ તંત્ર અને ગુજરાતના લોકો પ્રસંગ સમજીને પોતાનો અવસર સમજીને અને આ પરીક્ષામાં સાથ આપે અને ઉમેદવારને કોઇ તકલીફ ના પડે તે માટે તૈયારી થઇ છે. દરેક સંસ્થાઓ અને દરેક પાર્ટીઓ પણ ઉમેદવારોનું ધ્યાન રાખી રહી છે જેને લઇને કંઇકને કઇ મદદ કરી રહી છે.

આ પણ વાંચો Junior clerk Exam Paper leak: જૂનિયર કલાર્ક પેપર લિક મામલે જય વસાવડાએ આપ્યું નિવેદન

બોડી વોર્ન કેમેરાઃ બોડી વોર્ન કેમેરા વિશે હસમુખ પટેલે જણાવ્યું હતું કે ઉમેદવાર પરીક્ષાખંડમાં પ્રવેશ કરશે એટલે તેની વીડિયોગ્રાફી લેવાઇ જશે. પોલીસ સાથે મિંટીગમાં નક્કી કરવામાં આવ્યું છે બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. કોઇ ખોટી વસ્તુ લાવ્યા હશે કે ખોટો ઉમેદવાર હશે તો તે પકડાઇ જશે. જો કોઇ ઉમદેવાર આમાં પકડાઇ છે તો તેના માટે કાયદાઓ છે તે સજા આપવામાં આવશે. જિલ્લા અધિકારી, કલેકટર, રેન્જવડા એસપી આ લોકો સામેથી ફોન કરીને પુછતા હોય છે. અમારી નજરમાં ના હોય એ તેમની નજરમાં હોય છે. અમને ભરપુર સાથ આપી રહ્યા છે.

પરીક્ષા ગેરરીતિમાં પકડાયા તે પરીક્ષા આપી શકશે: આ પહેલા લેવાયેલી પરીક્ષામાં 30 ઉમેદવારની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઇને હસમુખ પટેલે કહ્યું કે તેઓ પરીક્ષા આપી શકશે. જો એ પરીક્ષા આપે તો તેને આપવામાં દેવામાં આવશે. પરંતુ તેમની સજા બરકરાર રહેશે. ગઇ પરીક્ષામાં તેમણે ગેરરીતી કરી જેના કારણે તેમની આગલી કાર્યવાહી તો થશે જ. 3000 હજારથી વધારે કેન્દ્રો છે. 32,000થી વધારે ઓરડા અને 32 જિલ્લાની અંદર પરીક્ષા લેવાશે

500થી વધારે ફલાઇંગ સ્કોડ: હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું કે આ પરીક્ષા દરમિયાન 500થી વધારે ફલાઇંગ સ્કવૉડ રાખવામાં આવી છે. દરેક વર્ગખંડમાં વર્ગ નિરક્ષક, સુપવાઇઝર, કેન્દ્ર સંચાલક છે. 9 એપ્રિલને રવિવારે 11:45 પરીક્ષા છે. પરંતુ 30 મિનિટ પહેલા ઉમેદવારોએ આવી જવાનું રહેશે. છેલ્લી ધડીએ પહોંચીને કોઇ લાભ ના લઇ શકે જેના કારણે 30 મિનિટ વહેલા એન્ટ્રી કરવામાં આવશે. જો ઉમેદવાર સમયની બહાર આવશે તો બેસવા નહી દેવામાં આવે. દરેક પરીક્ષાર્થીને રૂપિયા 254 ટ્રાવેલ્સ એલાઉન્સ મળવા પાત્ર છે ટ્રાવેલના પૈસા માટે આવતીકાલ સવાર સુધી કોલ લેટર મળી શકશે. અને એ ટ્રાવેલના પૈસા માટે તેનું ફોર્મ ભરાશે. જે બાદ ઉમેદવારોને એ પૈસા મળી જશે.

જમવાની વ્યવસ્થા આમ આદમી પાર્ટી કરશે: આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ-પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ વખતની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓને જિલ્લા ફેર કરવામાં આવ્યા છે. બની શકે છે કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ઉત્તર ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીને દક્ષિણ ગુજરાતમાં પરીક્ષા આપવા જવું પડી શકે છે. 200- 300 કિલોમીટરના અંતર કાપીને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર જશે. જેથી વિદ્યાર્થીઓને નવા શહેરમાં પહોંચતા રોકાણ કરવા ચા નાસ્તો કે જમવાની તમામ વ્યવસ્થાઓ આમ આદમી પાર્ટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અલગઅલગ જિલ્લાઓમાં અલગઅલગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પણ નિમણૂક કરવામાં આવી છે. આ કાર્યકરો પરીક્ષાના ઉમેદવારોને ચા નાસ્તો, પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની તમામ સગવડ પૂરી પાડશે.

હેલ્પલાઈન નંબર જાહેર કરાયા: ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો તે કેન્દ્રને શોધવા માટે જિલ્લા કક્ષાના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લા હેલ્પલાઇન નંબર 079 25508141 જ્યારે ગાંધીનગર જિલ્લા હેલ્પલાઇન નંબર 079 23256977 જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો Gujarat Junior Clerk Exam paper leak: ગુજરાત ATS દ્વારા 16 લોકોની ધરપકડ, ગુજરાત, બિહાર અને ઓડિસા કનેક્શન આવ્યું સામે

6,000 બસોનું આયોજન: ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ અલગ અલગ કેન્દ્ર પર યોજાવા જય રહી છે. જેને લઇને ગુજરાત એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે 6,000 થી પણ વધુ બસ દોડાવવાની નક્કી કર્યું છે.

વધારાનું ભાડુ નહી વસુલાય: અમદાવાદ એસટી નિગમના સચિવ કે.ડી.દેસાઈ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આગામી 9 એપ્રિલ 2023ના રોજ ગુજરાત સરકારના પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને ગુજરાત એસટી વિભાગ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે. પંચાયત પસંદગી મંડળ દ્વારા આ વખતે પરીક્ષા કેન્દ્ર જિલ્લા ફેરબદલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના તાલુકા ક્ષેત્રે પણ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. જેના પગલે એસટી વિભાગે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે. જોકે એસટી વિભાગ કોઈપણ મેળા કે અન્ય વર્ધીમાં સ્પેશિયલ બસનું સંચાલન કરવામાં આવે છે. ત્યારે રેગ્યુલર ભાડા કરતા વધારે ભાડું લેવામાં આવતું હોય છે. પરંતુ વિદ્યાર્થીઓને હિતમાં લઈને એસટી વિભાગ દ્વારા કોઈપણ પ્રકારે વધારે ભાડું નહીં લેવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજકોટમાં 25 એકસ્ટ્રા બસો: રાજકોટ એસટી ડેપોના મેનેજર એમવી ઠુંમરે Etv ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ એસટી વિભાગ દ્વારા 25 જેટલી એક્સ્ટ્રા બસો હાલ પૂરતી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મૂકવામાં આવી છે. જ્યારે એમાં જરૂર જણાશે તો ટ્રાફિકને જોઈને આગામી દિવસોમાં બસોમાં વધારો કરવામાં આવશે. આ સાથે હેડ ક્લાર્કના પરીક્ષાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જાય તે પ્રકારનું પણ ધ્યાન રાખવામાં આવશે.

વડોદરામાં વધુ 100 બસ મુકાશે: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના વિભાગે નિયામક સંજય જોષીએ જણાવ્યું હતું કે આવનાર 9 તારીખના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજીત ગત પરીક્ષામાં 30 હજાર ઉપરાંતના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા. જેના પરિપેક્ષમાં વડોદરા સીબીએસથી સાથે છોટાઉદેપુર અને તમામ વિભાગના ડેપો પરથી બસોનું આયોજન કરવામાં આવ્યું છે. મોટા ભાગના પરિક્ષાર્થીઓ સુરત અને અમદાવાદ તરફથી આવતા હોય છે. 427 જેટલી બસો સુરત તરફ જાય છે. આ સાથે અમદાવાદ તરફ પણ 400 થી વધુ રોજબરોજ જાય છે. રોજની રુટિંગ ટ્રીપ હાલમાં 1000 હજાર જેટલી બસોનું આયોજન તો હોય છે. પરંતુ વધારાની 100 જેટલી બસો મુકવામાં આવશે. અને જ્યાં જરૂરિયાત હશે ત્યાં વધારાની બસો દોડાવામાં આવશે.

સુરતમાં 150 બસ વધારાની: એસ.ટી વિભાગ સુરત નિયામક પી.વી. ગુજ્જરએ જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓ માટે પૂરતી વ્યવસ્થા કરવા માટે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. બે દિવસ 8 અને 9 એપ્રિલના રોજ સુરત થી 150 બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવનાર છે. લોંગ રૂટ પર જો પરીક્ષા કેન્દ્ર હોય તો વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય આ માટે બે દિવસ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

રીક્ષાચાલકો પરીક્ષાર્થીઓની મદદે: અમદાવાદ રીક્ષા ચાલક યુનિયન પ્રમુખ વિજય મકવાણા જણાવ્યું હતું કે દર વખતે જ્યારે સરકાર દ્વારા સરકારી ભરતીની પરીક્ષા આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અમદાવાદ રીક્ષા ચાલક યુનિયન દ્વારા પરીક્ષા આપવતા વિદ્યાર્થીને મુશ્કેલી ના પડે તેને ધ્યાનમાં રાખી તેમની મદદ કરવામાં આવતી હોય છે. 9 એપ્રિલના રોજ પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમદાવાદ રીક્ષા ચાલક યુનિયન દ્વારા અમદાવાદ પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

40 જેટલા રિક્ષાચાલક: અમદાવાદ રીક્ષા ચાલક યુનિયન સાથે સંકળાયેલા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારના 40 જેટલા રીક્ષા ચાલક અમદાવાદ શહેરમાં પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થી કોઈ સમસ્યા ઉદ્દભવે તો તે રીક્ષાચાલકને ફોન કરશે તો તેમની મદદ આવશે. તે વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર ક્યાં આવેલું છે. જે સ્થળે વિદ્યાર્થી ઉભો છે, તેને ત્યાંથી કયા વાહનમાં જઈ શકે છે. કોઈ રીક્ષા ચાલક વિદ્યાર્થી વધારા ચાર્જ વસુલે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

પોલીસ કમિશનરનું જાહેરનામું

(1) પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓએ ભેગા થવા પર પ્રતિબંધ

(2) પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ

(3) પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ

(4) પરીક્ષા સ્થળ પર સક્ષમ અધિકારી સિવાયના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકોએ મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક, વિજાણું ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ

(5) પરીક્ષા સ્થળો પર પરીક્ષા સમય દરમિયાન બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

(6) પરીક્ષા સ્થળો પર ગેરરીતિ થાય તેવું કોઈ પણ સાધન કે અનઅધિકૃત લેખન સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ

(7) પરીક્ષા કેન્દ્રની આસપાસના વિસ્તારમાં જાહેર વાહન વ્યવહાર અવરોધાય તે રીતે વાહનો ઊભા રાખવા કે પાર્ક કરવા/કરાવવા ઉપર પ્રતિબંધ

(8) પરીક્ષા સ્થળે કોઈ પણ પ્રકારનું હથિયાર લઈ દાખલ થવા ઉપર પ્રતિબંધ

પેપર ફોડનારને 10 વર્ષની જેલની સજા: ગુજરાત વિધાનસભામાં 23 ફેબ્રુઆરી, 2023ના રોજ ધી ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન બિલ 2023 રજૂ થયું હતું, અને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યની જાહેર પરીક્ષામાં પેપર ન ફૂટે અને કોઈપણ પ્રકારની ગેરરિતી ન થાય તે માટે થઈને સરકાર દ્વારા કાયદાને વધુ કડક કરાયો છે. પેપર લીકના કિસ્સામાં જો પેપર લીક કરનાર પકડાશે તો તેને 10 વર્ષની જેલની સજા અને 1 કરોડના દંડની કડક જોગવાઈ કરાઈ છે. જો કોઈપણ વિદ્યાર્થી દોષિત ઠરે તો તેવા પરીક્ષાર્થીઓને આવનારા બે વર્ષ સુધી કોઈપણ જાહેર પરીક્ષામાંથી બાકાત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત આરોપીને મિલકતની જપ્તી અને ટાંચમાં લેવામાં આવશે. આ ગુનો બિનજામીનપાત્ર અને બિનમાંડવાળ પાત્ર ગણાશે.

સરકારની ટીકા થઈ: 29 જાન્યુઆરીએ ગુજરાતમાં જુનિયર કલાર્કની પરીક્ષાના ગણતરીના કલાક પહેલા જ પેપર ફૂટી ગયું હતું, ત્યારે સરકારે તુરંત પરીક્ષાને રદ કરવી પડી હતી. જે દરમિયાન ગુજરાતના તંત્રની ખૂબ ટીકા થઈ હતી. વિપક્ષોએ પણ સરકાર પર પસ્તાળ પાડી હતી. અગાઉ 13 જેટલા પેપર ફૂટ્યા તેની તપાસમાં શું પરિણામ આવ્યું અને પકડાયેલાને કેટલી સજા થઈ તેવા અનેક પશ્નો વિપક્ષે ઉઠાવ્યા હતા. અને સરકાર સફાળી જાગીને કડક કાયદો ઘડી નાંખ્યો હતો.

પેપર લીકની 13 ઘટનાઓ: ગુજરાતમાં 2014થી અત્યાર સુધીમાં તેર પેપર લીકની ઘટના બની છે. 2014માં જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર લીક થયું હતું. 2015માં તલાટીનું પેપર, 2016માં જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષાનું પેપર ગાંધીનગર, મોડાસા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટયું હતું. 2018માં ટેટ શિક્ષકની પરીક્ષાનું પેપર, 2018માં મુખ્ય સેવિકા પેપર, 2018માં નાયબ ચિટનિસ પેપર, 2018માં એલઆરડી લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું પેપર, 2019માં બિનસચિવાલય કારકુન ભરતી પરીક્ષા, 2021માં હેડ કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર, 2021માં ડીજીવીસીએલ વિદ્યુત સહાયક ભરતી પરીક્ષા પેપર, 2021માં સબ ઓડિટર, 2022માં વનરક્ષક અને 2023માં જુનિયર કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા હતા.

Last Updated :Apr 8, 2023, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.