ETV Bharat / state

સરકારના નિયમ પ્રમાણે ફક્ત 2 જ ગાડીઓ રથયાત્રામાં જોડેશે

author img

By

Published : Jul 12, 2021, 7:53 AM IST

આજે આષાઢી બીજ અને ભાગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની રાજ્યા સરકાર દ્વારા મંજૂરી આપવામાંં આવવમાં આવી છે, ત્યારે વહેલી સવારે અમદાવાદવમાં મંગળા આરતીમાં અમિતશાહે ભાગ લીધો હતો.

સરકારના નિયમ પ્રમાણે ફક્ત 2 જ ગાડીઓ રથયાત્રામાં જોડેશે
સરકારના નિયમ પ્રમાણે ફક્ત 2 જ ગાડીઓ રથયાત્રામાં જોડેશે

  • અમદાવાદ 144મી રથયાત્રા
  • કોવિડ પ્રોટોકોલત પ્રમાણે ફક્ત 2 જ વાહનો જોડાયા રથયાત્રામાં
  • અખાડા, ટ્રકો આ વર્ષે નથી આપવામાં આવી પરવાનગી

ગાંધીનગર : આજે અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજીની અમદાવાદ 144 રથયાત્રાની રાજ્ય સરકારે પરવાનગી આપવામાં આવી છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વહેલી સવારે 4 વાગે મંગળા આરતીમાં ભાગ લીધો હતો, જ્યારે સરકારની કોવિડ ગાઈડલાઇન્સ પ્રમાણે રથયાત્રામાં ફક્ત 2 જ વાહનો રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથ સ્વરૂપ શ્રીકૃષ્ણ અને બલરામની દેહોત્સર્ગ ભૂમિ તરીકે પ્રભાસ તીર્થક્ષેત્રનું ઘણું ધાર્મિક મહત્વ

7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થશે રથયાત્રા

અમદાવાદ શહેરના 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી રથયાત્રા જ્યારે નીજ મંદિરમાંથી નીકળશે, ત્યારથી જ સાત પોલીસ સ્ટેશન વિસ્તાર જેવા કે ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેર કોટડા, દરિયાપુર, શાહપુર, મધવપુરા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા કરફ્યૂ જાહેર કરવામાં આવશે, આમ કોઈપણ વ્યક્તિ રથયાત્રાના રૂટમાં ન આવે તે બાબતે પણ સમગ્ર આયોજન કરી લેવામાં આવ્યું છે. આમ જ્યાં સુધી રથ નિજમંદિર સુધી પરત ન આવે ત્યાં સુધી રથયાત્રાના રૂટ પર આવેલા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં કરફ્યૂ અમલી રહેશે.

આ પણ વાંંચોઃ જગન્નાથ મંદિરમાંથી રથયાત્રા નીકળવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈયાર

એક પણ ભવિક ભક્ત નિજ મંદિરમાં દેખાયા નહિ

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાને શરતી મંજૂરી આપવામાં આવી છે, ત્યારે રથયાત્રા દરમિયાન સંક્રમણ ન ફેલાય તેને ધ્યાનમાં લઈને નિજ મંદિર અને રથયાત્રામાં ફક્ત ગણતરીના લોકોને જ હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. જે પ્રમાણે જ મંગળા આરતી દરમિયાન ફક્ત પોલીસ સ્ટાફ જ હાજર હતો, જ્યારે એક પણ ભાવિક ભક્તોને જોવા મળ્યા ન હતા.

આ પણ વાંંચોઃ 144 th Rathyatra: મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિરને ચાંદીનો રથ આપ્યો ભેટમાં

રથયાત્રાના ક્યા પ્રતિબંધ

કોરોનાની પરિસ્થિતિમાં જે રીતે રાજ્ય સરકારે 144મી રથયાત્રાને શરતોને આધીન આ મંજૂરી આપવામાં આવી છે, ત્યારે રથયાત્રાના માર્ગ પર જે મગનું પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવે છે તેવી પ્રસાદી વિતરણ પણ રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે જ્યારે સરસપુરમાં મોસાળ ખાતે યોજાનારા જાહેર ભંડારામાં પણ રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે, આ ઉપરાંત રથયાત્રામાં ભજન મંડળીઓ અખાડાઓ અને ટેબલોને પણ પરવાનગી આપવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.