'આપ'નો વાદ : સરકાર સામે 7 લાખ સરકારી કર્મચારીઓની મેદાન-એ-જંગ

author img

By

Published : May 9, 2022, 2:14 PM IST

ગાંધીનગરમાં 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર, કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો

6 મેના રોજ રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા સત્યાગ્રહ છાવણીમાં(Old Pension Scheme ) જૂની પેન્શન સ્કીમને લઈને વિરોધ સાથે મહાઆંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આજે રાજ્ય સરકારના 7 લાખ કર્મચારીઓના 72 જેટલા અલગ અલગ સંગઠનો દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે જૂની પેન્શન સ્કીમ અને પડતર માંગને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર: રાજસ્થાન અને પંજાબ સરકાર દ્વારા સરકારી કર્મચારીના હિતમાં જૂની પેન્શન સ્કીમ (Old Pension Scheme )લાગું કરવામાં આવી છે. ત્યારે 6 મેના રોજ રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે જૂની પેન્શન સ્કીમને લઈને વિરોધ સાથે મહાઆંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રાજ્ય સરકારના 7 લાખ કર્મચારીઓના 72 જેટલા અલગ અલગ સંગઠનો દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે જૂની પેન્શન સ્કીમ(Movement by Taking Old Pension Scheme)અને પડતર માંગને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Old Pension Scheme: રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ શરૂ કરવા કોંગ્રેસના ધારાસભ્ય C J ચાવડાની માગ

સરકાર સામે સરકારી કર્મચારીઓ - રાજ્યના 7 લાખ કર્મચારીઓના 72 જેટલા સંગઠનો દ્વારા આજે સત્યાગ્રહ છાવણી ખાતે ભારે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સરકારી કર્મચારીઓના અવાજ સાંભળે અને ફરીથી ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ યોજના લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

50 જેટલા દિવ્યાંગ કર્મચારીઓ રહ્યા હાજર - સત્યાગ્રહ છાવણી ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં 50 જેટલા દિવ્યાંગ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. જેમાં દિવ્યાંગ કર્મચારીઓના આગેવાનોએ પણ જૂની પેન્શન સ્કીમ સાથે રાજ્ય સરકાર દિવ્યાંગ સેલ શરૂ કરવામાં આવે જેમાં ફક્ત દિવ્યાંગ કર્મચારીઓના કામ થઈ શકે અને વારંવાર દિવ્યાંગ કર્મચારીઓને સરકારી કચેરીના ધક્કા ખાવા ન પડે તેવી માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Old Pension Scheme : જૂની પેન્શન સ્કીમ શરૂ કરો સરકાર.... તમામ જિલ્લાના કલેક્ટરોને અપાયા આવેદનપત્ર

કાળી પટ્ટી પહેરીને વિરોધ - સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા, કર્મચારીઓના સંગઠનો દ્વારા અગાઉ 2 વખત આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યા છે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે રાજ્યના સરકારી કર્મચારીઓ આગામી કાર્યક્રમ દિલ્હી ખાતે કરશે. કરારા જવાબ મિલેગા તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.