ETV Bharat / city

Old Pension Scheme : જૂની પેન્શન સ્કીમ શરૂ કરો સરકાર.... તમામ જિલ્લાના કલેક્ટરોને અપાયા આવેદનપત્ર

author img

By

Published : Apr 9, 2022, 9:42 AM IST

Old Pension Scheme : જૂની પેન્શન સ્કીમ શરૂ કરો સરકાર.... તમામ જિલ્લાના કલેક્ટરોને અપાયા આવેદનપત્ર
Old Pension Scheme : જૂની પેન્શન સ્કીમ શરૂ કરો સરકાર.... તમામ જિલ્લાના કલેક્ટરોને અપાયા આવેદનપત્ર

કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાગૃહમાં જૂની પેન્શન સ્કીમ (Old Pension Scheme) શરૂ કરવા રજૂઆત કરી હતી. પરંતુ જૂની પેન્શન સ્કીમ લઈને કોઈ પરિણામ ન આવતા. શૈક્ષિક સંઘના સંગઠન પ્રધાન પરેશ પટેલે ધરણા રેલી અને આવેદનપત્રનો (Demand by Taking Old Pension Scheme) કાર્યક્રમ રાખી ચીમકી ઉચ્ચારી છે.

ગાંધીનગર : રાજસ્થાન સરકારે જૂની પેન્શન સ્કીમ ફરીથી શરૂ (Old Pension Scheme) કરવાની બજેટ સત્રમાં જાહેરાત કરી હતી. ત્યારથી જ ગુજરાતમાં પણ જૂની પેન્શન સ્કીમ શરૂ થાય તેવી કર્મચારીઓની માંગ છે. સાથે જ વિધાનસભાગૃહમાં કોંગ્રેસના (Debate on Pension Scheme in the Assembly) ધારાસભ્યોએ પણ જૂની પેન્શન સ્કીમ શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી હતી. સંગઠન પ્રધાન પરેશ પટેલે પેન્શન સ્કીમ લઈને ચીમકી પણ ઉચ્ચારી હતી.

જૂની પેન્શન સ્કીમ શરૂ કરવા તમામ જિલ્લામાં પાઠવ્યા આવેદનપત્ર

આ પણ વાંચો : Teachers protest in Surat : સુરતના શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માગ સાથે બ્લેક ડે મનાવી વિરોધ વ્યક્ત કર્યો

જૂની પેન્શન સ્કીમ માંગ - જેને લઈને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મહિલાઓ અને પુરુષો શિક્ષકોએ ભેગા થઈને ગાંધીનગર જિલ્લા કલેકટરને જૂની પેન્શન સ્કીમ શરૂ કરવા માટેની આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કલેક્ટરોને એક શિક્ષક સંઘ (Gujarat Teachers Union) દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને રાજ્ય સરકાર દીવા વહેલી તકે શિક્ષકોની જૂની પેન્શન સ્કીમ શરૂ (Movement by Taking Old Pension Scheme) કરે તેવી માંગ પણ કરવામાં આવી છે.

જૂની પેન્શન સ્કીમ શરૂ કરવા તમામ જિલ્લામાં પાઠવ્યા આવેદનપત્ર
જૂની પેન્શન સ્કીમ શરૂ કરવા તમામ જિલ્લામાં પાઠવ્યા આવેદનપત્ર

આ પણ વાંચો : સુરતમાં વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ ન મળતાં સત્તાધીશો સામે FIR, સરકાર પર પ્રહાર કરી આંદોલનની ચીમકી

જૂની સ્કીમ માટે આંદોલન - શૈક્ષિક સંઘના સંગઠન પ્રધાન પરેશ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (National Federation of Education) રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ભેગા થઈને આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને ગુજરાત રાજ્યમાં ઓલ્ડ પેન્શન સ્કીમ શરૂ થાય તે માટે 33 જિલ્લામાં ધરણાં રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યારે આજે આ પ્રથમ તબક્કામાં આંદોલન શરૂ કર્યું છે. અને જ્યાં સુધી જૂની પેન્શન સ્કીમ યોજના (Demand by Taking Old Pension Scheme) લાગુ નહીં થાય ત્યાં સુધી અલગ અલગ કાર્યક્રમો આપવાની ચીમકી પણ પરેશ પટેલે ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.