ETV Bharat / state

ગાંધીનગરનો આ રોડ પૂજ્ય હીરાબા માર્ગ તરીકે ઓળખાશે

author img

By

Published : Jun 15, 2022, 8:01 PM IST

ગાંધીનગરનો આ રોડ પૂજ્ય હીરાબા માર્ગ તરીકે ઓળખાશે
ગાંધીનગરનો આ રોડ પૂજ્ય હીરાબા માર્ગ તરીકે ઓળખાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi Gujarat Visit)માતા હીરાબાનો 18 જૂનના દિવસે જન્મદિવસ (Hira Ba 100th birthday)છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગર રાયસણ પેટ્રોલ પંપ રોડને કોર્પોરેશન દ્વારા પૂજ્ય હીરાબા માર્ગ (Pujya Hiraba Marg)તરીકેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi Gujarat Visit)માતા હીરાબાનો 18 જૂનના દિવસે (Hira Ba 100th birthday)જન્મદિવસ છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે જગ્યાએ અત્યારે હીરાબા વસવાટ કરી રહ્યા છે એટલે કે ગાંધીનગર રાયસણ વિસ્તાર છે તે વિસ્તારના પેટ્રોલ પંપ રોડને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂજ્ય હીરાબા માર્ગ (Pujya Hiraba Marg)તરીકેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

હીરાબા માર્ગ
હીરાબા માર્ગ

આ પણ વાંચોઃ 25 કલાકારોએ 12 મહિનામાં PM મોદી અને હીરાબાના પ્રેમને વૂડ લે આર્ટથી અંકિત કર્યો

80 મીટરનો રોડ હવે પૂજ્ય હીરાબા માર્ગ તરીકે ઓળખાશે - ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને(Gandhinagar Municipal Corporation)આજે ગાંધીનગર મેયર દ્વારા સત્તાવાર રીતે પત્ર લખીને માંગ કરવામાં આવી હતી. આપણા દેશમાં માટે આજીવન પોતાનું સમગ્ર જીવન ત્યાગ તપસ્યા સેવા અને કર્તવ્યનિષ્ઠામાં કરનારા એવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા જેઓ 18 જૂન 2022 ના રોજ 100 વર્ષ પૂર્ણ (PM Modi mother Hira Ba)કરી રહ્યા છે. તે નિમિત્તે ગાંધીનગરના લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં લઇને રાયસણ પેટ્રોલ પંપ થી 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ તરીકે નામ આપો. હીરાબાનું નામ સદાય જીવંત રહે અને ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ તપસ્યા સેવા અને કર્તવ્યનિષ્ઠાના બોધપાઠ લઇ શકે તે હેતુથી રાયસન પેટ્રોલ પંપ થી 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ નામકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ PM Modi Met Hiraba: PM મોદી સાંજે હીરાબા સાથે જમ્યાં, ખબરઅંતર પૂછ્યાં

18 જૂને થઈ શકે છે સત્તાવાર જાહેરાત - ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ મકવાણાએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ માર્ગની માંગ કરવામાં આવી છે. જન્મ દિવસના દિવસે (Hira Ba 100th birthday)જ સત્તાવાર રીતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન(Gandhinagar Municipal Corporation) દ્વારા પૂજ્ય હીરાબા માર્ગની જાહેરાત થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.