ETV Bharat / state

Gandhinagar News : કબૂતરબાજીમાં દિલ્હીથી વધુ એકની ધરપકડ, પ્રતિ પ્રવાસીને સાચવવાના મળતા હતા 25,000 રૂપિયા

author img

By

Published : Jul 19, 2023, 10:09 PM IST

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દિલ્હીથી ગુરપ્રીતસિંહ ઓબેરોયની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાંથી મોટાપાયે અમેરિકા ગેરકાયદે મોકલવાના બોબી પટેલ કબૂતરબાજી મામલામાં આગળ વધતી તપાસમાં આ અપડેટ સામે આવ્યું છે.

Gandhinagar News : કબૂતરબાજીમાં દિલ્હીથી વધુ એકની ધરપકડ, પ્રતિ પ્રવાસીને સાચવવાના મળતા હતા 25,000 રૂપિયા
Gandhinagar News : કબૂતરબાજીમાં દિલ્હીથી વધુ એકની ધરપકડ, પ્રતિ પ્રવાસીને સાચવવાના મળતા હતા 25,000 રૂપિયા

કબૂતરબાજીમાં વધુ એક આરોપી ઝડપાયો

ગાંધીનગર : ગેરકાયદેસર વિદેશમાં લઈ જવા માટે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં બોબી પટેલ ઉપર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે કબૂતરબાજીમાં પ્રવાસીઓને સાચવવાના તેમની સરભરા કરવાની જવાબદારી સંભાળતાં દિલ્હીના એક વયોવૃદ્ધની સ્ટેટ મોનિટરિંગ સેલ - એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

SMC ને માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં દિલ્હીમાં એસએમસીની ટીમ દ્વારા ત્રણ દિવસ સુધી વોચ રાખવામાં આવી હતી. જ્યારે ગુરપ્રીતસિંહે તેમની પૌત્રીને ફકત શાળાએ લેવા મૂકવા જવાની કામગીરી હાલમાં કરતા હતાં. જ્યારે કબતુરબાજીના મુખ્ય સૂત્રધાર ગુરપ્રિતસિંહની કામગીરીની વાત કરવામાં આવે તો અગાઉ પકડાયેલ મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી જે લોકોને અમેરિકા જવું હોય તેમને અમદાવાદથી આરોપી ગુરપ્રીતસિંહને દિલ્હી મોકલતો હતો અને તે વ્યક્તિના વિઝા મેળવી યુરોપ મોકલવાની તમામ વ્યવસ્થા કરતો હતો. આરોપીએ અત્યાર સુધી 30 જેટલા વ્યક્તિની વ્યવસ્થા કરી આપી હોવાની કબૂલાત કરી છે....કે. ટી. કામરીયા (Dysp, સ્ટેટ મોનિટરિંગ સેલ)

દિલ્હી ખાતે સરભરા કરતો હતો આરોપી : કબૂતરબાજી કેસમાં દિલ્હીથી ગુરપ્રીતસિંહ ઓબેરોયની સ્ટેટ મોંનટરિંગ સેલે ધરપકડ કરી છે. જેમાં ગેરકાયદે અમેરિકા મોકલનાર માસ્ટર માઈન્ડ કૌભાંડી ભરત ઉર્ફે બોબી પટેલની તપાસ કરતા સામે આવ્યું હતું કે ભરત પટેલ દ્વારા ગેરકાયદે અમેરિકા જનારા ઘૂસણખોરી કરવા માટે યુરોપ જવા એર ટ્કીટ અને રહેવાની વ્યવસ્થા કરવા દિલ્હીના ફરાર અમનસિંગ કરતા હતાં. જોકે ગેરકાયદે જનારા વ્યક્તિ અમદાવાદથી દિલ્હી આવે તો અમનસિંગ દ્વારા ગુરપ્રીતસિંહને કહેવામાં આવતું હતું અને એરપોર્ટ પરની તમામ વ્યવસ્થા કરતો હતો.

પ્રતિ વ્યક્તિ 25,000 ફી મળતી : ગેરકાયદે અમેરિકા જનારા એરપોર્ટ પર અને મેક્સિકો બોર્ડર સુધી અમેરિકા ઘુસાડવા માટે એજન્ટને પૈસા આપવાનું કામ અમન અને ગૃરપ્રીતસિંહ કરતો હોવાનું સામે આવ્યું છે. જો કે એક વ્યક્તિ દીઠ 25,000 આરોપી ગુરપ્રીતસિંહ લેતો હોવાની કબૂલાત કરી હોવાનું એસ.એમ.સી. ના DYSP કે. ટી. કામરિયાએ જણાવ્યું હતું. આરોપી ગુરપ્રીતસિંહને ફરાર આરોપી અમન દ્વારા કહેવામાં આવતું તે કામ કરતો હતો, અને વર્ષ 2021 અને 2022માં 30 લોકો આવી રીતે ગેરકાયદે અમેરિકા મોકલવામાં મદદ કરી છે.

પાંચ આરોપીની ધરપકડ : આ કેસમાં અત્યાર સુધી પાંચ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે જેમાં ભરત ઉર્ફે બોબી પટેલની પૂછપરછમાં 150 થી 200 વ્યક્તિઓને ગેરકાયદેસર અમેરિકા મોકલ્યા હોવાનું કબૂલાત કરી છે. જ્યારે આ કેસમાં દિલ્હીનો અમન અને વિદેશમાં રહેતો ચરણસિંહ ફરાર છે. જેને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ તપાસ શરૂ કરી છે.

  1. કબૂતરબાજી : ગેરકાયદેસર વિદેશ મોકલતાં એજન્ટોના નામ ખુલ્યા, હજુ નવા કનેક્શન ખુલવાની ધારણા
  2. US Illegally Entry: દિલ્હીના એજન્ટની ધરપકડ, અમેરિકામાં એન્ટ્રીનો પ્લાન ખુલ્યો
  3. Ahmedabad Crime: બોબી પટેલ કબૂતરબાજી કેસમાં પોલીસકર્મી સસ્પેન્ડ, 30 કરોડના તોડનો દાવો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.