ETV Bharat / state

Gujarat Shell Energy : શેલ એનર્જી ગુજરાતમાં કરશે 3500 કરોડનું રોકાણ, ઇલેક્ટ્રિક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલનું કામકાજ કરશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 6:49 PM IST

ગુજરાતમાં શેલ એનર્જી દ્વારા રિન્યુએબલ એનર્જી-ઇલેક્ટ્રિક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને એલએનજી રિગેસિફિકેશન ટર્મિનલ નિર્માણ માટે 3500 કરોડ રુપિયાનું રોકાણ થશે. આ અનુસંધાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં એમઓયુ કરવામાં આવ્યાં હતા.

MoU : શેલ એનર્જી ગુજરાતમાં કરશે 3500 કરોડનું રોકાણ, ઇલેક્ટ્રિક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલનું કામકાજ કરશે
MoU : શેલ એનર્જી ગુજરાતમાં કરશે 3500 કરોડનું રોકાણ, ઇલેક્ટ્રિક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલનું કામકાજ કરશે

ગાંધીનગર : ઊર્જા ક્ષેત્રની મોટી કંપની શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં 3500 કરોડ રુપિયાનું રોકાણ કરશે. આ અંગે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ - એમઓયુમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને શેલ એનર્જી વચ્ચે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતાં. સરકાર વતી ઊર્જા વિભાગનાં અગ્ર સચિવ મમતા વર્મા તથા શેલ એનર્જી વતી મેનેજિંગ ડિરેક્ટર રાહુલ સિંઘે એમઓયુ પર હસ્તાક્ષર કરીને પરસ્પર આદાન-પ્રદાન કર્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી : જાન્યુઆરી 2024માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણીમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરવાના ભાગરુપે રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા શ્રેણીબદ્ધ આયોજનમાં આ પણ કડીરુપ એમઓયુ છે.

રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે. ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે...ભૂપેન્દ્ર પટેલ(મુખ્યપ્રધાન)

વિવિધ ઉદ્યોગો સાથે MoU : ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સમિટ દેશવિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્ટ સમિટ - 2024ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ ઉપક્રમના ચોથા તબક્કામાં ઉદ્યોગ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 23 ઓગસ્ટ બુધવારે એક MoU કરવામાં આવ્યું હતું.

1200 એકરમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન પ્લાન્ટ : શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ MoU અન્‍વયે 2200 કરોડના રોકાણ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં 1200 એકરમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ દ્વારા અંદાજે એક હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે તેમજ સંભવત: 2026 સુધીમાં આ પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ થઈ જશે.

શેલ એનર્જી છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં વ્યવસાય કારોબાર વિસ્તારી શકી છે તેના મૂળમાં સરકારની ઉદ્યોગો માટેની પ્રોત્સાહક એડમિનિસ્ટ્રેશનની સક્રિય ભૂમિકા રહેલી છે. ગુજરાત રિન્યુઅલ એનર્જી સેક્ટરમાં દેશમાં લીડિંગ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે તથા ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલીસીઝ અને બેસ્ટ ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝને કારણે રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે... નિતીન પ્રસાદ(શેલ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન)

2000 લોકોને રોજગારી : આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ ફ્યુઅલ રિટેલીંગ, EV રિચાર્જ સ્ટેશન ક્ષેત્રે શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 800 કરોડનું રોકાણ કરવામાં આવશે. જેમાં અંદાજે 2000 લોકોને રોજગારી મળશે. તેમના આ પ્રોજેક્ટ 2027 સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે.

2027 સુધીમાં ઉત્પાદન શરુ : રાજ્ય સરકાર સાથે કરેલા આ MoU અનુસાર શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ LNG રિગેસિફિકેશન ટર્મિનલ, એસેટ ઇન્ટીગ્રિટી રિજુવેનેશન અને ડેબોટલનેકિંગ પ્રોજેક્ટમાં 500 કરોડનું રોકાણ કરવાની છે. આ પ્રોજેક્ટમાં 375 લોકોને રોજગાર અવસર મળતા થશે તથા આ પ્રોજેક્ટ પણ સંભવત: 2027 સુધીમાં વાણિજ્યિક ઉત્પાદન કરતો થઈ જશે.

દર સપ્તાહે એમઓયુ : વાયબ્રન્‍ટ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની ત્રણ કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. 3874 કરોડના રોકાણોના 14 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ સાડા નવ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

એક જ દિવસમાં 3500 કરોડના રોકાણો : ટેક્સટાઈલ સેક્ટરમાં-2100, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-700 , ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-3085 સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. ચોથી કડીમાં એક જ દિવસમાં 3500 કરોડના રોકાણો માટે શેલ એનર્જી ઇન્ડિયાએ એમઓયુ કર્યાં છે.

Vibrant Gujarat Global Summit 2024 : ગાંધીનગરમાં 4 એમઓયુ, નેનો યુરિયા, સિમેન્ટ અને ટેક્સટાઇલ સેક્ટરમાં 1113 કરોડનું રોકાણ

Gujarat Govt Mou : સરકારે ડીસીટીએલ સાથે એમઓયુ કર્યાં, પેટ્રોકેમિકલ્સ ઇન્ટરમિડીએટમાં ત્રણ પ્રોજેક્ટ માટે 5000 કરોડનું રોકાણ

Science City MoU : અમદાવાદ સાયન્સ સિટીમાં નિર્માણ પામશે ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.