ETV Bharat / state

Gandhinagar News : બિપરજોય વાવાઝોડામાં નુકસાન સંદર્ભે 2 જિલ્લા માટે 240 કરોડનું પેકેજ જાહેર, બાકીના 8 જિલ્લાનું શું?

author img

By

Published : Jul 14, 2023, 9:35 PM IST

જૂન મહિનામાં બંગાળની ખાડીમાંથી ગુજરાત પર ધસી આવેલા બિપરજોય વાવાઝોડાએ 10 જિલ્લાને ઘમરોળ્યાં હતાં. ત્યારે બિપરજોય વાવાઝોડાગ્રસ્ત 10 જિલ્લામાં પાક નુકસાની સર્વે કરાવ્યાં બાદ આજે બે જિલ્લા માટે 240 કરોડનું રાહત પેકેજ જાહેર થયું છે. હાલ પૂરતાં બાકીના 8 જિલ્લા રામભરોસે છોડાયાં છે.

Gandhinagar News : બિપરજોય વાવાઝોડામાં નુકસાન સંદર્ભે 2 જિલ્લા માટે 240 કરોડનું પેકેજ જાહેર, બાકીના 8 જિલ્લાનું શું?
Gandhinagar News : બિપરજોય વાવાઝોડામાં નુકસાન સંદર્ભે 2 જિલ્લા માટે 240 કરોડનું પેકેજ જાહેર, બાકીના 8 જિલ્લાનું શું?

240 કરોડનું રાહત પેકેજ જાહેર

ગાંધીનગર : ગુજરાતના દરિયા કિનારે આવેલા કચ્છ અને 10 જિલ્લાઓમાં બિપરજોય નામનું વાવાઝોડું 15 અને 16 જૂનના રોજ ત્રાટક્યું હતું જેમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન લોકોને થયું છે. પરંતુ સૌથી વધુ નુકસાન બાગાયતી પાકને થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લા માટે રાહત પેકેજ જાહેર કરતાં 240 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ રાહત પેકેજ બાગાયતી અને કૃષિ પાકના નુકસાન માટે જાહેર કરવામાં આવ્યું છે.

કૃષિ પ્રધાને શું કરી જાહેરાત : બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 68,000 હેકટર વિસ્તારમાં નુકશાન થયું છે જેથી રાજ્ય સરકાર દ્વારા ફકત 2 જિલ્લા માટે કુલ 240 કરોડ રૂપિયા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અન્ય 8 જિલ્લા જેવા કે જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, ભાવનગર, જામનગર, પોરબંદર જિલ્લાના ખેડૂતોને સહાય માટે સરકારે હજુ સુધી કોઈ વિચારણા નથી કરી, આમ ફકત કચ્છ અને બનાસકાઠા જિલ્લામાં નુકશાન થયેલા ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે.

અત્યાર સુધીમાં નુકસાનીમાં ફક્ત ધોરણ પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને જે નુકસાની સહાય ચૂકવવામાં આવતી હતી. ત્યારે પ્રથમ વખત ગુજરાત સરકાર દ્વારા 10 ટકાથી વધુ નુકસાની હશે તો પણ સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 10 ટકાથી વધુ નુકસાનીમાં રહેતી હેકટર 25,000 હજાર રૂપિયાની સહાય 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે. જ્યારે 33 ટકાથી વધુ નુકસાન હશે તો SDRF ના ધોરણ મુજબ 22,500 ઉપરાંત 1,25,000 પ્રતિ હેકટર સહાય 2 હેકટરની મર્યાદામાં સર્વે ખેડૂત ખાતેદારોને સહાય ચુકવવામાં આવશે. જ્યારે 10 ટકાથી ઓછી નુકસાનીમાં રાજ્ય સરકારે જે 25,000 ની હેક્ટરે જાહેરાત કરી છે તે રાજ્ય સરકારના ભંડોળમાંથી સહાય ચૂકવવામાં આવશે. નુકશાનીમાં ઝાડ પડી જવા, તૂટી જવા, નાશ પામવાનો સમાવેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે... રાઘવજી પટેલ(કૃષિપ્રધાન)

1,25,000 હેકટરમાં બાગાયતી પાકનું નુકશાન : રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે સહાય પેકેજ જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યના દરિયાકિનારે આવેલ બિપરજોય વાવાઝોડાના કારણે કૃષિના બાગાયતી પાકોમાં ભારે નુકશાન થયું હતું. જેમ રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા 311 જેટલી ટીમ તૈયાર કરીને નુકશાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કુલ 1,25,000 હેકટરમાં બાગાયતી પાકનું નુકશાન સામે આવ્યું છે.

કેટલું નુકશાન થયું છે એ તો અમને પણ નથી ખબર : ગુજરાતમાં ગુજરાતમાં વાવાઝોડાના કારણે કેટલાક રૂપિયાનું નુકસાન થયું છે તે બાબતના પ્રત્યુત્તરમાં રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે સ્પષ્ટપણે નિવેદન આપ્યું હતું કે કેટલું નુકસાન થયું છે એ તો અમે માપી શક્યા નથી. પરંતુ અમે ફક્ત નુકસાનની સામે સહાય આપી છે. નુકસાનનું વળતર નથી. આ ફક્ત સહાય હોવાનું નિવેદન કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આપ્યું હતું.

  1. Gandhinagar News : બિપરજોય વાવાઝોડાથી બાગાયતી પાકને નુકસાન, સરકાર કેટલું સહાય પેકેજ જાહેર કરશે?
  2. Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાજ્ય સરકારે 11.60 કરોડની સહાય ચૂકવી
  3. Biparjoy Cyclone: ગૃહપ્રધાન અમિત શાહે વાવાઝોડાથી થયેલા નુકસાનનો મેળવ્યો તાગ, કહ્યું- બિપરજોય વાવાઝોડામાં એક પણ મોત નહિ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.