ETV Bharat / state

MLAને આનંદઃ સભ્યોના નિવાસ સ્થાનનો નક્શો તૈયાર, એક ફ્લોર પર 2 જ ફ્લેટ

author img

By

Published : Jan 5, 2023, 7:50 PM IST

Updated : Jan 6, 2023, 6:26 PM IST

ગાંધીનગરમાં વર્ષ 2024 અંત સુધીમાં (Gandhinagar MLA Quarters Project) તૈયાર થશે નવા સદસ્ય નિવાસ. કુલ 12 ટાવર, એક માળમાં ફક્ત 2 જ ફ્લેટ તૈયાર થશે. 3BHK ફ્લેટ તૈયાર કરવામાં આવશે પણ ખરેખર અંદર એક ફ્લેટમાં 9 જેટલા રૂમ (MLA Housing Scheme) આપવામાં આવ્યા છે. જેને લઈને એક નક્શો તૈયાર કરવામાં (MLA Quarters Gandhinagar) આવ્યો છે. જેને હાલ તો ફાઈનલ મનાય રહ્યો છે.

વર્ષ 2024 અંત સુધીમાં તૈયાર થશે નવા સદશ્ય નિવાસ, કુલ 12 ટાવર, એક માળમાં ફક્ત 2 જ ફ્લેટ
વર્ષ 2024 અંત સુધીમાં તૈયાર થશે નવા સદશ્ય નિવાસ, કુલ 12 ટાવર, એક માળમાં ફક્ત 2 જ ફ્લેટ

ગાંધીનગર રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધારાસભ્યોની (Gandhinagar MLA Quarters Project) સુવિધાઓ વધારવા માટે સેકટર 17 માં નવા આવાસ યોજના બનાવવામાં આવે છે. ત્યારે આ સમગ્ર પ્રોજેકટ 30 નવેમ્બર 2024 ના રોજ પૂર્ણ કરવામાં આવશે. નવા પ્રોજેકટ (MLA Quarters Gandhinagar) ની વાત કરવામાં આવે તો કુલ 9 માળના 8 ટાવર તૈયાર કરવામાં આવશે. જેમાં પ્રતિ માળ 2 જ ફ્લેટ તૈયાર કરવામાં આવશે.

કેવી હશે સુવિધાઓ નવા સદસ્ય આવાસ ની સુવિધાની વાત કરવામાં આવે તો 3BHK ફ્લેટ તૈયાર કરવામાં આવશે પણ ખરેખર અંદર એક ફ્લેટમાં 9 જેટલા રૂમ આપવામાં આવ્યા છે. જ્યારે ધારાસભ્યના ડ્રાઇવર, રસોયા માટે અલગ થી રૂમ ની વ્યવસ્થા (Gandhinagar MLA Quarters Project) અને એન્ટ્રી એંઝીટ નો અલગ ગેટ પણ આપવામાં આવ્યો છે. જ્યારે કુલ 12 ટાવર માંથી 4 ટાવર નીચે બેઝમેન્ટ (MLA Gujarat Facilities) પાર્કીંગ અને અન્ય 8 બ્લોકમાં સામાન્ય (MLA Housing Scheme) પાર્કિંગ ની વ્યવસ્થા આપવામાં આવશે. જ્યારે એક માળ પર ફક્ત 2 જ ધારાસભ્યોને નિવાસસ્થાનની વ્યવસ્થા કરવામાં આવશે.

કુલ 216 આવાસ થશે તૈયાર સેકટર 17 ખાતે તૈયાર કરવામાં આવી રહેલા નવા સદસ્ય દિવસ ની વાત કરવામાં આવે તો કુલ 12 બ્લોક અંતર્ગત 216 unit તૈયાર કરવામાં આવશે. જે ગતિ યુનિટ 204 સ્ક્વેર ફૂટનું એક યુનિટ તૈયાર કરવામાં આવશે. જ્યારે યુનિટ ની અંદર ની વાત કરવામાં આવે તો બી માસ્ટર ઝૂમ બેડરૂમ એક સાદો બેડરૂમ રસોડું ડાઇનિંગ એરીયા લિવિંગ રૂમ એક જ નાનકડી ઓફિસ વેટિંગ એરિયા અને કર્મચારીઓના રૂમની પણ વ્યવસ્થા નવા આવાસમાં પ્રતિ યુનિટ દીઠ કરવામાં આવી છે. જ્યારે તમામ ધારાસભ્યોના એમ.એલ.એકવાટર્સમાં પ્રતિ યુનિટ દીઠ ઓફિસ લિવિંગ રૂમ અને માસ્ટર બેડરૂમમાં એસી, 43 ઇંચ નું એલઈડી ટીવી ટેબલ નેટવર્ક સાથે, ફ્રીજ, RO યુનિટ, ગેસ ગીઝર અને ઇલેક્ટ્રીક ગીઝરની સુવિધાઓ આપવામાં આવશે.

આ પણ વાંચો 50 હજાર લોકોને રાતોરાત હટાવી શકાય નહીં, 4 હજાર મકાનો તોડવા પર 'સુપ્રીમ' પ્રતિબંધ!

જમીનની માટીના 42 ટેસ્ટ કરાયા જુના સદસ્ય નિવાસ ફક્ત ત્રણ માળના છે. જ્યારે નવા સદસ્ય નિવાસ એ બાર બ્લોક અને નવ માળના તૈયાર કરવામાં આવશે. ત્યારે વધુ મજબૂતીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે દ્વારા જે જગ્યા ઉપર એટલે કે 17 17 માં જે સ્થળ ઉપર નવા સદસ્ય નિવાસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેની જમીનના કુલ અલગ અલગ 42 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ બાંધકામની મજબૂતી અને ભૂકંપ પ્રૂફ બાંધકામ માટે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 42 જેટલા સોઈલ ટેસ્ટ કરાવામાં આવ્યા છે.

તૈયાર થશે નવા આવાસ ગાંધીનગર શહેરના સેક્ટર-17 ખાતે તૈયાર થઇ રહેલા અધ્યતન નવા એમ.એલ.એ. ક્વાટર્સની સદસ્ય નિવાસ સમિતિએ આજે સ્થળ મુલાકાત કરી એક બેઠકનુ આયોજન કર્યુ હતુ. 28 હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર સદસ્ય નિવાસમાં મકાનના બિલ્ટઅપ એરિયા વધારવાની સદસ્ય નિવાસ સમિતિની માંગણીને માર્ગ અને મકાન વિભાગના પૂર્વ પ્રધાન પુરણેશ મોદીએ સ્વીકારી હતી. અંદાજીત રુપિયા 140 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા નવા એમ.એલ.એ. ક્વાટર્સમાં અધ્યતન સુવિધાઓથી સજ્જ 9 માળના કુલ ૧૨ ટાવર બનશે. 210 ચો.મી બિલ્ટઅપ એરિયા મુજબ 168 , 10.76 પ્રમાણે 1860 ચો.ફુટની સમિતિની માંગણી મંજુર કરવામા આવી છે. આ ફ્લેટમાં ચાર બેડરૂમ સહિત 9 રૂમ બનાવવાનુ આયોજન છે.

આ પણ વાંચો રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના અધિકારીઓની યોજાઈ સંયુક્ત બેઠક, CM પટેલે આપ્યા સૂચનો

સુવિધાઓ ઉપ્લબ્ધ જેમાં રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ, ડ્રાઈવર રૂમ સહિતની અન્ય સુવિધાસભર રૂમ બનશે. નવા સદસ્ય નિવાસ સંકુલમાં બે લેન્ડ સ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવાશે. તે ઉપરાંત દરેક બિલ્ડીંગમાં બે લિફ્ટની સુવિધા હશે. તે ઉપરાંત એન્ટ્રી-એક્ઝીટ માટે ચાર ગેઇટ હશે.

યુનિટમાં વધારો વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ વિધાનસભા વિસ્તાર પ્રમાણે ધારાસભ્યો છે ત્યારે વર્ષ 2017 20 થી ચૂંટણીમાં ગુજરાત વિધાનસભામાં કુલ 220 થી 230 ની આસપાસ ધારાસભ્યોની સંખ્યા થશે ત્યારે તેને ધ્યાનમાં લઈને જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 12 બ્લોકમાં 219 જેટલા નવા યુનિટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Last Updated : Jan 6, 2023, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.