ETV Bharat / state

Gandhinagar Crime : ગાંધીનગર કોર્ટે પૂર્વ જિલ્લા ક્લેક્ટર એસ કે લાંગા કર્યા જેલહવાલે, જૂઓ કેટલા દિવસ રહ્યાં રીમાન્ડમાં

author img

By

Published : Jul 24, 2023, 9:24 PM IST

ગાંધીનગર કોર્ટે પૂર્વ જિલ્લા કલેક્ટર એસ કે લાંગાને આજે જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તેમના ત્રણ દિવસના રીમાન્ડ આજે પુરા થયા હતા. એસ કે લાંગા અપ્રમાણસર મિલકત સહિત જમીન કૌભાંડના આરોપી છે.

Gandhinagar Crime : ગાંધીનગર કોર્ટે પૂર્વ જિલ્લા ક્લેક્ટર એસ કે લાંગા જેલહવાલે, જૂઓ કેટલા દિવસ રહ્યાં રીમાન્ડમાં
Gandhinagar Crime : ગાંધીનગર કોર્ટે પૂર્વ જિલ્લા ક્લેક્ટર એસ કે લાંગા જેલહવાલે, જૂઓ કેટલા દિવસ રહ્યાં રીમાન્ડમાં

ગાંધીનગર : ગાંધીનગરના પૂર્વ જિલ્લા ક્લેકટર એસ. કે. લાંગાના ત્રણ દિવસના રીમાન્ડ પૂર્ણ થતા તેમને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયા હતાં. ગાંધીનગર પોલીસ દ્વારા એસ કે લાંગાના વધુ રીમાન્ડની માગ કરવામાં આવી ન હતી. જેથી તેમને ગાંધીગનર કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

કુલ 12 દિવસના રીમાન્ડ પૂરા : એસ. કે. લાંગાને પ્રથમવાર પાંચ દિવસના અને તે પછી ચાર દિવસ અને ત્યાર બાદ વધુ ત્રણ દિવસના રીમાન્ડ આપ્યા હતાં. આમ કુલ 12 દિવસના રીમાન્ડ પૂરા થયા છે. આજે પોલીસે વધુ રીમાન્ડની માગ ન કરતાં એસ કે લાંગાને જ્યુડિશિિયલ કસ્ટડીમાં મોકલી આપવા કહ્યું છે.

આબુથી ઘરપક્ડ : અત્રે ઉલ્લેખનીય છે કે 18 મે, 2023ના દિવસે ગાંધીનગર સેકટર 7 પોલીસ સ્ટેશનમમાં જિલ્લા ક્લેક્ટરના કર્મચારીએ પૂર્વ ક્લેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ સત્તાના દૂરઉપયોગ અને જમીન કૌભાંડમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. ફરિયાદ નોંધાઇ ત્યારથી એસ કે લાંગા ફરાર થઇ ગયાં હતાં. જોકે ફરિયાદ થઈ તેના બે મહિના પછી ગાંધીનગર પોલીસે એસ કે લાંગાની આબુથી ધરપક્ડ કરી લીધી હતી.

નિવૃત થયા બાદ દસ્તાવેજ પર સહી કરી : પોલીસ ફરિયાદ અનુસાર એસ કે લાંગાએ જે તે વખતના તત્કાલીન ચિટનીસ તથા આરએસી અને તેના મળતીઓને આર્થિક રીતે ફાયદો કરાવવા માટે પૂર્વ આયોજિત કાવતરુ રચીને જમીનના ખોટા હૂકમો કર્યા હતા. ગાંધીનગર પૂર્વ કલેક્ટર એસ કે લાંગાએ સરકારમાં ભરવાનું થતું પ્રીમિયમ નહી ભરાવી સરકારને આર્થિક નુકસાન કર્યું હતું. તે ઉપરાંત બિનખેડૂતને ખેડૂત દર્શાવીને તેમજ નવી શરતની જમીનને જૂની શરત તથા ખોટા પુરાવા ઉભા કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા ઉપયોગ કરી પોતે નિવૃત થયા બાદ દસ્તાવેજ પર સહી કરી હોવાની ફરિયાદ થઈ હતી.

પ્રમાણસર મિલકત હોવાની ફરિયાદ : નિવૃત આઈએએસ અધિકારી એસ કે લાંગા અને તેમના પરિવારજનોના નામે અપ્રમાણસર મિલકત હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે. ગાંધીનગર સેકટર 7 પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ મુજબ એસ કે લાંગાએ નિયમોને નેવે મુકીને અનેક જમીન કૌભાંડ કર્યા હોવાનો ઉલ્લેખ છે. કેટલાક કિસ્સાઓમાં ફાઈલોમાં પેપર ઈન્વર્ડ પણ કરાયા નથી.

  1. Gandhinagar News : પૂર્વ કલેકટર એસ કે લાંગાની 300 એકર જમીન, જૂનાગઢ અમદાવાદમાં બંગલાઓ, બોગસ ખેડૂત હોવાનું પણ ખુલ્યું
  2. Gandhinagar News : કલેકટરે નિવૃત્તિ બાદ સહી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આર્ચયું હોવાની ફરીયાદ
  3. Gandhinagar News : ગાંધીનગર પૂર્વ કલેકટરની ધરપકડ, જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચાર કેસમાં આબુથી પકડાયા એસ કે લાંગા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.