ETV Bharat / state

ગાંધીનગર કોરોના અપડેટ, કોરોનાના 33 નવા પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jul 13, 2020, 4:52 AM IST

ગાંધીનગર સેક્ટર 26માં પલિયડના પુજારી અને નાગરિક બેંકના મેનેજર સહિત સોમવારે ગાંધીનગર જિલ્લામાં કુલ કોરોનાના 33 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં 8, કલોલમા 9 અને માણસામા 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

ગાંધીનગર કોરોના અપડેટ
ગાંધીનગર કોરોના અપડેટ

ગાંધીનગરઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે વધુ કોરોનાના 18 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં 8, કલોલમાં 9 અને માણસામાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 15 કેસ સામે આવ્યા સામે આવ્યા છે. જેમાં 11 કેસ તો માત્ર બે જ સેકટરમાં નોંધાયા છે.

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેક્ટર 26માં એક સાથે 6 કેસ સામે આવ્યા છે. જેમાં પલિયડના પૂજારીનો પણ સમાવેશ થાય છે. સેક્ટર 26 કિશાનનગરમાં અગાઉ પોઝિટિવ આવેલા પરિવારના વધુ 3 લોકો સંક્રમિત થયા છે. જેમાં 55 વર્ષીય આધેડ, 56 વર્ષીય અને 71 વર્ષીય વૃદ્ધાનો સમાવેશ થાય છે. જ્યારે ઘરે બેઠા આઇટીનું કામ કરતો 28 વર્ષીય યુવક અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરજ બજાવતા 57 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત 50 વર્ષીય કર્મકાંડી અને પલિયડમાં પૂજાની કામગીરી કરતા પૂજારી પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.

ગાંધીનગર કોરોના અપડેટ

  • સક્રિય કેસ- 234
  • કોરોના પરિક્ષણ- 10211
  • સ્વસ્થ થયેલા દર્દી- 627
  • ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 20560
  • કુલ મૃત્યુ- 40

સેક્ટર 4 : એક સાથે 5 કેસ સામે આવ્યા છે. જેમાં રાણીપ ગુજરાત એસટી બસ મથકમાં ફરજ બજાવતા અને સેક્ટર 4cમાં રહેતો 36 વર્ષીય યુવક, અમદાવાદ સિવિલમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતો 28 વર્ષિય યુવક અને તેના પરિવારમાં 55 વર્ષીય આધેડ, સેક્ટર-4બીમાં રહેતો અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ અમદાવાદમાં ફરજ બજાવતો 28 વર્ષીય યુવક અને સેક્ટર 4cમાં 38 વર્ષીય ગૃહિણી કોરોના સંક્રમિત થઇ છે.

સેક્ટર 23 : રહેતો 37 વર્ષીય યુવક સાણંદમાં આવેલી કંપનીમાં ફરજ બજાવે છે. સેક્ટર-13માં રહેતો અને અભ્યાસ કરતો 17 વર્ષીય યુવક, સેક્ટર 2cમાં રહેતો અને ગાંધીનગર નાગરિક બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતો 45 વર્ષીય પુરૂષ અને સેક્ટર 14માં રહેતો ખાનગી ધંધો કરતા 57 વર્ષીય આધેડ પણ કોરોના વાઇરસનો ભોગ બન્યા છે.

ગાંધીનગર તાલુકાના નવા નોંધાયેલા કોરોના કેસની વાત કરવામાં આવે તો, સુઘડમાં 23 વર્ષીય યુવક, અડાલજમાં 45 વર્ષીય પુરૂષ, કુડાસણમાં 65 વર્ષીય પુરૂષ, શેરથામાં 57 વર્ષીય પુરૂષ, સરઢવમા 56 વર્ષીય મહિલા, વાવોલમાં 40 વર્ષીય પુરૂષ અને રાધેજામાં 2 કેસ સામે આવ્યા છે. જેમાં 28 વર્ષીય યુવક અને 80 વર્ષિય વૃદ્ધાનો સમાવેશ થાય છે.

ગાંધીનગરનું વુહાન ગણાતા કલોલમાં વધુ 9 કેસ સામે આવ્યાં છે, જેમા કલોલ શહેર વિસ્તારમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 50 અને 57 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે સઈજમાં 40 વર્ષીય મહિલા, પલસાણામાં 62 વર્ષીય વૃદ્ધા, ધાનજમાં 53 વર્ષીય મહિલા અને બોરીસણા ગામમાં એક સાથે 4 કેસ સામે આવ્યા છે, જેમાં 55 વર્ષીય પુરૂષ, 53 વર્ષીય મહિલા, 27 વર્ષીય યુવક અને 55 વર્ષના આધેડનો સમાવેશ થાય છે. જ્યારે માણસાના મકાખાડ ગામમાં ગામમાં 34 વર્ષીય યુવક કોરોના સંક્રમિત થયો છે. ત્યારે આજ સુધી ગ્રામ્ય વિસ્તારમાં 638 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 40 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.