ETV Bharat / state

G20 EMPOWER summit : મહિલાઓ માટેના વિકાસમાંથી મહિલાઓની આગેવાની હેઠળનો વિકાસ થયો : મુખ્યપ્રધાન

author img

By

Published : Aug 1, 2023, 10:34 PM IST

G20 EMPOWER summit
G20 EMPOWER summit

આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 EMPOWER સમિટની શરુઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત W 20 વુમન લેડ ડેવલપમેન્ટ, એન્સ્યુરિંગ સસ્ટેઈનેબલ - ઇનક્લુઝિવ એન્ડ ઈક્વિટેબલ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ વિષયક સેમિનારનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અને લઘુમતી પ્રધાન સ્મૃતિ ઈરાની અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સભાને સંબોધિત કરી હતી. આ સમિટમાં કુલ 300થી વધુ સહભાગીઓની ભાગીદારી હતી.

ગાંધીનગર : આજે ગાંધીનગરમાં G20 EMPOWER સમિટ યોજાઈ હતી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G-20 એમ્પાવર સમિટ અન્વયે W 20 વુમન લેડ ડેવલપમેન્ટ, એન્સ્યુરિંગ સસ્ટેઈનેબલ - ઇનક્લુઝિવ એન્ડ ઈક્વિટેબલ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ વિષયક સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. G20 EMPOWER સમિટના ઉદઘાટન સેમિનારનેે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અને લઘુમતી પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સંબોધિત કર્યું હતું. ઉપરાંત ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મહિલા અને બાળ વિકાસ રાજ્ય પ્રધાન ડો. મહેન્દ્ર મુંજપરાની મુખ્ય ઉપસ્થિતિ રહી હતી.

70 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ : આ સમિટમાં કુલ 300થી વધુ સહભાગીઓની ભાગીદારી હતી. જેમાં 263 સ્થાનિક અને 70 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓમાં 13 G20 અને 4 અતિથિ દેશો અને 8 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, કોરિયા રિપબ્લિક, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, યુકે, યુએસએ, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, સ્પેન, યુએઇ જેવા દેશોના પ્રતિનિધિ હતા.

મહિલા સશક્તિકરણ : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સાતત્યપૂર્ણ અને સમાવેશી આર્થિક વિકાસ માટે મહિલાશક્તિની ભાગીદારી આવશ્યક છે. મહિલા શક્તિના સશક્તિકરણ અને સમગ્ર વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. 2014 માં જેન્ડર બજેટની પહેલ કરવાનું ગૌરવ પણ દેશભરમાં ગુજરાતે મેળવેલું છે.

મહિલા વિકાસ અભિગમ : યુએન વુમનના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ નાસીરીએ મહિલા-આગેવાનો વિકાસ અભિગમ હાથ ધરવા બદલ ભારતની પ્રશંસા કરી. તેમણે કહ્યું હતું કે, મહિલાઓ માટેના વિકાસમાંથી મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ થયો છે. જે મહિલાઓને લાભાર્થીઓમાંથી યોગદાનકર્તામાં ફેરવે છે. ભારત દ્વારા જાહેર કરાયેલ G20 ના એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય સૂત્રમાં તેમણે વન ચાન્સ ઉમેર્યું હતું.

વિશ્વભરની મહિલાઓને શિક્ષિત કરવા અને પોતાને ઉચ્ચ કૌશલ્ય બનાવવા માટે સક્ષમ બનાવવા માટે Tech Equity પ્લેટફોર્મ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર પૂરા પાડવામાં આવેલ તાલીમ કાર્યક્રમો અને સંસાધનો દ્વારા ડિજિટલ સાક્ષરતા, નાણાકીય સાક્ષરતા અને તકનીકી ક્ષેત્ર પર વિકાસ થશે.-- સ્મૃતિ ઈરાની (કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ પ્રધાન)

ત્રિસ્તરીય વ્યૂહ : રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ માટે સ્વાસ્થ્ય, સુરક્ષા અને શિક્ષા એમ ત્રિસ્તરીય વ્યૂહ અપનાવ્યો છે. ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે 26 લાખ બહેનોને 25 લાખ સખી મંડળો દ્વારા કરોડો રૂપિયાના કારોબાર સોંપ્યા છે. કન્યા શિક્ષણને જન આંદોલન બનાવવા શરૂ કરેલા કન્યા કેળવણી અભિયાનથી રાજ્યમાં કન્યા સાક્ષરતા દર 70 ટકા અને નામાંકન દર 90 ટકા જેટલો થયો છે.

Tech Equity પ્લેટફોર્મ : ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ સમિટમાં ડિજિટલ સમાવેશ પ્લેટફોર્મ Tech Equity લોન્ચ કરવામાં આવ્યું હતું. જે વિશ્વભરની મહિલાઓ માટે શિક્ષણમાં મૂલ્યવાન અને ઉપયોગી થશે. વિશ્વભરની મહિલાઓને શિક્ષિત કરવા અને પોતાને ઉચ્ચ કૌશલ્ય બનાવવા માટે સક્ષમ બનાવવા માટે Tech Equity પ્લેટફોર્મ ડિઝાઇન કરવામાં આવ્યું છે.

વિવિધ વિકાસકાર્ય : મહિલાઓના વિકાસ થકી રાજ્યના વિકાસની વિભાવના છે. આથી આ વર્ષે મહિલા બાળ વિકાસ સંલગ્ન વિભાગોના બજેટમાં પાછલા વર્ષોની તુલનાએ 42 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ પ્રારંભ સત્રમાં G 20 એમ્પાવર KPI ડેશબોર્ડ, બેસ્ટ પ્રેક્ટિસિસ પ્લે બુક, G20 એમ્પાવર કોમ્યુનિટી અને ટેક ઇક્વિટી ડિજિટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મ સહિતની પહેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

G20 EMPOWER સમિટ : આ કાર્યક્રમમાં કેન્દ્રીય મહિલા-બાળ કલ્યાણ પ્રધાન સ્મૃતિ ઇરાની, રાજ્યપ્રધાન ડો. મહેન્દ્ર મુંજપરા, નીતિ આયોગના CEO બી.વી.આર સુબ્રમણ્યમ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારી અને G20 ના સહભાગી દેશોના મહિલા પ્રતિનિધિ આ સેમીનારમાં હાજર રહ્યા હતા.

  1. G20 WOMEN EMPOWERMENT : ગાંધીનગરમાં G20 એમ્પાવર સમિટ, મહિલાઓ માટે ખાસ આયોજન..
  2. Patan News: G 20 ના પ્રતિનિધિ મંડળે રાણી કી વાવ અને પટોળા જોઈને આનંદ માણ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.