ETV Bharat / state

PMJAY કાર્ડ પર 10 લાખ સુધીના લાભની સરકાર ક્યારે કરશે શરૂઆત, જુઓ રિપોર્ટ

author img

By

Published : May 16, 2023, 7:45 PM IST

Updated : May 16, 2023, 8:54 PM IST

from-july-1-support-scheme-of-rs-10-lakh-will-be-implemented-for-all-pmjay-card-holders-in-gujarat
from-july-1-support-scheme-of-rs-10-lakh-will-be-implemented-for-all-pmjay-card-holders-in-gujarat

ભાજપની ચૂંટણી ડંઢેરામાં PMJAY કાર્ડમાં 10 લાખની મર્યાદાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી 5 લાખ સુધીનો જ દર્દીને લાભ મળે છે. રાજ્યના સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે એક જુલાઈથી ગુજરાતના તમામ PMJAY કાર્ડ ધારકોને 10 લાખ રૂપિયાની સહાયની યોજના લાગુ કરવામાં આવશે.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા ચૂંટણીના ઢંઢેરામાં રાજ્યના ગરીબો અને મધ્યમ વર્ગના નાગરિકો માટે PMJAY કાર્ડની સારવારની સહાય મર્યાદા 10 લાખ કરવાનું નક્કી કર્યું હતું. હજુ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સહાય દર્દીઓને પ્રાપ્ત થાય છે. આ બાબતની રજૂઆત સરકાર સુધી પહોંચી છે ત્યારે સરકાર દ્વારા સહાય વધારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

'PMJAY કાર્ડમાં કિડની, કેંન્સર, હૃદય રોગ, ઓર્થોપેડિકની રિપ્લેસમેન્ટ, સહિત લગભગ 2711 જેટલી સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે છે. આ સારવારમાં દર્દીએ એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડતો નથી જ્યારે હોસ્પિટલમાં થી દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવે છે ત્યારે જે તે હોસ્પિટલ દ્વારા ઘરે પહોંચાડવાની વ્યવસ્થા અથવા તો રોકડા સહાય ની વ્યવસ્થા આ કાર્ડમાં કરવામાં આવી છે.' -ઋષિકેશ પટેલ, પ્રવક્તા પ્રધાન

જુલાઈથી 10 લાખની સહાય મર્યાદા: આ બાબતે રાજ્યના પ્રધાનમંત્રી ઋષિકેશ પટેલ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલિસીને ધ્યાનમાં લઈએ તો 30 જૂનના દિવસે ઇન્સ્યોરન્સ પોલિસી પૂર્ણ થાય છે. એક જુલાઈથી ગુજરાતના તમામ PMJAY કાર્ડ ધારકોને 10 લાખ રૂપિયાની સહાયની યોજના લાગુ કરવામાં આવશે. આમ 1 જુલાઈ 2023 થી PMJAY કાર્ડની 10 લાખની સહાય શરૂ કરવામાં આવશે.

'ગુજરાત વિધાનસભાની વર્ષ 2020 ની ચૂંટણી પૂર્ણ થયા બાદ ડિસેમ્બરથી 15 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યમાં 778.47 કરોડના દાવાની ચુકવણી કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતમાં 36 લાખથી વધુ દાવાઓ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં 7,374 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. ગુજરાતમાં હાલની પરિસ્થિતિમાં 1.80 કરોડથી વધુ PMJAY કાર્ડ ધારકો છે. 756 ખાનગી હોસ્પિટલ અને 1991 સરકારી હોસ્પિટલમાં PMJAY કાર્ડ પર સારવાર કરાવવાની સુવિધા ઉપલબ્ધ છે.' -ઋષિકેશ પટેલ, પ્રવક્તા પ્રધાન

PMJAY કાર્ડ અભિયાન: સમગ્ર દેશમાં ગુજરાત PMJAY કાર્ડમાં ત્રીજા નંબરે છે. હાલમાં કુલ 1,80,26,555 કાર્ડ ધારકો છે. ગુજરાત સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં સરકારી યોજનાઓ ઉપરાંત વધુમાં વધુ લોકો PMJAY કાર્ડ મેળવે તેને ધ્યાનમાં લઈને તમામધરાસભ્યોએ ખાસ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. ધારાસભ્યો પોતાના વિસ્તારમાં જરૂરિયાત લોકોને PMJAY કાર્ડ મેળવવા મદદ કરી રહ્યા છે.

સુરતમાં 3 હોસ્પિટલ બ્લેક લિસ્ટ કરાઈ: PMJAY કાર્ડમાં નાગરિકોને સારવાર ની સારી સુવિધા મળે તે માટે 756 જેટલી ખાનગી હોસ્પિટલને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડતો નથી પરંતુ તેમ છતાં પણ સુરતની 3 ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ સરકાર સુધી પહોંચી હતી. જેમાં સરકાર દ્વારા સુરતની નીલકંઠ હોસ્પિટલ, ધર્મ નંદન હોસ્પિટલ અને પરમ હોસ્પીટલને આ યોજના હેઠળ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી હતી.

  1. Chintan Shivir : તમામ પ્રધાનો એક જ બસમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ચિંતન શિબિરમાં જશે
  2. Gandhinagar: ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે CMનો મોટો નિર્ણય, 74 તળાવ-ચેકડેમ ધરોઈના પાણીથી ભરાશે
Last Updated :May 16, 2023, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.