ETV Bharat / state

Gandhinagar: ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે CMનો મોટો નિર્ણય, 74 તળાવ-ચેકડેમ ધરોઈના પાણીથી ભરાશે

author img

By

Published : May 14, 2023, 3:44 PM IST

ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બે તાલુકાઓના 74 તળાવો-ચેકડેમ સાબરમતી જળાશય ધરોઈ બંધના પાણીથી ભરવામાં આવશે. 5808 હેક્ટર જમીનમાં ખેતી કરતા અંદાજે 2700 ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવાશે.

cm-big-decision-for-north-gujarat-farmers-74-ponds-checkdams-will-be-filled-with-dharoi-water
cm-big-decision-for-north-gujarat-farmers-74-ponds-checkdams-will-be-filled-with-dharoi-water

ગાંધીનગર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હિતલક્ષી નિર્ણય લઈને ખેડૂતોને રાહત આપી છે. સરકારે લીધેલા નિર્ણયમાં ઉત્તર ગુજરાતમાં બે તાલુકાઓના 74 તળાવો-ચેકડેમ સાબરમતી જળાશય ધરોઈ બંધના પાણીથી ભરવામાં આવશે. આ જળાશયો ભરવાથી 5808 હેકટ જમીનમાં ખેતી કરતા અંદાજે 2700 ખેડૂતોને સિંચાઈ માટે પાણી પુરી પાડવામાં આવશે. 317 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 118 કિલોમીટર લંબાઇની પાઇપલાઇન તળાવો -ચેકડેમ ભરવા માટે નાખવામા આવશે.

ખેડૂત હિતકારી નિર્ણય: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બે તાલુકા સતલાસણા અને ખેરાલુના 53 ગામોનાં તળાવો અને ચેકડેમ મળીને કુલ 74 તળાવો, ચેક ડેમ સાબરમતી જળાશય (ધરોઈ) યોજનાના પાણીથી ભરવાનો ખેડૂત હિતકારી નિર્ણય કર્યો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ખાતે સાબરમતી નદી પર બાંધવામાં આવેલા ધરોઈ બંધના કમાન્ડ એરિયાની ભૌગોલિક સ્થિતિ મુજબ આ બે તાલુકાના 37 ગામનો સમાવેશ કમાંડ એરિયામાં થઈ શક્યો નથી. આ તાલુકાઓના ખેડૂતો મુખ્યત્વે પશુપાલન અને ખેતી આધારિત રોજગારી મેળવે છે.

વરસાદની અનિયમિતતાથી સમસ્યા: આ વિસ્તારમાં વરસાદની અનિયમિતતાના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ઊંડા ઊતરી ગયા છે. એટલું જ નહિ સિંચાઇ અને પશુપાલન માટે તેમને પૂરતું પાણી મળી શકતું નથી. સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ માટે આ વિસ્તારોના ખેડૂતો અને આગેવાનોએ કરેલી રજૂઆતોનો તેમણે સકારાત્મક અને સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સીએમએ કરેલા આ નિર્ણય અનુસાર ધરોઈ બંધના પાણીના આ બે તાલુકાના ગામોમાં ઉપયોગ માટે નવીન પાઈપલાઈન નાખીને ખેરાલુ તથા સતલાસણા તાલુકાના તળાવો ભરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

5808 હેક્ટર જમીનને થશે ફાયદો: ખેરાલુ અને સતલાસણા તાલુકાના આશરે 53 ગામોના તળાવો અને 8 ચેકડેમને સીધા જોડાણથી તથા 8 તળાવો અને 5 ચેકડેમને પરોક્ષ રીતે એમ કુલ 74 તળાવો-ચેકડેમ દ્વારા 5808 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપી શકાશે. આ હેતુસર વિસ્તરણ પાઈપલાઈન સાથે કુલ 118.14 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવામાં આવશે તથા બે તાલુકાના 2700 થી વધુ ખેડૂતોને સિંચાઈ સુવિધા આપવાના આયોજન માટે રાજ્ય સરકાર 317 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ તળાવો ધરોઈ બંધના પાણીથી તબક્કાવાર ભરવા માટે કુલ 400 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો આ જળાશયમાંથી લેવામાં આવશે.

  1. Banaskantha News: પાલનપુર માનસરોવરને પર્યટક સ્થળ બનાવવાની તૈયારી, 6 કરોડથી વધુનું પેકેજ ફાળવાયું
  2. Teachers in Education Conference : દેશના શિક્ષકોએ સ્પષ્ટ કર્યું ચિત્ર, 3 મહિના સુધી સેલેરી નહીં, વિદ્યાર્થીઓ માટે જ સમય નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.