ETV Bharat / state

ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ઉપર હુમલો કરનાર 5 લોકો ઝડપાયા, 3 દિવસના રિમાન્ડ મંજુર

author img

By

Published : Sep 25, 2019, 7:45 PM IST

Updated : Sep 25, 2019, 10:21 PM IST

સ્પોટ ફોટો

ગાંધીનગરઃ ભાટ પાસે કોટેશ્વરની કરોડોની જમીન હડપ કરવા 4 શખ્સોએ ખોટું બાનાખત કર્યું હતું. જે મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ફરિયાદી ખેડૂતના પાડોશી અને જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય પર હુમલાની ઘટના બની હતી. જે મુદ્દે ઈન્ફોસિટી પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતાં.

કોટેશ્વર પટેલવાસમાં રહેતા અને ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ઉમેશભાઈ હરગોવનભાઈ પટેલ(60 વર્ષ) પર ઘટના બની હતી. જમીન બાબતે ચર્ચા માટે બોલાવીને 60 વર્ષિય ખેડૂત પર 7 શખ્સોએ તુ અમારા ઉપર ખોટી-ખોટી ફરિયાદ કરી હેરાન કરે છે કહીં ભાટ ટોલટેક્સ પાસે હુમલો કર્યો હતો. આ ઘટનામાં આરોપીઓ લાકડીઓ લઈ તૂટી પડતા તેમને હાથે અને પગે ફ્રેક્ચર કર્યુ છે. જે કેસમાં સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. બે દિવસ સુધી ફરાર રહેલા આરોપીઓને ઇન્ફોસિટી પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં.

ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ઉપર હુમલો કરનાર 5 લોકો ઝડપાયા, 3 દિવસના રિમાન્ડ મંજુર
Intro:હેડલાઈન) જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ઉપર હુમલો કરનાર 5 લોકો ઝડપાયા, 3 દિવસના રિમાન્ડ મંજુર

ગાંધીનગર,

ભાટ પાસે કોટેશ્વરની કરોડોની જમીન હડપ કરવા 4 શખ્સોએ ખોટું બાનાખત કર્યું હતું. જે મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ફરિયાદી ખેડૂતના પાડોશી અને જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય પર હુમલાની ઘટના બની હતી. જમીન બાબતે ચર્ચા માટે બોલાવીને 60 વર્ષિય ખેડૂત પર 7 શખ્સોએ ‘તુ અમારા ઉપર ખોટી-ખોટી ફરિયાદ કરી હેરાન કરે છે’ કહીં ભાટ ટોલટેક્સ પાસે હુમલો કર્યો હતો. જે મુદ્દે ઈન્ફોસિટી પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા કરાયા હતાં.Body:કોટેશ્વર પટેલવાસમાં રહેતા અને ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ઉમેશભાઈ હરગોવનભાઈ પટેલ(60 વર્ષ) પર હુમલાની આ ઘટનામાં આરોપીઓ લાકડીઓ લઈ તૂટી પડતા તેમને હાથે અને પગે ફ્રેક્ચર થયું છે. જે કેસમાં સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. બે દિવસ સુધી ફરાર રહેલા આરોપીઓને ઇન્ફોસિટી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓએ કોર્ટમાં રજૂ કરતાં તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજર થયા હતા. Conclusion:બોક્સ:

ઝડપાયેલા આરોપીઓ
-ભાવેશ ઉર્ફે બકો રામજીભાઈ દેસાઈ, જનતાનગર
-જીવા નાગજીભાઈ રબારી, અડાલજ
-વાગજી ઈશ્વરભાઈ રબારી, જમીયતપુરા
-બાબુ ભગવાનભાઈ દેસાઈ,ચાંદખેડા
-અલ્પેશ ઉર્ફે લાલો ગાંડાભાઈ દેસાઈ, ચાંદખેડા


બાઈટ

એમ કે રાણા

ડીવાયએસપી, ગાંધીનગર
Last Updated :Sep 25, 2019, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.