ETV Bharat / state

બેલેટ પેપરની પહેલા મતણતરી, કાલે થશે ઉમદેવારનો ફેંસલો

author img

By

Published : Dec 7, 2022, 5:52 PM IST

કાલે તારીખ 8 ના રોજ સૌપ્રથમ બેલેટ પેપરની(Ballot paper) ગણના કરવામાં આવશે. જેની નિયમ મુજબ ગણતરી શરૂ કરીને મુખ્ય મતોમાં ભેળવી દેવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખુલશે. કાલે થશે દરેક ઉમદેવારનો ફેંસલો

બેલેટ પેપરની પહેલા મતણતરી, કાલે થશે ઉમદેવારનો ફેંસલો
બેલેટ પેપરની પહેલા મતણતરી, કાલે થશે ઉમદેવારનો ફેંસલો

ગાંધીનગર જિલ્લાની 21 વિધાનસભા બેઠકો(Gujarat Assembly Election 2022) માટે તારીખ 8મી ડિસેમ્બરના રોજ એલ.ડી. કોલેજ, ગવર્મેન્ટ પોલીટેક્નિક, ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેરની એલ.ડી. કોલેજ ખાતે 8 ગવર્મેન્ટ પોલીટેક્નિક ખાતે 6 અને ગુજરાત કોલેજ ખાતે 7 બેઠકોની મતગણના થશે. દરેક વિધાનસભા દીઠ 10 થી 14 ટેબલો ગોઠવીને મતગણતરી થશે. જેમાં એક માઈક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટ એક-એક સુપરવાઈઝર મતગણતરીના કાર્યમાં જોડાશે.

બેઠકો માટે મતગણતરી અમદાવાદની કુલ 21 વિધાનસભા બેઠકો (Ahmedabad assembly seat) માટે મતગણતરી માટે કુલ 3 પરિસર પસંદ કરવામાં આવ્યા છે. જેમાં, ગવર્મેન્ટ પોલિટેકનિક- આંબાવાડી ખાતે 39 -વિરમગામ, 40 -સાણંદ, 46 -નિકોલ, 57 -દસક્રોઈ, 58 -ધોળકા, 59 -ધંધુકા એમ 6 વિધાનસભા મતવિસ્તાર ગુજરાત કોમર્સ કોલેજ, એલિસબ્રીજ ખાતે 49-નરોડા, 48 -ઠક્કરબાપાનગર, 49 -બાપુનગર, 51 -દરિયાપુર, ૫૨-જમાલપુર ખાડિયા, 54 -દાણીલીમડા, 56 અસારવા એમ 7 વિધાનસભા મતવિસ્તાર એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે 41 -ઘાટલોડિયા, 42 -વેજલપુર, 43 -વટવા, 44 -એલિસબ્રિજ, 45 -નારણપુરા, 50 -અમરાઈવાડી, 53 મણિનગર, 55 -સાબરમતી એમ 8 વિધાનસભા મતવિસ્તારની(Assembly constituency)મતગણતરી થશે. તારીખ 8 ના રોજ સૌપ્રથમ બેલેટ પેપરની ગણના કરવામાં આવશે. જેની નિયમ મુજબ ગણતરી શરૂ કરીને મુખ્ય મતોમાં ભેળવી દેવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખુલશે.

કોણ જીતશે અમદાવાદમાં આ વખતે ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે. કોને મળશે જીત અને કોને કરવો પડ્શે હારનો સામનો એતો કાલે થશે ફેંસલો.પરંતુ હાલ તો દરેક ઉમેદવારો સહિત લોકોની નજર કાલના પરિણામ પર છે .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.