ETV Bharat / state

રાજ્યમાં વરસાદ તો ખરો, પરંતુ 23 તાલુકામાં 100 મી.મી.પણ વરસાદ નહીં !!!!

author img

By

Published : Jul 31, 2019, 3:39 PM IST

Updated : Jul 31, 2019, 4:46 PM IST

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બૅટિંગ ચાલી રહી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ હજૂ પણ 23 તાલુકા એવા છે જ્યાં પુરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી, ત્યારે તંત્રની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતના કુલ જિલ્લાઓ પૈકી હજૂ પણ 11 જિલ્લાના 23 તાલુકા એવા છે જ્યાં વરસાદના પ્રમાણની વાત કરીએ તો સરેરાશ આંકડો પણ 100 મીલીમીટરને પાર પહોંચ્યો નથી. આ એવા જ વિસ્તારો છે કે જ્યાં, ગત વર્ષે પણ વરસાદની માત્રા ઓછી જ હતી. આ 24 કલાકમાં પડેલા વરસાદની સ્થિતિ જરૂરિયાત વરસાદ કરતા અનેકગણી ઓછી જોવા મળી છે.

ડિઝાઇન ફોટો

રાજ્યમાં વરસેલા વરસાદની સરખામણીએ અંદાજિત વરસાદ
મેઘરાજાની ધમાકેદાર બૅટિંગ
જિલ્લો તાલુકો અંદાજિત જરૂર (મીમી) હાલનો વરસાદ (મીમી)
કચ્છ ગાંધીધામ 396 14
અંજાર 426 66
નખત્રાણા 392 52
પાટણ ચાણસ્મા 506 75
સમી 525 81
સાંતલપુર 458 55
સંખેશ્વર 523 65
સુરેન્દ્રનગર દસાડા 560 44
ધ્રાંગધ્રા 517 84
લખતર 575 88
મોરબી હળવદ 450 59
માળીયા-મિયાણાં 461 90
મોરબી 559 85
મહેસાણા જોટાણા 737 87
વડનગર 670 91
દેવભુમિ દ્વારકા ભાણવડ 617 69
દ્વારકા 453 94
અમદાવાદ માંડલ 562 43
વિરમગામ 661 76
બનાસકાંઠા દાંતીવાડા 619 86
ગાંધીનગર ગાંધીનગર 704 87
આણંદ તારાપુર 664 96
વડોદરા સાવલી 862 80


આમ, સરેરાશ જોવા જોઈએ તો મોડે-મોડે પણ રાજ્યમાં વરસાદની હેલી આવતાં ખેડૂતોમાં આશા અને અપેક્ષા જાગી છે. રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ આંકડા અનુસાર જોઈએ તો ચાલુ વર્ષે 68 ટકા જેટલું વાવેતર અત્યાર સુધીમાં રાજ્યમાં કરાયું છે ત્યારે આગામી પાંચ દિવસમાં હજુ પણ ભારે અને સાર્વત્રિક વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જગતનો તાત હોલ તો આકાશમાંથી પડી રહેલા કાચા સોનાનો સદુપયોગ કરવામાં લાગી ગયો છે.

Intro:ગાંધીનગર : રાજ્યમાં સાર્વત્રિક વરસાદ તો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રાજ્યમાં આવેલા તમામ સુકા ભઠ્ઠ ડેમમાં હવે વરસાદી નીર જોવા મળી રહ્યાં છે પરંતુ હજુ પણ એવા અનેક વિસ્તારો છે કે જ્યાં પુરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી ત્યારે તંત્રની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં હજુ પણ 23 તાલુકા એવા છે કે જ્યાં પુરતી માત્રામાં વરસાદ વરસ્યો નથી.Body:રાજયના કુલ જીલ્લાઓ પૈકી હજુ પણ 11 જીલ્લાના 23 તાલુકા એવા છે કે જ્યાં વરસાદના પ્રમાણની વાત કરીએ તો સરેરાશ આંકડો પણ હજુ 100 મિ.મી.ને પાર પહોંચ્યો નથી. આ એવા જ વિસ્તારો છે કે જ્યાં ગત વર્ષે પણ વરસાદની માત્રા ઓછી હતી. જો કે ગુજરાતમાં મોડે-મોડે પણ વરસાદ આવ્યો છે ત્યારે આ 24 તાલુકામાં પડેલા વરસાદની સ્થિતી જરૂરિયાત મુજબના વરસાદ કરતાં અનેકગણી ઓછી જોવા મળી છે.

જીલ્લો         તાલુકો         અંદાજીત જરૂર (મિમીમાં)         હાલનો વરસાદ (મિમીમાં)
કચ્છ         ગાંધીધામ         396         14
અંજાર         426         66
નખત્રાણા         392         52
પાટણ         ચાણસ્મા         506         75
સમી         525         81
સાંતલપુર         458         55
સંખેશ્વર         523         65
બનાસકાંઠા         દાંતીવાડા         619         86
મહેસાણા         જોટાણા         737         87
વડનગર         670         91
ગાંધીનગર         ગાંધીનગર         704         87
અમદાવાદ         માંડલ         562         43
વિરમગામ         661         76
આણંદ         તારાપુર         664         96
વડોદરા         સાવલી         862         80
સુરેન્દ્રનગર         દસાડા         560         44
ધ્રાંગધ્રા         517         84
લખતર         575         88
મોરબી         હળવદ         450         59
માળીયા-મિયાણાં 461         90
મોરબી         559         85
દેવભુમિ દ્વારકા         ભાણવડ         617         69
દ્વારકા         453         94

બાઈટ : મનોજ કોઠારી, રાહત કમિશ્નર Conclusion:આમ, સરેરાશ જોવા જોઈએ તો મોડે-મોડે પણ રાજ્યમાં વરસાદની હેલી આવતાં ખેડૂતોમાં આશા અને અપેક્ષા જાગી છે. રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ આંકડા અનુસાર જોઈએ તો ચાલુ વર્ષે 68 ટકા જેટલું વાવેતર અત્યાર સુધીમાં રાજ્યમાં કરાયું છે ત્યારે આગામી પાંચ દિવસમાં હજુ પણ ભારે અને સાર્વત્રિક વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જગતનો તાત હોલ તો આકાશમાંથી પડી રહેલા કાચા સોનાનો સદુપયોગ કરવામાં લાગી ગયો છે.
Last Updated : Jul 31, 2019, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.