ETV Bharat / state

હવે સીયાચિન ગ્લેશિયર અને લેહ લદાખમાં લીલા શાકભાજી ઉગશે, ડીઆરડીઓનું સંશોધન

author img

By

Published : Oct 20, 2022, 8:23 PM IST

ડિફેન્સ એક્સપો 2022 ગાંધીનગર ( Defexpo 2022 in Gandhinagar ) હેઠળ દેશની સુરક્ષા કરતા જવાનોની સુરક્ષામાં પણ કઈ રીતે વધારો થઈ શકે તે માટે એક્ઝિબિશન ગાંધીનગર હેલીપેડ ખાતે યોજવામાં આવ્યું છે. તેમાં બરફવાળા વિસ્તારમાં લીલા શાકભાજી ( Vegetables in Snowy areas ) ઉપલબ્ધ થાય એ માટે ડીઆઇડીઓ દ્વારા સ્પેશિયલ ગ્રીનહાઉસ પ્રોજેક્ટ ( DRDO Special Green House Project ) તૈયાર કરવામાં આવ્યો છે.

હવે સીયાચિન ગ્લેશિયર અને લેહ લદાખમાં લીલા શાકભાજી ઉગશે, ડીઆરડીઓનું સંશોધન
હવે સીયાચિન ગ્લેશિયર અને લેહ લદાખમાં લીલા શાકભાજી ઉગશે, ડીઆરડીઓનું સંશોધન

ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 19 ઓક્ટોબરના દિવસે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022 ( Defexpo 2022 in Gandhinagar ) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે દેશની સુરક્ષા કરતા જવાનોની સુરક્ષામાં કઈ રીતના વધારો થઈ શકે. આ ઉપરાંત સુવિધા સાથે સુરક્ષામાં પણ કઈ રીતે વધારો થઈ શકે તે માટે એક્ઝિબિશન પણ ગાંધીનગરની હેલીપેડ ખાતે યોજવામાં આવ્યું છે. તેમાં ભારતીય સૈનિકો માટે પણ ખાસ ઇનોવેશન અને રિસર્ચ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બરફવાળા વિસ્તારમાં લીલા શાકભાજી ( Vegetables in Snowy areas )થવા ખૂબ જ મુશ્કેલ છે અને અમુક સમયે થતા પણ નથી. ત્યારે હવે ડીઆરડીઓ દ્વારા બરફીલા વિસ્તારોમાં લીલા શાકભાજી તૈયાર કરવા માટે સ્પેશિયલ ગ્રીનહાઉસ પ્રોજેક્ટ ( DRDO Special Green House Project ) તૈયાર કરવામાં આવ્યો છે.

સરહદી સુરક્ષામાં તહેનાત સૈનિકો માટે સારા પ્રયાસ

શું છે ગ્રીન હાઉસ પ્રોજેક્ટ DRDOના વૈજ્ઞાનિક આનંદકુમાર કટિયાર ગ્રીન હાઉસની શોધ અને રિસર્ચ કર્યું છે એ વિશે ETV ભારત સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે ગ્રીનહાઉસ પ્રોજેક્ટમાં આર્મી દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો ગ્રીનહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત આર્મીના જવાનો હવે બર્ફીલા વિસ્તારમાં લીલા શાકભાજી ( Vegetables in Snowy areas )ઉગાડી શકશે. આ પ્રોજેકટ ( DRDO Special Green House Project ) માં કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે, ઉલ્લેખનીય છે કે DRDO દ્વારા પ્રથમ તબક્કામાં સીયાચીન ગ્લેશિયર, લેહ અને લદાખમાં 40 જેટલા ગ્રીન હાઉસ તૈયાર કરવાનો ટાર્ગેટ હતો, પણ હજુ સુંધી 1 વર્ષના 20 જ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે.

જવાનોને પડતી હતી તકલીફ, ભૂખ્યા રહેવાનો આવતો હતો વારો લદાખ તથા જમ્મુ કાશ્મીર જેવા સરહદી અને પર્વતીય બરફીલા વિસ્તારમાં જવાનોના જમવા માટેની અનેક તકલીફો અને સમસ્યાઓ સામે આવી રહી હતી. આનંદકુમારે ( Defexpo 2022 in Gandhinagar ) ઈ ટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જવાનોને શાકભાજી ચંદીગઢથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવતું હતું અને ટ્રાન્સપોર્ટ કર્યાના 15 દિવસ બાદ તેઓને જે તે સ્થળ ઉપર જમવાનું મળતું હતું. પરંતુ 15 દિવસ સુધી શાકભાજી ટ્રાન્સપોર્ટમાં રહ્યા હોવાથી ત્યાં પહોંચતા જ ખરાબ થઈ જવાની ફરિયાદો શરૂ થઈ હતી. જ્યારે વધારે હિમવર્ષા હોય ત્યારે શાકભાજી ( Vegetables in Snowy areas )પહોંચાડવાની અનેક સમસ્યાઓ સામનો કરવો પડતો હતો.

ગ્રીન હાઉસથી ફ્રેશ શાકભાજી મળશે આનંદકુમારે વધુમાં જણાવ્યું હતું કે હવે આ પ્રોજેકટ ( DRDO Special Green House Project ) ના ફળસ્વરુપ જવાનોને ફ્રેશ શાકભાજી મળશે. જ્યારે ગ્રીન હાઉસ અંતર્ગત જવાનો જ ખેતી કરશે. માઇનસ 30 થી માઇનસ 40 સુધી ડિગ્રી સુધીમાં ગ્રીન હાઉસમાં શાકભાજી અને ફળોની ખેતી થઈ શકશે. ઉપરાંત પાલક, કોબીઝ અને ટમેટા જેવી ખેતી થઈ શકશે. અત્યારે લેહ લદાખમાં 20 જેટલા ગ્રીન હાઉસ પ્રોજેકટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ગ્રીન હાઉસીસનું મેઇન્ટેનન્સ ( Vegetables in Snowy areas ) પણ જે તે જવાનોના યુનિટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.