ETV Bharat / state

SC, ST, OBC આગેવાનોની એક જ માગ, GADનો પરિપત્ર રદ કરો

author img

By

Published : Feb 17, 2020, 6:56 PM IST

SC, ST, OBC આગેવાનોની એક જ માગ, GADનો પરિપત્ર રદ કરો
SC, ST, OBC આગેવાનોની એક જ માગ, GADનો પરિપત્ર રદ કરો

ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં 70 દિવસથી એલઆરડી પરીક્ષા વિવાદને લઈને એસસી, એસટી અને ઓબીસી સમાજની મહિલાઓએ આંદોલન કરી રહી છે. સરકાર દ્વારા અનેક વાટાઘાટો કરવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાનને રવિવારે પ્રેસ સંબોધન કરીને એલઆરડી સંખ્યામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે સવારે આગેવાનો સાથે વાટાઘાટો પણ કરી હતી, પરંતુ અનામત વર્ગના આગેવાનો દ્વારા એક જ મત બતાવવામાં આવી રહ્યો છે. તેમણે પ્રેસ સંબોધન કરીને કહ્યું કે, અમારી એક જ માગ છે કે 1-8-18નો પરિપત્ર રદ થવો જોઇએ. જ્યાં સુધી પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી અમારુ આંદોલન ચાલુ રહેશે. આ તકે હવે મહિલાો સાથે સાથે પુરૂષ વર્ગ પણ આ આંદોલનનાં સહભાગી બની અને જોડાયો છે.

ગાંધીનગર : સરકારમાં બેઠેલા અધિકારીઓ દ્વારા વર્ગ વિગ્રહ થાય તેવું ફેરફાર કરવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે, પરિપત્રમાં સુધારો થઇ ગયો હોવા છતાં સરકારના મંત્રીઓને તેની ભણક પણ ન હતી. હવે ઘોડા છૂટી ગયા પછી સરકાર તબેલાને તાળા મારવા મથામણ કરી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી સરકારે આંદોલનકારીઓ વચ્ચે વાટાઘાટો કરી રહી છે, પરંતુ પોતાની ભૂલ સુધારવાની જગ્યાએ આંદોલન સમેટી લેવાની સુફિયાણી સલાહ આપી રહી છે, ત્યારે આજે સોમવારે નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયની હાજરીમાં સમાજના આગેવાનો વચ્ચે બેઠક કરી હતી. જેમાં થોડા-ઘણા સુધારા કરવાની વાત માનવામાં આવી હતી. જ્યારે આગેવાનોએ સાંજે સભા સંબોધીને આંદોલન ચાલુ રાખવું કે બંધ તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત આ આંદોલોન વચ્ચે નવો વળાંક સામે આવ્યો છે જેમાં મહિલા આંદોલનકારીઓ વચ્ચે હવે પરૂષ વર્ગ પણ આંદોલનમાં જોડાયો છે.

SC, ST, OBC આગેવાનોની એક જ માગ, GADનો પરિપત્ર રદ કરો
એસસી, એસટી અને ઓબીસી સમાજની અંદર ચાલી રહેલી સત્યાગ્રહ છાવણી ખાતે પ્રવિણ રામે પ્રેસ સંબોધન કરીને કહ્યું કે, સરકાર દ્વારા સંખ્યા વધારવામાં આવે તે બાબત સારી છે, પરંતુ આ આંદોલન જી.એ.ડી દ્વારા કરવામાં આવેલા ખોટા ઠરાવને લઈને થઈ રહ્યું છે, ત્યારે જ્યાં સુધી 1-8-18નો પરિપત્ર રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારુ આંદોલન ચાલુ જ રહેશે. આંદોલનકારી અભિજીતસિંહ બારડે કહ્યું કે, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ગરીબ સમાજ સાથે રમત રમી રહ્યા છે. સરકારને અમારી એટલી જ પડી હોય તો મંગળવારે તેમના દ્વારા કરવામાં આવેલા એફિડેવિટ અમારી તરફેણમાં કરવામાં આવે, આ સાથે કેસ પણ પાછો ખેંચી લેવામાં આવે તેવી અમારી માગ છે. જ્યાં સુધી પરિપત્ર રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારુ આંદોલન ચાલુ જ રહેશે. આંદોલનને કોળી સમાજના ઉદ્યોગપતિઓ ચંદ્રકાંત પીઠડીયાએ પણ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.