ETV Bharat / state

Crime In Gandhinagar: ધમકી આપી ડોક્ટર પાસે ખંડણી ઉઘરાવતા પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાય

author img

By

Published : Dec 28, 2021, 5:10 PM IST

ઇટાદરા ગામના બી.એચ.એમ.એસ ડોક્ટર એલોપેથીની દવા (Medicine for Allopathy)દર્દીઓને આપતા હોવાથી આ મામલે ટીવી ચેનલના એક પત્રકાર દ્વારા ધમકી આપાય હતી. બી.એચ.એમ.એસ કરેલા ડોક્ટર પાસે તેની ડિગ્રી નથી. આ અંગે પત્રકારને જાણ થતા આરેગ્ય વિભાગમાં (Department of Health) જાણ કરી તેવી ચીમકી ઉચ્ચારી વારંવાર ધમકી આપી 10000 રૂપિયા પડાવ્યા (Threatened and took 10000 rupees) હતા.

Crime In Gandhinagar: ધમકી આપી ડોક્ટર પાસે ખંડણી ઉઘરાવતા પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાય
Crime In Gandhinagar: ધમકી આપી ડોક્ટર પાસે ખંડણી ઉઘરાવતા પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાય

ગાંધીનગર: ઇટાદરા ગામના બી.એચ.એમ.એસ ડોક્ટર એલોપેથીની દવા (Medicine for Allopathy) દર્દીઓને આપતા હોવાથી આ મામલે ટીવી ચેનલના એક પત્રકાર દ્વારા ધમકી આપાય હતી. બી.એચ.એમ.એસ કરેલા ડોક્ટર પાસે તેની ડિગ્રી નથી. આ અંગે પત્રકારને જાણ થતા આરેગ્ય વિભાગમાં (Department of Health) જાણ કરી તેવી ચીમકી ઉચ્ચારી વારંવાર ધમકી આપી 10000 રૂપિયા પડાવ્યા (Threatened and took 10000 rupees) હતા.

એક પત્રકાર ફરજી ડોક્ટરને ધમકી આપી પૈસા પડાવતો હતો

ઇટાદરા ગામમાં રહેતા વિપુલભાઈ પટેલ કે જેઓ બી.એચ.એમ.એસ છે અને દવાખાનું ચલાવે છે. તેમની પાસે નયન પ્રજાપતિ નામના પત્રકારે આવી તમે એલોપેથીક દવા કરો છો અને તમારી પાસે કોઈ ડીગ્રી નથી તેમ કહી આરોગ્ય ખાતામાં તેમજ ન્યૂઝમાં માહિતી આપવાની ખોટી ધમકી આપી ડરાવતો હતો. તેમની પાસેથી અગાઉ 10,000 બળજબરીથી લીધા હતા, ત્યારબાદ ફરીથી 10,000 રૂપિયાની માંગણી કરી હતી. જો નહીં આપો તો આરોગ્ય ખાતામાં અરજી કરવા અને ન્યૂઝમાં સમાચાર ચલાવવાની ધમકી આપી હતી. જે

ધમકી આપનાકર વિરુધ્ધ ફરિયાદ કરી

આ બાબતે તેમને માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું બી.એચ.એમ.એસની ડીગ્રી ધરાવું છું અને ઇટાદરા ગામમાં દવાખાનુ ચલાવું છું. મારા દવાખાનામાં એલોપેથીક અને હોમિયોપેથીક દવાઓ (Allopathic and homeopathic medicines) આપીએ છીએ. દવાખાના માટે 2007માં લાયસન્સ પણ મેળવેલ છે. તેવું તેમને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.

ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપતો હતો

છેલ્લા ત્રણ વર્ષથી વર્ષમાં એકવાર નયન પ્રજાપતિ નામના પત્રકાર આવ્યા અને તેઓ પોતે લોદરા ગામના છે તેમની ઓળખ ટીવી ચેનલના પત્રકાર તરીકે આપી હતી. તે દર વર્ષે અમારી પાસે દવાખાનામાં આવી એલોપેથિક દવાઓ કરો છો અને તમારી પાસે ડીગ્રી નથી એવું કહી રૂપિયા 5,000 દર વર્ષે લઈ જતા હતા. અમારી સામે ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપે છે. બે વાર તેમને પૈસા લીધા હતા.

ધમકી આપી બે વાર પડાવ્યા પૈસા

આ વર્ષે તમારે 10000 રૂપિયા આપવા પડશે તેમ કહી ધમકી આપી હતી. મેં તેમને કહ્યું તમે બળજબરીથી અમારી પાસે રૂપિયા માંગશો નહીં. જેથી તેમને અમારા વિરુદ્ધ અરજી કરવાની ધમકી આપી હતી, પરંતુ અમે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો અને અંતે પોલીસ ફરિયાદ કરવી પડી હતી.

આ પણ વાંચો:

Crime In Morbi: મોરબીમાં પત્નીને કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરનાર હત્યારો પતિ ઝડપાયો

Murder in Gir Somnath: એકલવાયું જીવન જીવતા વૃદ્ધાની હત્યા કરી, 1.35 લાખના દાગીનાની લૂંટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.