ETV Bharat / state

કોરોનાનો ફફડાટઃ પાટનગરની શાન ગાંધી મ્યુઝિયમ- દાંડી કુટીર બંધ

author img

By

Published : Mar 17, 2020, 4:32 PM IST

કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા વિવિધ પગલાં લેવાઈ રહ્યાં છે. તેમાં ભીડ એકઠી થતી હોય તેવા જાહેર સ્થળોને બંધ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. જેને લઇને ગાંધીનગરની શાન સમા ગાંધી મ્યૂઝિયમ, દાંડી કુટીર આવેલી છે તે પણ બંધ જાહેર કરવામાં આવી છે.

કોરોનાનો ફફડાટઃ પાટનગરની શાન ગાંધી મ્યુઝિયમ- દાંડી કુટીર બંધ
કોરોનાનો ફફડાટઃ પાટનગરની શાન ગાંધી મ્યુઝિયમ- દાંડી કુટીર બંધ

ગાંધીનગરઃ સરકાર દ્વારા આ વાઇરસ વધુ ન ફેલાય તે માટે ભીડભાડવાળી જગ્યાઓને બંધ કરવામાં આદેશ આપવામાં આવી રહ્યાં છે. ત્યારે ગાંધીનગર શહેરમાં આવેલા મહાત્મા મંદિર પાસે દાંડી મ્યુઝિયમ પણ હવે 29 માર્ચ સુધી બંધ રહેશે. કોરોનાના ફેલાવાને અટકાવવા વિવિધ પગલાં લેવાઈ રહ્યાં છે. તેમાં ભીડ એકઠી થતી હોય તેવા જાહેરસ્થળોને બંધ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. જેને લઇને ગાંધીનગરની શાન સમા ગાંધી મ્યૂઝિયમ, જ્યાં દાંડી કુટીર આવેલ છે તે પણ બંધ કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા શાળા-કોલેજો, મોલ-મલ્ટિપ્લેક્સ સ્વિમિંગ પૂલમા આવતાં લોકોને આ વાયરસની અસર ન લાગુ પડે તે માટે 29 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકાર દ્વારા ધાર્મિક મેળાવડા, કથાઓ પણ બંધ રાખવામાં આવે તેમ જણાવ્યું છે. ત્યારે પબ્લિક પણ મોટી સંખ્યામાં એકઠી ન થાય તે માટે સૂચનો કરાયાં છે. વિધાનસભામાં આવતી પબ્લિકને બંધ કરવામાં આવી છે. જાહેરમાં થૂંકવા ઉપર પણ દંડ જાહેર કરાયો છે કોર્પોરેશન વિસ્તાર દ્વારા ટીમો ઉતારીને દંડ પણ વસૂલ કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર શહેરમાં મહાત્મા મંદિર પાસે આવેલી દાંડી કુટીરને બંધ કરવાનો નિર્ણય લીધો છે. 29 માર્ચ સુધી આ દાંડી કુટીર જાહેર જનતા માટે બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, દાંડી કુટીર જોવા માટે રોજના અસંખ્ય લોકો પ્રવાસ કરતાં હતાં. પરંતુ કોરોના વાયરસને લઈને સરકાર દ્વારા જાહેર સ્થળોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે, તેમાં દાંડી કુટીરનો પણ સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.