ETV Bharat / state

મહાપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસનો વોકઆઉટ, મેયરે મતદાન કરાવી દરખાસ્ત પસાર કરી

author img

By

Published : Feb 3, 2020, 5:35 PM IST

ગાંધીનગર મહાપાલિકાની આજે બપોરે 12:30 સભાખંડમાં સામાન્ય સભા મળી હતી. જેમાં બે એજન્ડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ગત સામાન્ય સભાના પ્રશ્નોને બહાલી આપવી, જ્યારે ગાંધીનગર મહાપાલિકાના વિસ્તારને વધારવા માટે પેથાપુર નગરપાલિકા સહિત 17 ગામોનો સમાવેશ, જ્યારે 8 ગામના સર્વે નંબરોનો સમાવેશ કરવા લઈને ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ વિપક્ષે આ બાબતે આકરા તેવર બતાવી વોકઆઉટ કર્યો હતો. જ્યારે મેયરે મતદાન કરાવીને એજન્ડાને પસાર કર્યો હતો

ગાંધીનગર મહાપાલિકા સભામાંથી કોંગ્રેસનો સભાત્યાગ
મહાપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસનો વોકઆઉટ, મેયરે મતદાન કરાવી દરખાસ્ત પસાર કરી

ગાંધીનગરઃ ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભાની શરૂઆતમાં જ કોંગ્રેસે આકરા તેવર બતાવ્યા હતા. વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાની સભાખંડની અંદર સિવિલ ડ્રેસમાં હાજર રહેલા પોલીસને લઈને કહ્યું કે, તેમને બહાર કાઢવામાં આવે સિવિલ ડ્રેસ ની અંદર કોઈ સામાજિક તત્ત્વો ઘૂસી જશે અને હુમલો કરશે તો કોની જવાબદારી રહેશે. જેને લઇને મેયરે નમતું જોખીને સિવિલ ડ્રેસમાં રહેલી પોલીસને સભાખંડની બહાર જવાનો આદેશ કર્યો હતો.

સામાન્ય સભામાં કોંગ્રેસનો વોકઆઉટ, મેયરે મતદાન કરાવી દરખાસ્ત પસાર કરી

ચર્ચાની શરૂઆતમાં વિપક્ષી નેતાએ કહ્યું કે 20 વર્ષ પહેલાનું અને હાલનું ગાંધીનગર તમે જુઓ. ભાજપની વિકાસની લ્હાયમાં બગીચા દવાખાના સરકારી શાળા અને ગ્રીન સીટીની વિરુદ્ધ છીનવાઈ ગયું છે. તમે પહેલા લકવો મારી ગયેલા વિકાસને બહાર કાઢી ચાલતો કરો, ત્યારબાદ વિકાસની દોડ મુકાવો આવજો. ચર્ચા કરવાની જગ્યાએ 15 મિનિટમાં આ મુદ્દાને અભ્યાસ વિના જ મૂકીને તાત્કાલિક ધોરણે સામાન્ય સભા બોલાવી દીધી છે. પરંતુ જે કોર્પોરેટર દ્વારકા દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી છે અને જેને ટેકો આપ્યો છે તેને ગાંધીનગરની ભૂગોળ જ ખબર નથી, સરકારના દબાણ હેઠળ કામ કરી રહ્યા છો.

ગાંધીનગર મહાપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી ડમ્પિંગ સાઇટનો મુદ્દો સળગી રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં મહાનગરપાલિકા ડમ્પિંગ સાઇટ બનાવી શકી નથી ત્યારે ગાંધીનગર નો વિકાસ કેવી રીતે કરશે તે એક મોટો પ્રશ્ન છે. અત્યાર સુધી ગાંધીનગર મહાપાલિકામાં સમાવાયેલા 7 ગામમાં લગ્નવાડી, શાળા અને બગીચો બનાવ્યો નથી. જ્યારે પાલિકાના વિસ્તારમાં નવા સત્તર ગામ અને આઠ ગામ ના સરવેનંબર સમાવેશ કરાયો છે. ત્યારે તે ગામની સ્થિતિ કેવી થશે તે આના ઉપરથી જ ખ્યાલ આવી શકે છે. માત્ર પાલિકાની તિજોરી ભરવા માટે ગામડાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના સભ્યોએ સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆતો કરતાં મેયરે ભાજપના સભ્યોની બહુમતી હોવાને લઈને મતદાન કરવાનું કહેતા કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો અને સભાખંડની બહાર ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકાર્યા હતા. મેયર રીટાબેન પટેલે કહ્યુ કે, સમયની આવશ્યકતા અનુસાર નગરની હદ વધારવી જરૂરી છે અને નવા વિસ્તારોનો પણ વિકાસ કરવામાં આવશે. પાંચ ગામો એવા છે જેનો અમદાવાદ મહાનગરપાલિકામાં પણ સમાવેશ કરવાની દરખાસ્ત કરાઈ છે. શું અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકા વચ્ચે આ ગામોના સમાવેશને લઈને કોઈ ખેંચતાણ છે ? આવી શક્યતાને નકારતા કહ્યુ કે આ મામલે અંતિમ નિર્ણય સરકાર કરશે.

બાઈટ

ગાંધીનગર

Intro:હેડ લાઇન) મહા પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસનો વોકઆઉટ, મેયરે મતદાન કરાવી દરખાસ્ત પસાર કરી

ગાંધીનગર,

ગાંધીનગર મહાપાલિકાની આજે બપોરે 12:30 સભાખંડમાં સામાન્ય સભા મળી હતી. જેમાં બે એજન્ડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ગત સામાન્ય સભાના પ્રશ્નોને બહાલી આપવી, જ્યારે ગાંધીનગર મહાપાલિકાના વિસ્તારને વધારવા માટે પેથાપુર નગરપાલિકા સહિત 17 ગામોનો સમાવેશ, જ્યારે 8 ગામના સર્વે નંબરોનો સમાવેશ કરવા લઈને ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ વિપક્ષે આ બાબતે આકરા તેવર બતાવી વોકઆઉટ કર્યો હતો. જ્યારે મતદાન કરાવીને એજન્ડાને પસાર કર્યો હતો.Body:ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભાની શરૂઆતમાં જ કોંગ્રેસે આકરા તેવર બતાવ્યા હતા. વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાની સભાખંડની અંદર સિવિલ ડ્રેસમાં હાજર રહેલા પોલીસને લઈને કહ્યું કે, તેમને બહાર કાઢવામાં આવે સિવિલ ડ્રેસ ની અંદર કોઈ સામાજિક તત્ત્વો ઘૂસી જશે અને હુમલો કરશે તો કોની જવાબદારી રહેશે. જેને લઇને મેયરે નમતું જોખીને સિવિલ ડ્રેસમાં રહેલી પોલીસને સભાખંડની બહાર જવાનો આદેશ કર્યો હતો.Conclusion:ચર્ચાની શરૂઆતમાં વિપક્ષી નેતાએ કહ્યું કે 20 વર્ષ પહેલાનું અને હાલનું ગાંધીનગર તમે જુઓ. ભાજપની વિકાસની લ્હાયમાં બગીચા દવાખાના સરકારી શાળા અને ગ્રીન સીટીની વિરુદ્ધ છીનવાઈ ગયું છે. તમે પહેલા લકવો મારી ગયેલા વિકાસને બહાર કાઢી ચાલતો કરો, ત્યારબાદ વિકાસની દોડ મુકાવો આવજો. ચર્ચા કરવાની જગ્યાએ 15 મિનિટમાં આ મુદ્દાને અભ્યાસ વિના જ મૂકીને તાત્કાલિક ધોરણે સામાન્ય સભા બોલાવી દીધી છે. પરંતુ જે કોર્પોરેટર દ્વારકા દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી છે અને જેને ટેકો આપ્યો છે તેને ગાંધીનગરની ભૂગોળ જ ખબર નથી, સરકારના દબાણ હેઠળ કામ કરી રહ્યા છો.

ગાંધીનગર મહાપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી ડમ્પિંગ સાઇટનો મુદ્દો સળગી રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં મહાનગરપાલિકા ડમ્પિંગ સાઇટ બનાવી શકી નથી ત્યારે ગાંધીનગર નો વિકાસ કેવી રીતે કરશે તે એક મોટો પ્રશ્ન છે. અત્યાર સુધી ગાંધીનગર મહાપાલિકામાં સમાવાયેલા 7 ગામમાં લગ્નવાડી, શાળા અને બગીચો બનાવ્યો નથી. જ્યારે પાલિકાના વિસ્તારમાં નવા સત્તર ગામ અને આઠ ગામ ના સરવેનંબર સમાવેશ કરાયો છે. ત્યારે તે ગામની સ્થિતિ કેવી થશે તે આના ઉપરથી જ ખ્યાલ આવી શકે છે. માત્ર પાલિકાની તિજોરી ભરવા માટે ગામડાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના સભ્યોએ સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆતો કરતાં મેયરે ભાજપના સભ્યોની બહુમતી હોવાને લઈને મતદાન કરવાનું કહેતા કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો અને સભાખંડની બહાર ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકાર્યા હતા. મેયર રીટાબેન પટેલે કહ્યુ કે, સમયની આવશ્યકતા અનુસાર નગરની હદ વધારવી જરૂરી છે અને નવા વિસ્તારોનો પણ વિકાસ કરવામાં આવશે. પાંચ ગામો એવા છે જેનો અમદાવાદ મહાનગરપાલિકામાં પણ સમાવેશ કરવાની દરખાસ્ત કરાઈ છે. શું અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકા વચ્ચે આ ગામોના સમાવેશને લઈને કોઈ ખેંચતાણ છે ? આવી શક્યતાને નકારતા કહ્યુ કે આ મામલે અંતિમ નિર્ણય સરકાર કરશે.

બાઈટ

રીટાબેન પટેલ
મેયર ગાંધીનગર

શૈલેન્દ્રસિંહ બિહોલા
વિપક્ષ નેતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.