ETV Bharat / state

વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, ખાલી પડેલી બેઠકની કરાઈ સમીક્ષા

author img

By

Published : Sep 7, 2019, 2:24 PM IST

ગાંધીનગરઃ દિવાળી બાદ રાજ્યમાં ખાલી પડેલી સાત વિધાનસભાની બેઠકમાં પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેની તૈયારીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી તમામ બેઠકોની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ગ્રાઉન્ડ લેવલથી કઈ રીતે સંગઠન વધુ મજબૂત બનાવી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

legislative by election

આ બેઠક બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠક અંગેની સમીક્ષા કરવામાં આવશે. ત્યારે આ તમામ બેઠકો માટે એક-એક કલાક ફાળવવામાં આવશે. જ્યારે આ બેઠક સંપૂર્ણ દિવસ ચાલશે. મહત્વની વાત કરવામાં આવે તો તમામ બેઠકોમાં લેવલ એટલે કે એકદમ નીચે સ્થળ સંગઠન કઇ રીતે કામ કરી રહ્યું છે અને તેને વધુ મજબૂત બનાવવા માટે કયા-કયા પ્રકારના ફેરફારોની જરૂર છે, તે અંગેની પણ સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત સાત પેટા ચૂંટણીમાં તમામ મતદારોને મતદાન મથકે લઈ જવા માટેની પણ ખાસ યોજના બનાવવામાં આવશે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

જ્યારે ઉમેદવાર અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હજુ સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા નથી. પરંતુ ઉમેદવાર નક્કી કરવા માટે અમે તમામ જગ્યાએ વધુ લેવલે લોકોનો અભિપ્રાય લઈ ઉમેદવાર નક્કી કરવામાં આવશે. જ્યારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત થશે.

Intro:Approved by panchal sir

દિવાળી બાદ રાજ્યમાં ખાલી પડેલ સાત વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે તેના તૈયારીના ભાગરૂપે આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને તમામ બેઠકોની સમીક્ષા કરી હતી જ્યારે આ બેઠકમાં ગ્રાઉન્ડ લેવલથી કઈ રીતે સંગઠન વધુ મજબૂત બનાવી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
Body:
આજની બેઠક બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતચાવડા જણાવ્યું હતું કે વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠક અંગેની સમીક્ષા કરવામાં આવશે ત્યારે આ તમામ બેઠકો માટે એક એક કલાક ફાળવવામાં આવશે જ્યારે આ બેઠક સમગ્ર દિવસ ચાલશે મહત્વની વાત કરવામાં આવે તો તમામ બેઠકોમાં લેવલ એટલે કે એકદમ નીચે સ્થળ પર કઇ રીતનું સંગઠન કામ કરી રહ્યું છે અને તેને વધુ મજબૂત બનાવવા માટે કયા કયા પ્રકારના ફેરફારો ની જરૂર છે તે અંગેની પણ સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત સાત પેટા ચૂંટણી માં તમામ મતદારોને મતદાન મથકે લઈ જવા માટેની પણ ખાસ યોજના બનાવવામાં આવશે અને આ તમામ બેઠકો ઉપર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જીતે તે બાબતની પણ વ્યુહરચના તૈયાર કરવામાં આવશે..

જ્યારે ઉમેદવાર અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે હજુ સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા નથી પરંતુ ઉમેદવાર નક્કી કરવા માટે અમે તમામ જગ્યાએ વધુ લેવલે લોકોનો અભિપ્રાય લઈને ઉમેદવાર નક્કી કરવામાં આવશે જ્યારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ની જીત થશે.

બાઈટ... અમિત ચાવડા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

પરેશ ધાનાણી.. વિધાનસભા વિરોધપક્ષ નેતાConclusion:આજની બેઠકમાં કોંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશના પ્રભારી રાજીવ સાતવ પ્રમુખ અમિતચાવડા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના તમામ ઉચ્ચ કક્ષાના નેતાઓ હાજર રહ્યા હતા..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.