ETV Bharat / state

સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના 115 ડેમ જોડવાનું કામ એક વર્ષમાં થશે પૂર્ણ : CM રૂપાણી

author img

By

Published : Jul 4, 2019, 2:35 AM IST

ગાંધીનગર: વિધાનસભાના ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વચ્ચે થોડી ગરમાગરમી થઇ હતી. ત્યારબાદ ધાનાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ક્યાંય પાણીની તંગી ન થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે. સૌરાષ્ટ્રમાં ભૂતકાળમાં પાણીના પોકાર પડતા ટેન્કર અને ખાસ ટ્રેન દોડાવવી પડતી હતી, પણ તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયોજનથી ગુજરાતમાં સૌની યોજના સાકાર થઈ અને પાણીની અછત હવે મહદ્દઅંશે દૂર થઇ છે.

સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના 115 ડેમ જોડવાનું કામ એક વર્ષમાં થશે પૂર્ણ : CM રૂપાણી

આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર વર્ષોથી પાણી માટે પડકારનો સામનો કરતું આવ્યું છે. કોંગ્રેસના સમયમાં રાજકોટ સુધી ટ્રેનમાં પાણી પહોંચાડવું પડતું હતું. તે સમયે પીવાના પાણીની જરૂરિયાત પણ પૂર્ણ કરી શકાતી ન હતી, તેવી વિકટ પરિસ્થિતિ ગુજરાતના લોકોએ જોઇ છે. જ્યારે ગુજરાત માટે અત્યંત મહત્વાકાંક્ષી એવી “સૌની યોજના” કાર્યાન્વિત કરીને તેના હકારાત્મક પરિણામો ગુજરાતની પ્રજાને મળ્યાં છે. ત્યારે કોંગ્રેસે આ યોજનાનો વિરોધ કર્યો હતો. જો “સૌની યોજના”ની પાઇપલાઇન ન હોત, ધોળી ધજા ડેમમાંથી સૌરાષ્ટ્રને પાણી ન મળતું હોત, ઢાંકીનું પમ્પિંગ સ્ટેશન ન હોત તો આજે સૌરાષ્ટ્ર ખાલી કરવું પડ્યું હોત એવી સ્થિતિ ઊભી થઈ હોત.

આજે પાઇપલાઇન-પંમ્પિંગ સ્ટેશનો બન્યા છે. આ માટે આપણો 13 હજાર કરોડનો અંદાજ હતો. સૌરાષ્ટ્રના 115 ડેમ જોડવાનો છેલ્લો તબક્કો ચાલુ છે. એક વર્ષમાં કામ પુરૂ થવાનું છે અને તે પછી ઇન્ટરકનેક્શન દ્વારા બધા જળાશયો જોડવામાં આવશે. સાથે જ બજેટમાં પણ પાણી પર ફોકસ કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના કેચમેન્ટમાં વરસાદ જ ન પડે તો ડેમો ભરાવાના નથી. 115 ડેમ ખાલી જ હોત. પરંતુ, નર્મદામાં પૂરતું પાણી હશે તો એ ડેમોમાં પાણી ટ્રાન્સફર થશે. ભાદર ડેમમાં પાણી આપવાનું ચાલુ છે. જ્યાં જ્યાં જરૂર છે ત્યાં નર્મદાના પાણી પહોંચાડ્યા છે. જેમાં 35થી વધુ જળાશયોમાં નર્મદાના પાણી પહોંચ્યા છે અને વધુ તળાવો-ચેકડેમોમાં જ્યાં જરૂર પડી ત્યાં પાણી ભર્યાં છે.

કચ્છના ટપ્પર ડેમમાં પણ નર્મદાના પાણી પહોંચાડ્યા છે. જો ટપ્પરમાં નર્મદાના પાણી પહોંચાડ્યા ન હોત તો આજે કચ્છમાં શું સ્થિતિ હોત? કચ્છમાં લોકો-પશુઓને પાણી વિના ટળવળવું પડ્યું હોત. આ યોજનાના કારણે કચ્છ સુધી પાણી પહોંચ્યું છે, સૌરાષ્ટ્ર માટે જીવાદોરી સમાન આ યોજના પૂર્ણ કરવામાં આવી છે.

Intro:હેડિંગ- વિધાનગૃહમાં સૌની યોજના અંગે વિપક્ષના સવાલ અંગે રૂપાણીનો જવાબ : સૌની યોજના તહેત સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ જોડવાનું કામ એક વર્ષમાં પૂર્ણ થશે

વિધાનસભામાં ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વચ્ચે થોડી ગરમાગરમી થઇ હતી. ત્યારબાદ ઘાનાણીએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ક્યાય પાણીની તંગી ન થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે. સૌરાષ્ટ્રમાં ભૂતકાળમાં પાણીના પોકાર પડતા ટેન્કર અને ખાસ ટ્રેન દોડાવવી પડતી હતી પણ તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આયોજનથી ગુજરાતમાં સૌની યોજના સાકાર થઈ અને પાણીની અછત હવે મહદઅંશે દૂર થઇ છે.
Body:આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્ર વર્ષોથી પાણી માટે પડકારનો સામનો કરતું આવ્યું છે. કોંગ્રેસના સમયમાં રાજકોટ સુધી ટ્રેનમાં પાણી પહોંચાડવુ પડતુ હતું, તે સમયે પીવાના પાણીની જરૂરિયાત પણ પૂર્ણ કરી શકાતી નહોતી તેવી વિકટ પરિસ્થિતિ ગુજરાતે જોઇ છે. જ્યારે ગુજરાત માટે અત્યંત મહત્વાકાંક્ષી એવી “સૌની યોજના” કાર્યાન્વિત કરી અને તેના હકારાત્મક પરિણામો ગુજરાતની પ્રજાને મળ્યાં છે. કોંગ્રેસે આ યોજનાનો વિરોધ કર્યો હતો. જો “સૌની યોજના”ની પાઇપલાઇન ન હોત, ધોળી ધજા ડેમમાંથી સૌરાષ્ટ્રને પાણી ન મળતું હોત, ઢાંકીનું પમ્પિંગ સ્ટેશન ન હોત તો આજે સૌરાષ્ટ્ર ખાલી કરવું પડ્યું હોત એવી સ્થિતિ ઊભી થઈ હોત...
આજે પાઇપલાઇન-પમ્પિંગ સ્ટેશનો બન્યા છે. આ માટે આપણો ૧૩ હજાર કરોડનો અંદાજ હતો. સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ જોડવાનો છેલ્લો તબક્કો ચાલુ છે. એક વર્ષમાં કામ પતી જવાનું છે અને એ પછી ઇન્ટરકનેક્શન દ્વારા બધા જળાશયો જોડાઇ જવાના છે. ગઇકાલે બજેટમાં પણ પાણી પર ફોકસ કર્યું છે.
સૌરાષ્ટ્રના કેચમેન્ટમાં વરસાદ જ ન પડે તો ડેમો ભરાવાના નથી. ૧૧૫ ડેમ ખાલી જ રહે પરંતુ નર્મદામાં પૂરતું પાણી હશે તો એ ડેમોમાં પાણી ટ્રાન્સફર થશે. આજની તારીખે ભાદર ડેમમાં પાણી આપવાનું ચાલુ છે. જ્યાં જ્યાં જરૂર છે ત્યાં નર્મદાના પાણી પહોંચાડ્યા છે. ૩૫થી વધુ જળાશયોમાં નર્મદાના પાણી પહોંચ્યા છે અને વધુ તળાવો-ચેકડેમોમાં જ્યાં જરૂર પડી ત્યાં પાણી ભર્યાં છે.
Conclusion:કચ્છના ટપ્પર ડેમમાં પણ નર્મદાના પાણી પહોંચાડ્યા છે. જો ટપ્પરમાં નર્મદાના પાણી પહોંચાડ્યા ન હોત તો આજે કચ્છમાં શું સ્થિતિ હોત? કચ્છમાં લોકો-પશુઓને પાણી વિના ટળવળવું પડ્યું હોત. આ યોજનાના કારણે કચ્છ સુધી પાણી પહોંચ્યું છે, સૌરાષ્ટ્ર માટે જીવાદોરી સમાન આ યોજના પૂર્ણ કરી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.